________________
૧૩૨.
सिद्धान्तलेशसङ्ग्रहः અહીં પણ હોઈ શકે. પણ આ બરાબર નથી કારણ કે વિષય અને જીવ મૈતન્યને પહેલેથી જ સંયોગ માનવામાં આવે તે તે વૃત્તિને અધીન છે એવું જે પ્રતિપાદન છે તેને વિરોધ થાય છવચૈતન્ય ઉપાદાન નથી અને નિરવયવ છે તેથી વિષય અને જીવએતન્યને તાદામ્યસંબંધ કે સંયોગસંબંધ પિતાની મેળે છે જ નહિ. અને વૃત્તિથી પણ તે ઉત્પન્ન કરી શકાતો નથી એમ “' શબ્દ પ્રયોજીને કહ્યું છે.
કેટલાક કહે છે કે વિષયદેશમાં હાજર રહેલા છઐતન્યને વૃત્તિની ઉત્પત્તિની પહેલાં ભલે વિષયવિષયિભાવ પ્રકારને સ બંધ ન હોય પણ વૃત્તિની ઉત્પત્તિ પછી તે ઉત્પન્ન થાય છે, અને આ અનિર્વચનીય અને અતિરિક્ત સબંધ સંભવે છે. ઇવથી એમ બતાવ્યું છે કે સ્વરૂપસબંધ કે તાદામ્ય કે સંગને વૃત્તિને અધીન નથી માન્યો જેથી કરીને ઉક્ત દેષ હોઈ શકે. આ તે વિષય-વિષયિભાવ સંબંધ જ છે જે વૃત્તિથી ઉત્પન્ન કરવામાં આવે છે.
, अन्ये तु-विषयविषयिभावमात्रनियामिका वृत्तिश्चेदनिर्गताया अप्यन्द्रियकवृत्तेस्तन्नियामकत्वं नातिप्रसङ्गावहमिति तन्निर्गमाभ्युपगमवैयापत्तेः स नाभिसंहितः । किं तु विषयसनिहितजीवचैतन्यतादात्म्यापन्नाया वृत्तेविषयसंयोगे तस्यापि तद्वारकः परम्परासम्बन्धौ लभ्यते इति स एव चिदुपरागोऽभिसंहित इत्याहुः ।
જ્યારે બીજા કહે છે કે વૃત્તિ વિષયવિષયભાવમાત્રનું નિયમન કરનારી હોય તા અનિગત વિષય સુધી બહાર નહી ગયેલી) એવી પણ ઐન્દ્રિયક વૃત્તિને તેનું નિયમન કરનાર માનવામાં કઈ અતિપ્રસંગ નહીં આવે તેથી તેને (વૃત્તિના) નિગમને માનવામાં આવે છે તે વ્યર્થ બની જાય માટે તે વિષયવિષવિભાવ સંબંધ) અભિપ્રેત નથી. પરંતુ વિષયસંનિહિત જીવનૈતન્યની સાથે તાદાસ્ય પામેલી વૃત્તિનો વિષયની સાથે સંગ થતાં તેને (-વિષયસંનિહિત જીવચૈતન્યને) પણ તે દ્વારા (વૃત્તિ-વિષયસંયોગ દ્વારા) પરંપરા–સંબંધ પ્રાપ્ત થાય છે. તેથી તે જ ‘ચિદુપરાગ” (શબ્દ)થી કહ્યો છે. (એમ આ બીજા વિચારકોનું) કહેવું છે.
(વિવરણ-) પરોક્ષ વિષયના સ્થળમાં અનુમિતિ આદિ વૃત્તિથી ઉપહિત (ઉપાધિવાળા) જીવરમૈતન્યને અનુમેય આદિ વિષયો સાથે વિષયવિષયભાવ સંબંધ વૃત્તિના નિગમ વિના પણ સિદ્ધાંતમાં સ્વીકાર્યો છે. પક્ષ સ્થળમાં જેમ વૃત્તિના નિગમ વિના વિષય અને જીવ. ચૈતન્યને વિષયવિષયિભાવ સંબંધ માની શકાય તેમ અપરાક્ષ સ્થળમાં પણ માની શકાય, અને વૃત્તિના નિગમના અભાવમાં પણ જીવની વૃત્તિ જેને વિષય કરશે એ જ તેનાથી પ્રકાશિત થશે બીજે નહિ એવો નિયમ સિદ્ધ થશે; તેથી વૃત્તિને નિગમ ન માનવાથી અતિપ્રસંગદોષ (–ગમે તે વસ્તુ પ્રકાશિત થઈ શકશે એવો દોષ) રહેતું નથી. તેથી અહીં વૃત્તિજન્ય વિષયવિષયિભાવ સંબંધ અભિપ્રેત નથી. સંયેગાદિ સંબંધને પણ નિરાસ કર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org