________________
૧૧૦
सिद्धान्तलेशसंहः
એ ભાષના એવા અભિપ્રાય ઉપપન્ન છે કે બ્રહ્મ જ પેાતાની અવિદ્યા જે ભિન્ન ભિન્ન અન્તઃકરણરૂપે પરિણત થયેલી છે તેના વડે નાના જીવભાવ પ્રાપ્ત કરીને સંસાર પામે છે અને ક્રમે કરાંને પોતાની વિદ્યાથી મુક્ત થાય છે. આ ભાષ્યના આ વાકયને પક્ડી સખીને શ્રુતિ, સ્મૃતિ અને બન્ધ અને મુક્તિનું પ્રતિપાદન કરનાર ભાષ્ય અથ બદલી નાખવા યાગ્યું નથી. ઉપર્યુક્ત શ્રુતિ-સ્મૃતિ, ભાષનુ તાત્પર્યં નાનાજીવવા પરક નથી તેથી જીવેઘનુ નાનાત્વ સિદ્ધ થતું નથી એમ ન કહી શકાય કારણ કે એકજીવવાદમાં પણ તાપ ના અભાવ તુલ્ય છે—તેમાં એકજીવવાદનું પ્રતિપાદન છે એમ પણ નહીં કહી શક્ષય.
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે જીવની ઉપાધિભૂત અવિદ્યા એક છે તેથી જવ એક છે એમ સિદ્ધ થાય છે. એ દીક્ષ બરાબર નથી. ઉપર નિર્દિષ્ટ શ્રુતિ-સ્મૃતિ-ભાષ્યને અનુસરીએ તા અવિદ્યાના નાનાત્વના સ્વીકાર સંભવે છે. અવિદ્યાને એક કહેનાર શ્રુતિ દિતા જાતિના અભિપ્રાયથી તેમ કહે છે--અવિદ્યાએ અનેક હાવા છતાં તેની જાતિને ધ્યાનમાં રાખીને એકવચનના પ્રયાગ થયા છે એમ માનવું ઉપપન્ન છે. અને અવિદ્યા એક હોય તો પણ ‘હ્રાગૈાષિરયં ગીવ:' એ શ્રુતિ અનુસાર અન્તઃકરણાને જ જીવત્વની ઉપાધિ તીકે રવીકારી શકાશે એમ કહેવાના આશ્રય છે.
तेषु केचिदेवमाहुः – यद्यपि शुद्धब्रह्माश्रयविषयमेकमेवाज्ञानम्, तन्नाश एव च मोक्षः, तथापि जीवन्मुक्तावज्ञानलेशा नुवृत्त्यभ्युपगमेनाज्ञानस्य सांशत्वात् तदेव कचिदुपाधौ ब्रह्मावगमोत्पत्तौ अंशेन निवर्तते, उपाध्यन्तरेषु यथापूर्वमंशान्तरेरनुवर्तत इति ।
તેમાંના કેટલાક આ પ્રમાણે કહે છે :- જો કે શુદ્ધ બ્રહ્મ જેના આશ્રય અને વિષય છે એવુ એક જ અજ્ઞાન છે, અને તેનો નાશ એ જ મેાક્ષ, તે પણ જીવમુક્તિમાં અજ્ઞાનલેશની અનુવૃત્તિ સ્વીકારવામાં આવે છે તેથી તે સાંશ છે. (અ શેવાળું છે) અને તેથી ક્યાંક ઉપાધિમાં બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ થતાં અશથી નિવૃત્ત થાય છે અને બીજી ઉપાધિઓમાં પહેલાંની જેમ મીજા અશૈાથી તેની અનુવૃત્તિ રહે છે.
વિવરણ : અપ્પય્યદીક્ષિત નાનાજીવવાદમાંના મતભેદો દ્વારા બંધમુક્તિની વ્યવસ્થાનો રજૂઆત કરવાનુ આર ભે છે. નાનાજીવવાદમાં પણ જીવની અન્તઃકરણરૂપ ઉપાધિ છે એ પક્ષમાં મૂલ અજ્ઞાન એક હાવાથી શુષ્ક આદિને થયેલા તત્ત્વજ્ઞાનથી જ તે નિવૃત્ત થવું જોઈએ અને તેા પછી અત્યારે સાંસારની અનુપલબ્ધિ થવી જોઈએ. પણ એવુ તો થયું નથી. આ શંકાના ઉત્તર આપતાં કહે છે કે જો કે શુદ્ધ બ્રહ્મ જેના...'
જવ અને ઈશ્વર વિશિષ્ટરૂપ હાઈ કલ્પિત છે અને તે અજ્ઞાનના આશ્રય હાઈ શકે નહિ. તે જ રીતે શુદ્ધ બ્રહ્મમાં જ આવૃતત્વરૂપ અજ્ઞાનવિષયત્વ સભવે છે; શ્વરમાં પણ નહિ, કારણ કે તેની અન્ય જીવાની જેમ ઐપાધિક ભેદને લીધે જ અનુપલબ્ધિ સિદ્ધ થતાં જીવાની પ્રતિ ઈશ્વરના અજ્ઞાનથી આવૃત થવા રૂપ વિષયત્વની કપના વ્યર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org