SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ सिद्धान्तलेशसङ्ग्रह (બવ છેદપક્ષ સાથે શ્રુતિસૂત્ર વિરોધ નથી એટલું જ નહિ, ઊલટું કૃતિસૂત્ર તેનું સમર્થન કરે છે–) અને "ઘટથી સંવૃત (અવચ્છિન્ન) આકાશ હોય છે તો) ઘટને લઈ જવામાં આવતાં, ઘટ લઈ જવામાં આવે છે, આકાશ નહિ; તેવું આકાશની ઉપમા જેને આપવામાં આવી છે તે જીવનું છે, અને “અંશ છે, કારણ કે નાના (અલગ અલગ)ને ઉલ્લેખ છે” (બ્ર સૃ. ૨..૪૩) એ શ્રુતિ અને સૂત્રથી અવચ્છેદ પક્ષના જ ર છે. તેથી સવગત ચૈતન્યને અવચ્છેદ અન્તઃકરણદિથી અવશ્ય થવાનો છે તેથી આવશ્યક હેવાથી “અવચ્છિન્ન એ જીવ” એ પક્ષને (ચિંતક) પસંદ કરે છે. વિવરણ : આત્માને ભેદ ભાસે છે તે સમજાવવા શુતિ સૂર્યાદિના પ્રતિબિંબની ઉપમા આપે છે. વળી ૪ ૩ તુ મૃતાનાં મૂતે મતે ઘવયિતઃ | gધા વતૃ શૈવ હૃશ્યતે કવવત્ છે (ત્રહ્મવિહુઃ ૧૨) એક જ ભૂતાત્મા અલગ અલગ ભૂતમાં રહેલું છે. જલમાં પ્રતિબિંબિત ચંદ્રની જેમ એકરૂ૫ તેમજ બહુરૂપ દેખાય છે. હાં હાં પ્રતિરો વમવ, શાવ માન રોતિ એ શ્રુતિએ પણ રૌત ના પ્રતિબિંબનું કથન કરે છે એમ સમજવું જોઈએ. (ભૂત' એટલે બ્રહ્માથી માંડીને તણખલા સુધીની વસ્તુઓ.) એક બિંબ ઉપાધિ પ્રમાણે અલગ અલગ પ્રતિબિંબ તરીકે ભાસે છે એમ મુનિનું કહેવું છે. ચિદામાનું એકત્વ સ્વાભાવિક છે જયારે તેનું નાનાત્વ પાધિક છે એમ વિવક્ષિત છે, તેથી જ જલાદિમાં પ્રતિબિંબિત સૂર્યાદિની ઉપમા આપી છે. તેથી અવચ્છેદવાદ સ્વીકારતાં શ્રતિસત્રના વિરોધને દેવ આવશે. આ શંકાને ઉત્તર આપતા કહ્યું છે કે પ્રતિરૂપ શબ્દ પ્રતિબિંબને વાક નથી. કારણ કે વાયુના સંબંધમાં પણ પ્રતિરૂપ શબ્દનો પ્રયોગ છે અને વાયુનું તે પ્રતિબિંબ સંભવતું નથી. (વાયુÈો મુવ વિદો કાં તરવો વમવટ ૫૧૦ ઇત્યાદિ). તેથી પ્રતિબિ બ કે પ્રતિરૂપથી શું સમજવાનું છે તેને ખુલાસો સૂત્રકારે પિતે કર્યો છે જળમાં રૂપવાન સૂર્યાદિ ઝીલવાની યોગ્યતા છે અને તે પિતે રૂપવાન છે અને બિંબરૂપ સૂર્યાદિથી દૂર છે. જ્યારે ચિદાત્મા સર્વાગત છે તેથી ઉપાધિરૂપ અન્તઃકરણ તેનાથી દૂર હોઈ શકે નહિ અને અન્તઃકરણદિમાં આત્માનું પ્રતિબિંબ ઝીલવાની યોગ્યતા નથી. કારણ કે નથી તેનામાં કે નથી આત્મામાં રૂ૫, તેથી પ્રતિબિંબિત સૂર્ય અને ચિદાત્માની દષ્ટાન્ત અને દાષ્ટ્રતિક તરીકે ઉપપત્તિ નથી એમ બ્ર. સ. ૩.૨.૧૯માંનાં તુ શબ્દથી સમજાય છે. તેમ છતાં સૂત્રકાર કહે છે તેમ દષ્ટાંત અને દાષ્ટાતિકમાં સર્વસામ્ય ક્યાંય સંભવતું નથી કારણ કે એમ હેય તે દષ્ટાન્ત-દષ્ટતિકભાવને ઉચ્છેદ થઈ જાથ-એ અભિપ્રાયથી . સૂત્રકાર પોતે સામ્ય કેટલે અંશે સમજવાનું છે તે સમજાવે છે. જળરૂપ ઉપાધિનાં વૃદ્ધિ, હાસ, ચલન વગેરે પ્રમાણે સૂર્યનાં વૃદ્ધિ આદિ જણાય તે તે આધ્યાસિક છે, ભાન્તિસિદ્ધ છે. તેમ ચિદાત્મા બુદ્ધિ આદિથી અવચ્છિન્ન હેઈને બુદ્ધિ આદિ ઉપાધિમાં તેને અન્તભાવ છે તેથી હાથી વગેરેના શરીરમાં અન્તઃકરણું મોટું બને તે ચિદાત્મા જાણે માટે બને છે, મચ્છર વગેરેના શરીરમાં અન્ત:કરણ નાનું બને ત્યારે ચિદાત્મા જાણે કે ના બને છે, વગેરે. ઘણાવતાંવ જેહાયતી (બૃહદ્ ૪.૩.૭) એ શ્રુતિ અનુસાર બુદ્ધિ ધ્યાન કરતી હોય ત્યારે જાણે કે આત્મા ધ્યાન કરે છે, બુદ્ધિ ચાલતી હોય ત્યારે જાણે કે આત્મા ચાલે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy