________________
પ્રથમ પરિચ્છેદ
૯
અને (છતાં) પિતાની નજીક એવા રૌતન્ય પ્રદેશનું અન્તઃકરણમાં પ્રતિબિંબ કહેવું જોઈએ (-અંદર હોય કે વ્યવહિત હોય તેનું પ્રતિબિંબ પડી શકે નહિ માટે). તેથી અન્તઃકરણ તે તે જગ્યાએ જાય ત્યારે બિંબને ભેદ હોવાથી તેનું પ્રતિબિંબ પણ અવશ્ય ભિન્ન હોવાનું માટે દોષ તુલ્ય છે.
એવી દલીલ કરવી નહિ કે “જીવ અન્તઃકરણમાં પ્રતિબિંબરૂપ છે. એ (સંક્ષેપશારીરકારના) પક્ષમાં દેષ તુલ્ય હોવા છતાં “જીવ અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છે, અને જેમ જલાશયની ઉપર ગમનશીલ (અર્થાત મેઘના છિદ્રોમાંથી બહાર આવતો) એ પ્રકૃષ્ટ પ્રકાશ તેમાં (જલાશયમાં) વ્યાપતા મહા મેઘમંડલના પ્રતિબિંબની વિશેષ અભિવ્યક્તિનું કારણ છે, તેમ તે તે સ્થળે જતું અતઃકરણ (અવિદ્યામાં ચૈતન્યના પ્રતિબિંબરૂપ) જીવની ત્યાં ત્યાં વિશેષ અભિવ્યક્તિનું કારણ છે–એ પક્ષમાં આ (કૃતહાનિ અને અકૃત-અભ્યાગમનો) દોષ નથી; કારણ કે અન્તઃકરણની જેમ અવિદ્યાન ગતિ નથી તેથી પ્રતિબિંબનો ભેદ નહી મન પડે.”
(આવી દલીલ કરવી નહિ, કારણ કે, તેવી જ રીતે અવચ્છેદપક્ષમાં પણ “અવિદ્યાથી અવછિન તે જવ” એમ સ્વીકારી શકાય; અને તેમાં (અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ એ પક્ષમાં પણ એક જીવને કોઈક પ્રદેશમાં કત્વ અને અન્ય પ્રદેશમાં ભેન્દુત્વ એવા કૃતહાનિ આદિ દોષને દૂર કરવા માટે વસ્તુતઃ જીવના ઐયનું શરણ લેવું પડે છે, તેથી તે ન્યાયથી અન્તઃકરણ ઉપાધિ છે એ પક્ષમાં પણ વસ્તુતઃ ચૈતન્યના અકત્વને અને તેને અવછેદક ઉપાધિના એક્યને આધાર સ્વીકારીને તે દોષનું નિરાકરણ સંભવે છે.
વિવરણઃ પ્રતિબિંબ પક્ષ અને અવછેદપક્ષ બંનેમાં કૃતહાનિ અને અકૃત-અભ્યાગમને દેવ સમાન છે. બંને પક્ષમાં એવો પ્રસંગ આવી પડે છે કે જે જીવ કમ કરે તેને એનું ફળ ન મળે અને બીજા છ કમ ન કર્યું હોય તેને એનું ફળ પ્રાપ્ત થાય. પ્રતિબિંબ પક્ષમાં અન્તઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય તે જીવ. હવે અન્તઃકરણ ગતિશીલ છે અને મૃત્યુ પછી તે શરીરમાંથી નીકળી અન્યત્ર જાય છે ત્યારે ત્યાં સન્નિહિત ચૈતન્યપ્રદેશનું પ્રતિબિબ તે જીવ બને છે જેને ફળ મળે છે. તે ચૈતન્યપ્રદેશરૂપ બિંબ જુદાં હોવાથી તે પ્રતિબિંબરૂપ છવ જુદા હોવાના. જે દોષ અવચ્છેદપક્ષમાં બતાવ્યું કે જુદા જુદા ચૈતન્યપ્રદેશ અવચ્છિન્ન બનશે તેથી કમ કરનાર છવ અને ફળ ભોગવનાર જીવ જુદા હશે અને કૃતિહાનિ અને અકૃત-અભ્યાગમને પ્રસંગ આવી પડશે તે પ્રતિબિંબ પક્ષમાં પણ છે. જે દોષ બંને પક્ષમાં છે તેને વાધે એકની જ સામે લઈ શકાય નહિ.
એવી દલીલ કરવામાં આવે કે “અવિદ્યામાં ચૈતન્યનું પ્રતિબિંબ તે ઈશ્વર અને અન્તઃકરણમાં તન્યનું પ્રતિબિંબ તે જીવ એ સંક્ષેપશારીરકકારના મતમાં કદાચ આ દેષ હોય પણ વિવરણદિના મતમાં દોષ નથી. તે તે જલાશની ઉપર ગમનશીલ અર્થાત વાદળના છિદ્રોથી બહાર નીકળતે પ્રકૃષ્ટ પ્રકાશખંડ જલાશયને વ્યાપીને રહેનાર મહામેઘમંડલપ્રતિબિંબની વિશેષ અભિવ્યક્તિને હેતુ છે તેમ તે તે જગ્યાએ આ લેમાં અને પરલમાં કર્તા તરીકે, ભક્તા તરીકે વગેરે વિશેષ અભિવ્યક્તિનું કારણ અન્ત:કરણ છે. અવિદ્યાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org