________________
न वैष दोषः। किं कारणम्। प्रसङ्गसामर्थ्यात्। प्रसङ्गसामर्थ्याच्च विधिर्भविष्यत्यन्यत्र प्रतिषेधविषयात्। प्रतिषेधसामर्थ्याच्च प्रतिषेधोर्भ विष्यत्यन्यत्र विधिविषयात् ॥ तदेतत्क्व सिद्धं भवति। याऽप्राप्ते विभाषा। या हि प्राप्ते कृतसामर्थ्यस्तत्र पूर्वेण विधिरिति कृत्वा प्रतिषेधस्यैव संप्रत्ययः स्यात् । कथम्। विभाषेति महती संज्ञा क्रियते। संज्ञा च नाम--
અથવા એ દોષ નહીં આવે.શા કારણે ? પ્રસંગને પ્રતાપે એટલે કે વિધાન કરવામાં આવેલું હોવાથી વિધિ થશે, કારણ કે તે સિવાયનાં સ્થળે) પ્રતિષેધનો અમલ થાય છે અને પ્રતિષેધને પ્રતાપે પ્રતિષેધ થશે, કારણ કે તે સિવાય (નાં સ્થળે) વિધિનો અમલ થાય છે. એ (જે કહ્યું, તે ક્યાં સિદ્ધ થાય છે? જે અપ્રાપ્ત વિભાષા1 હોય તેમાં, પરંતુ જે પ્રાપ્ત વિભાષા છે તેમાં પૂર્વ સૂત્રને કારણે વિધિ અમલી બન્યો હોવાથી ત્યાં પ્રતિષધનો જ બોધ થાય છે.268 એ (સ્થળે) પણ (વિકલ્પ) સિદ્ધ થાય છે. કેવી રીતે ? આ વિમા એ પણ મોટી સંજ્ઞા કરવામાં આવી છે, પરંતુ એ સંજ્ઞા તો
265 ભાગમાં પ્રસ* શબ્દ છે તેને પ્રસંતે તિ પ્રસરા અર્થાત્ વિધિ એ રીતે નાગેશ સમજાવે છે. આમ જેનું વિધાન કરવામાં આવે તે વિધિ એ જ પ્રસંગ . 266 તેથી અમુક સ્થળે એક સમયે વિધિના પ્રતાપે કાર્ય થશે એટલે કે વિધિ થશે. જયારે તે જ સ્થળે અન્ય સમયે અર્થાત્ જયારે વિધિ પ્રમાણે કાર્ય ન થતું હોય ત્યારે, પ્રતિષધ પ્રમાણે કાર્ય થશે એટલે કે વિધિ પ્રમાણે જેનું વિધાન કરવામાં આવ્યું હોય તે કાર્ય નહીં થાય. આમ વિધિ અને પ્રતિષેધ પર્યાયપૂર્વક (વારાફરતી) પ્રવૃત્ત થશે. 267 * વિધિ અને પ્રતિષેધ પર્યાયપૂર્વક થશે’ એમ જ કહ્યું તે ક્યાં થશે પ્રશ્નનો આ ઉત્તર છે . જયારે જયાં કાર્યને લગતી વિધિ ન હોવાથી કાર્ય થતું ન હોય, એટલે કે કાર્યની પ્રાપ્તિ ન હોય- અપ્રાપ્ત હોય, છતાં વિભાષા કરવામાં આવે ત્યારે એટલે કે અપ્રાપ્ત વિભાષામાં, ઉપર નોધ (૨ ૬૩) માં કહ્યું તેમ નિષેધ ઉપરથી વિધિનું અનુમાન કરવામાં આવે છે, કારણ કે જો કાર્ય થતું જ ન હોય, એટલે કે તેને લગતો વિધિ હોય જ નહીં તો તેનો પ્રતિષેધ અર્થહીન છે. આથી અપ્રાપ્તરિભાષા હોય ત્યાં જે કાર્યનો નિષેધ કરવામાં આવ્યો હોય તેને લગતો) વિધિ હોવો જોઇએ એમ અનુમાન કરવું પડશે. ત્યાર પછી વિધિ અને પ્રતિષધ પર્યાયપૂર્વક વારાફરતી થશે. 268 ‘ા દિ ખાતે વિમાષા એમ જે કહ્યું છે તેમાં ભાગકાર કેવળ પ્રાપ્તરિભાષા તેમ જ ઉભયત્રવિભાષા (એટલે કે પ્રાપ્તાપ્રાપ્તવિભાષા)ને અનુલક્ષીને કહ્યું છે (નાગેશ). આમ કહેવાનું કારણ એ છે કે પ્રાપ્તવિભાષામાં અર્થાત્ જયાં વિધિને કારણે કાર્ય પ્રાપ્ત થાય જ છે ત્યાં જો વિકલ્પ કરવાનો હોય તો પાક્ષિક પ્રતિષેધ કરવાથી વિકલ્પ થઇ શકશે.પરંતુ અપ્રાપ્તવિભાષામાં જો વિકલ્પ કરવાનો હોય તો સ્વાભાવિક રીતે જ કાર્યની પ્રાપ્તિ વિના પ્રતિષેધનો પ્રયોગ ન થઇ શકે તેથી તે સ્થળે પાક્ષિક વિધિ કરવાથી વિકલ્પ સિદ્ધ થઈ શકશે.આથી પ્રતિષેધ કરવાની જરૂર નથી (જા.).આમ પ્રાપ્તમાં અને અપ્રાપ્તમાં જો વિકલ્પ કરવાનો હોય તો કેવળ વા શબ્દનું ગ્રહણ કરવાથી તે થઇ શકશે. આથી વિમાથી સંજ્ઞા કરવાનો કોઈ અર્થ નહીં રહે. એ શંકાને લક્ષમાં રાખીને (ના) કહે છે કે અહીં ઉભયત્ર વિભાષાનો ઉલ્લેખ છે, કારણ કે તેમાં કેટલાક ભાગમાં વિધિ પ્રાપ્ત હોય છે અને કેટલાકમાં તે અપ્રાપ્ત હોય છે. ઉપર જોયું કે કેવળ પ્રતિષેધ હોય ત્યાં તેને બળે વિધિનું અનુમાન થાય છે, પરંતુ જયારે સૂત્રદ્ધારા વિધિ કરવામાં આવેલ હોય ત્યાં પ્રતિષેધની એ શક્તિ રહેતી નથી, કારણ કે ત્યાં વિધિ પ્રબળ છે. પરિણામે તે સ્થળે એટલે કે પ્રાપ્ત વિભાષામાં વિધિની કલ્પના કરવાની રહેતી નથી તેથી ત્યાં પ્રતિષેધનો જ બોધ થશે. 269 મહતી સંજ્ઞા - સૂત્રમાં વા (વિકલ્પ) અને (પ્રતિષેધ) એ બન્ને વિભાષા સંજ્ઞાના સંજ્ઞીઓ છે . આમ બન્નેની સંજ્ઞા હોવાથી વિમાકા ને મહતી સંજ્ઞા કહી છે. જે પ્રતિષેધ જ સંજ્ઞી હોત એટલે કે વિભાષા સંજ્ઞાદારા માત્ર 7 શબ્દનો અર્થ (એટલે કે પ્રતિષધ) જ સૂચવાતો હોય તો જયાં જયાં પ્રતિષેધ કરવાનો હોય ત્યાં ત્યાં સૂત્રકારે ન એમ કહ્યું હોત. તેથી પ્રતિષેધનો અર્થ દર્શાવાઇ જાત. પરિણામે વિભાષા સંજ્ઞા કરવાનો કોઈ અર્થ ન રહેત.આમ થવાથી નવા એ નિપાત સમુદાય (ના અર્થ) ની વિભાષા સંજ્ઞા કરવામાં આવી છે. આથી પ્રાપ્ત વિભાષામાં વિકલ્પ અને પ્રતિષેધ બન્ને ઉપસ્થિત થશે કારણ કે ન એ નિષેધરૂપ ધર્મથી વિશિષ્ટ શબ્દ અને વા એ વિકલ્પરૂપ ધર્મથી વિશિષ્ટ શબ્દના સમુદાય નવા ના નિષેધ અને વિકલ્પ રૂપ અર્થની વિભાષા સંજ્ઞા કરવામાં આવી છે. પરંતુ માત્ર અપ્રાપ્ત વિભાષામાં કાર્ય પ્રાપ્ત નથી તેથી પ્રતિષેધની પ્રવૃત્તિ હોતી નથી. પરિણામે તે તે વિભાષા પ્રદેશોમાં માત્ર વિકલ્પ જ ઉપસ્થિત થશે, કારણ કે ત્યાં કાર્ય અપ્રાપ્ત હોવા છતાં વિભાષા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org