SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 693 હીઃ દલનાયકની સુણી વારતા, રાજાઈ કરી વીચાર; કુમારની ખબર જોયવા, રાયે મુકો અશ્વવાર. રાજકુમરી લેઈ કરી, આવ્યા નગર મઝાર; પાય પ્રણમી સાસુતણા, દીદ્ધો ગરથ અપાર. ઢાલ - ૧૩, રાગ-માસણી. રાજા મન ઉચાટ રે કુમર નીરખવા, કુમર તણી કોઈ સુદ્ધ કહે એ; એ પુત્રતણો વીજાગ રે માતાને મન ઘણો, કુમર તણી વાટ જોઇ રહે એ. ૧ લોકતણે પુછે વાતડી રે કુમરની, કોઈ લો ઉપગાર માની સહુ તેહણો એ; આપુ લાખ પસાય રે સોવન દીઉં, જીભડી દારીન્દ્ર દુર કરુ હુ તેહણો એ. ૨ એક કહે “ભુલો પંથ રે રથ ખેડીઓ, અટવીમાહે આવિઓ એ; એક કહે અટવીમાહે રે ભય મોટા સહી, કુમરણે જીવ વીણાસીઓ એ. ૩ એક કહે કેસરી તાહે રે વનમહિ રહે, તે કયાંથી આવી સકે? એ; વલી રહે છે વનમાહે મયમત્ત મોટકો, તે આગલ ચસકી નવી સકે એ. ૪ ઈમ સહુ કો કરે વીચાર રે રાત-દીવસ, વલી વનમાહે જોતા ફરે એ; વિસ્તરી વાત વીસેષ રે દેશ-વિદેશમાં, કુમરણી ખબર તે કરે એ. પ ઇણે અવસર રથ એક રે દીઠો, આવતો સીધ્રપણે આવે વહી એ; સરવર કેરી પાલ આવિ ઉતરીઓ, ઓલખો કુમરણે સહી એ. ૬ રાય ભુવનમાં તે દોડતા આવિયા, વધામણી ખીદ્ધી રાજા ભણી એ; અગડદત્ત કુમાર પ્રભુજી! આવીયા', ખબર પામ્યા જસનતણી એ. ૭ ૧. ભેટ-સોગાદ, કૃપાદાન. ૨. ઉત્સવની, આનંદની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy