________________
અગડદત્ત રાસ
691
હવે પરણી જ રાજકુમારી, વાત સુણજો તે સુવીચારિ; પંથ વહે સુવિચારી હો ભવયણ. કુમરાણી તે જુઈ છે વાટ, સ્વામી વીના તે કર ઉચાટ; પંથ વહે છે દલ ઘાટ હો ભવીયણ. વસંતપુર પોહતો જીણી વાર, ખબર પોહતી રાજદુઆર; હરખી ધારણી નાર હો ભવીયણ. વાજીત્ર નીસાણ વજડાવે, ઉછવ તીહાં રાજ કરાવે; કુમરણે સામો આવે તો ભવાયણ. ઉછવ સહીત રાજા આવે, કુમર ના દિઠો નજર ન આવે; તવ દલનાયકને બોલાવે તો ભવિયણ. કટક દીસે અતિ સનુર, ચાલતુ દીસે પાણીને પુર; કુમર ના દીસે સૂર હો ભવીયણ. કુમરનું મુખડુ દેખાવો, ગોપવી રહ્યો તીહાંથી તેડાવો; સીધ્રપણે તમો જાવો હો ભવીયણ. રાજાની ઈમ સાંભલી વાણી, દલનાયક બોલો અવસર જાણી; “સાંભલ તુ ગુણ ખાણી હો રાજા. સીખ દીદ્ધી સસરે તીણીવાર, દેશ દિદ્ધા ચંપાપુર બાર; તીહાં સુધી હતા કુમાર હો રાજા. “હું જાઇસ નગર મઝાર, એકાકી પણ ખેડા કુમાર; હુ જાઇસ ગુસ્સે દરબાર” હો રાજા.
૧. સૈન્ય. ૨. સમૂહ. ૩. સેનાપતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org