________________
અગડદત્ત રાસ
કોલાહલ તવ નગરમાં પડીઓ, લોક તે આકુલ્યા થાઇ; બાલ ગોપાલ ઇણે પીરે જંપે, મયગલ સાહો ન જાઇ.
ઝાલી ન સકે કોઇ તેહણે, માડો અતિ ઉતપાત; બુંબડી પાડતો આવો અનુચર, રાજાને કહે વાત.
કરે વિચાર રાજા મનમાં, ‘એ હસ્તિ વશ્ય કીમ નાવે?'; સુરા વીરા તે સવિ હારા, સામો કોઇ ન થાવે.
પડો વજાવે નગર મઝાર, ‘હાથિને કો વસ નાવે; તેહણો ઉપગાર માણસું અમે, લાખ પસાય તે પાવે.’
પડહો વજાવતો આવો તે હવે, કુમર આવો ધાઈ; લોક દેખીને કુમર બોલે, ‘એ સ્યું છે? કહો તુમે ભાઇ!’.
‘ગજ છુટો છે કિમ વસ નાવે, કારણ એહ જ ભાઇ!; એહવો બલીઓ કો નથી દીઠો, ગજણે પકડે જે ધાઈ.’
કુમર કહે ‘ખબર કરો નૃપણે, વશ્ય કરુ હુ ગજરાજ’; લોક કહે ‘ભાઈ તુ હી જ બલીઓ, પરજાનુ દુખ કરો તાજ’.
કુમર ૪ઓઠો વિણા ગ્રહીને, આવો બાજારમાહે; હાથિ ઉભો મોહલને હેઠે, સામ્યો જાઇ ત્યાહે.
હાથિને હલકારો રે કુમરે, બેસીને વેણ વજાડી; સબદ સુણીને થંભ્યો હાથિ, સાંભલ પકણા જ માડી.
વાઉ રે રાગ કેદારો મારુ, પરજીઓ મધુરે ટેપે; જીમ બંદુ સુધારસ છુટે, એક એક ટેખે ટેપે.
૧. પકડાતો નથી. ૨. પ્રજાનું. ૩. નાશ, ત્યાગ. ૪. ઉઠ્યો. ૫. કાન માંડ્યા. ૬. રાવિશેષ.
Jain Education International
For Personal & Private Use Only
૭ હવે
૮ હવે
૯ હવે
૧૦ હવે
૧૧ હવે
૧૨ હવે.
૧૩ હવે
૧૪ હવે
૧૫ હવે
૧૬ હવે
661
www.jainelibrary.org