SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ 634 શાંતસૌભાગ્યજી કૃતા દુહાર કુમર વલતો બોલીઓ, કર જોડી કહે તામ; “સુરસેણ પીતા મુઝ તો, હુ પુત્ર તેહણો સ્વામી!” વિપ્ર વલતો બોલીઓ, ખબર કહો મુઝ આજ; કુલ-ખેમ છે મીત્રને, શું કરે છે કાજ?' કુમર વલતો બોલીઓ, નયણે આસું ભરાઈ; મુઝ પીતણી વાતડી, મુઝ મુખે કહી ન જાઈ.” દુખ ભર છાતિ ફાટતી, વચ-વચ નાખે નીસાસ; પીતાતણી જે વાતડી, ભાખે વિપ્રણે તાસ. ઢાલઃ ૭, હુ વારિ રંગ ઢોલણી-દેશી. કુમાર કહે “સુણો વિપ્રજી! હો રાજ્ય, મુઝ પીતા કેરી વાત ગુરુજી મોરા સાંભલો; સુભટ સહસ ભજે એકલો હો રાજ્ય, પણ ધરાવતો વીખ્યાત ગુજી.. ૧ તેહસું જુદ્ધ માંડ્યો વલી હો રાજ્ય, રાજાઈ હકમ વલી દીધ ગુરુજી; જુદ્ધ કરાતાં તેહસું હો રાજ્ય, મર્મનો ઘા તેણે કીદ્ધ ગુરુજી.. ધન સઘળું વલી તેણે હો રાજ્ય, આપુ મુઝ પીતાતણું તેહ ગુરુજી; એક સમાચાર પ્રવત્ય છે હો રાજ્ય, મુઝ પીતા વલી એહ ગુજી. ૩ વિદ્યા ગ્રહવા તુમ કણે હો રાજ્ય, આવ્યો છું માહારાજ! ગુરુજી; આસ્યા કરીને હું આવિઓ હો રાજ્ય, બાહ ગ્રહેકી લાજ” ગુરુજી૦. ૪ ધીરજ દીધી વિપ્રે વલી હો રાજ્ય, ચિંતા ન કરો કુમાર ગુરુજી; બહાં સુખ હોસે તમને વલી હો રાજ્ય, હવે તુઠા કિરતાર” ગુરુજી૦. ૫ ૧.વચ્ચે-વચ્ચે. ૨.પ્રવર્યા છે, ફેલાયા છે. ૩.પકડ્યાની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy