________________
અગડદત્ત રાસ
475
હાથી દોડ હરાવીય રે લાલ, મારે અંકુશ માથ મદ0; બલ છોડે વિદ્ગલ હૂયઉ રે લાલ, હુય કુમરનઈ હાથ મદ. ૧૧ રાજા, ખેલાય બહુ ખાંતિશું રે લાલ, કાઢ્યઉ ગજરઉ ઉકાસ મદ; લોકો અચરિજ ઊપનઉ રે લાલ, “એહ કવણ અસહાસ?” મદ..૧૨ રાજા મહુર રાજારે માણસે રે લાલ, રાજાનું કહ્યઉ જાય મદ0; “એકણિ પરદેસી ગ્રાઉ રે લાલ, હાથી હાર મનાય” મદ0. ૧૩ રાજા, રાજા જિતશતું રીઝીય રે લાલ, સાંભલિ ઇસઉ સપ મદ0; જાય બુલાવઈ જોય જઈ રે લાલ, કુણ જુવાન? કિણ પ’? મદ..૧૪ રાજા, માંહિ બુલાયેઉ આવીય રે લાલ, કુંઅર ઘણું સકલાપ મદ; ભુજનું નૃપ ભીડે મિલ્યઉ રે લાલ, નિકટ બUસાર્યઉ આપ મદ૦ ૧૫ રાજા, વિનય કરી નૃપ વેધીયલ રે લાલ, સખરી લુલિત સુજાણ મદ0; ઉત્તમકુલના ઊપના રે લાલ, વિનયતણઉ વાખાણ મદ.. ૧૬ રાજા, મોટા મેહ નમેઈ સદા રે લાલ, તરુ પિણ નમઈ તિમીવ મદ0; માનવ તિમ મોટા ચિકે રે લાલ, સહજઈ નમઈ સદીવ મદ0. ૧૭ રાજા, રાજા મનમઈ ચીંતવ્યઉ રે લાલ, ઉત્તમ માનવ એહમદ0; ઉત્તમ તુરત પિછાણી રે લાલ, ધૃત ગતિ મતિ કરિ દેહ મદ. ૧૮ રાજા, વય છોટઉ મોટી ગુણે રે લાલ, તેજ પુંજ અવતાર મદ;
રતનચિંતામણિ સારિખ રે લાલ, એ છઈ રાજકુંઆર મદ. ૧૯ રાજા, કવિરઃ
અંકુશી તન બિન હોય તો હિવ સિતાસુ મતંગહ, તનકચક્ર વર હોઈ તદપિ ભજઈ ગિરિ પંખહ;
૧. નડતર, આડખીલી. ૨. સાહસ. ૧. ટી =તિમ+ઈવઃસ્વર પૂર્વે સ્વર લોપથી સંધિ કરી છે. ૪. જે કોઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org