________________
અગડદત્ત રાસ
દૂહા
.
ઇણિ અવસરિ તિહાં આવીયો, પુન્યતણઇ પરમાનિ; ગગનમાગિ ચાલતુ, ખેચરતણુ વિમાન.
તિણિ થાનકિ ઊભો રહઇ, દેખી અસંભમ વાત; કુમર પ્રતિ પૂછઇ તદા, ચિત્ત કરી અવદાત.
કહઇ ‘ઉત્તમ! કિનિ કારણિ, કરઇ તું આતમઘાત?; જીવિત નર સુખ લહઇ વલી, કીરતિ જસ વિખ્યાત’.
ચોપઇઃ મલ્ચરમાંહિ.
ઇમ પૂછઇ ખેચરયુગ યદા, વલતુ બોલઇ કુંઅર તદા; ‘વિરહતણો દુખ મુઝ મનિ દહઇ, તેહની વેદન કો વિ લહઇ.
પ્રાણથકી વલ્લભ માહરઇ, એ નારી વિણ ખિણ નવિ સરઇ; ઘણી વાર ઇણિ થાનકિ સહી, ક્રીડા કીધી વનમાં રહી.
આજ લહિઉ મોટઉ સંતાપ, આવી હંસ દીઇ મહાસાપ; નાગવિષ દેહી સંચરઇ, મુઝ નારી પુહતી યમઘરઈ. પ્રગટિઉ અશુભ-ઉદય મુઝ આજ, એ વિન જીવિત કેહે કાજ?; એ સાથઇ મઇં આપ્યાં પ્રાણ’, વાણી એહવી વદઇ અજાણ.
સુની ખેચર બોલઇ તવ હસી, ‘મૂરખ! કરઇ વિમાસણ કિસી?; જીવતું નર પામઇ કલ્યાણ, જિમ સુખ પામિઉ ભાનુ પ્રધાન.
પુનરિપ વલી પામી સરસતિ, જુ જીવિત ધારિઉ શુભમતિ; ખિણ એક રહઇ તું ધીરજ ધરી, ' ઇસી વાણિ ખેચરિ ઉચરિ. પરદુખ દેખી જે દુખ ધરઇ, તસ મુખ દેખી લોચન ઠરઇ; વિદ્યાધર આણી ઉપગાર, જલ અભિમંત્રી દીધી ધાર.
Jain Education International
For Personal & Private Use Only
૬૨૬
૬૨૭
૬૨૮
૬૨૯
૬૩૦
૬૩૧
૬૩૨
૬૩૩
૬૩૪
૬૩૫
413
www.jainelibrary.org