________________
અગડદત્ત રાસા
351
૧૩૦
દૂહાઃ
ઈમ ચીંતવતુ આવીલ, દેખઈ પંડિત તામ; મનહ મનોરથ મુઝ ફલ્યા, સીધા સઘલાં કામ.
૧૨૮ એક પુરષ તવ આવતો, સાતમો દેખઈ કુમાર; કવણ નામ પંડિત તણો? ભાખો એહ વિચાર’.
૧૨૯ તવ તે કુમર પ્રતિ કહઈ, “સુણિ પથીકના જન વાત; પવનચંડ નામ ભલો, દેશ વિદેસ વિખ્યાત. રાજકુમાર ઈહાં નિત કરઈ, શસ્ત્ર-શાસ્ત્ર અભ્યાસ; દાન-માન ભૂપતિ દીઇ, પૂરાં પંડિત આસ’.
૧૩૧ ઢાલઃ ૮, રાગ-મલ્હાર, દેસીનવવાડિની જિનવરજી ઈમ ઉપદિશઈ-એ દેશી.
આવઈ કુમર વિપ્ર મિંદિરઈ, હરખ ધરી મનમાહિ મેરે લાલ; પંડિતનાં પ્રણમી કરી, બઈઠો અતિ ઉછાહિ મેરે લાલ. ૧૩૨ સુણયો ભવીયણ! પુન્યતણા ફલ, કરયો મનની ખંતિ મેરે લાલ; પુન્ય થકી તલઈ આપદા, મંગલ કોડિ લહતિ મેરે લાલ. ૧૩૩ સુણયો. પુન્ય હોઈ જવા પાધરું, તવ સીઝઈ સવિ કાજ મેરે લાલ; દુખ દાલિદૂ દૂરિ ટલઇ, નવિ લોપઈ કોઈ લાજ મેરે લાલ. ૧૩૪ સુણયો. સરિખી વય સરિખી કલા, રુપમાં હરાવઈ કામ મેરે લાલ; કલા અભ્યાસ કુમર કરઈ નિત, દેખી હરખઈ તામ મેરે લાલ. ૧૩૫ સુણયો.
યત : हंसा रज्यन्ते सरे, भ्रमरा मन्ते केतकीकुसमे । चन्दनवने भुजङ्गमाः, सरसा सरसेन रज्यन्ति ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org