________________
શ્રી અગડદત્ત રાસમાલા
‘અગડદત્ત! કાંઈક સમજાય એવી તો વાત કર’ પિતાએ કહ્યું.
અને અગડદત્તે રાતની બનેલી શોકપૂર્ણ અને પછીથી ચમત્કારપૂર્ણ ઘટના કહી.
મહારાજા અને મહારાણી અવાચક બની સાંભળતા જ રહી ગયા. મહારાણીએ કુળદેવીઓનો ને પરમાત્માનો આભાર માન્યો.
અગડદત્ત પણ નવી જિંદગી મળ્યાના આનંદમાં નવા જ ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવવા
લાગ્યો.
137
મહારાજાને પણ ફરીથી આવું ન બને એની ચિંતા થવાથી કાયમ અગડદત્તની સાથે ને સાથે જ રહે એવા સુભટોની ગોઠવણ કરી દીધી.
માતા-પિતા પોતાની ઉપર આટલો બધો પ્રેમ રાખે છે. એ હકીકતથી અગડદત્તમાં માતા-પિતા પ્રતિનો બહુમાનભાવ અત્યંત વૃદ્ધિ પામ્યો. માતાના ચરણ પ્રક્ષાલનમાં જ એને પવિત્ર તીર્થજલના દર્શન થાય છે. તો પિતાની આજ્ઞા શિરોધાર્ય કરવા એ હંમેશા તત્પર રહે છે. તેના માટે પિતાની આજ્ઞા સૌથી વધૂ મુલ્યવાન બની ચૂકી હતી.
એક વખત રાજસભામાં રાજકાજની વિવિધ વાતો ચાલી રહી હતી. પ્રતિહારે સભામાં પ્રવેશ કરી રાજાને પ્રણામ કર્યા.
‘મહારાજાનો જય હો! વિજય હો!'
‘કેમ આવવું થયું?’
‘મહારાજ! ઉત્તરાપથથી મહાઋદ્ધિમાન એવો ઘોડાઓનો મોટો સોદાગર આવ્યો છે. આપની કૃપા દૃષ્ટિ ઝંખે છે.’
‘ભલે! એને પ્રવેશ આપો.’
મહારાજાની આજ્ઞા મળતા પ્રતિહાર બહાર જઈ તે વેપારીને રાજા સમક્ષ લઈ આવ્યો, વેપારીએ ભેટણું ધરી રાજાને વિનંતિ કરી.
‘રાજ! અનેક દેશોમાં પરિભ્રમણ કરતો કરતો હું અહીં આવ્યો છું. અશ્વોને સારી શિક્ષા આપી તૈયાર કરવા અને જાતિવંત અશ્વો ખરીદવા તથા વેચવા એ મારો મુખ્ય વ્યાપાર છે.’
‘આપ કૃપા કરો તો આ નગરમાં પણ હું વ્યાપારાર્થે રોકાઈ શકુ’
‘ખુશીથી રોકાઓ વિણવર!.’ ‘પરંતુ એ તો બતાવો તમારી પાસે હમણાં અશ્વો કેવા છે?’ ‘રાજ! આપ જાતે જ પધારો તો મોટો ઉપકાર થશે.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org