________________
જ ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ-પૂના.
આ જ્ઞાનભંડારોએ ઉદારતાપૂર્વક હસ્તપ્રત-કોપી આપી.
આ જ્ઞાનભંડારોએ સૈકાઓ જૂનો મૃતવારસો સંગ્રહિત અને સુરક્ષિત રાખ્યો, એ શ્રુતવારસો અવિચ્છિન્ન રહે એવી ઉદાત્તભાવનાથી હસ્તપ્રત કોપીઓ આપી. અમારા કાર્યમાં ઉત્સાહ વધાર્યો છે.
શ્રીયુત્ શ્રાવકવર્ય શ્રતોપાસક બાબુભાઈ સરેમલજી શાહ કે જેમણે જ્યારે જ્યારે સંદર્ભગ્રંથોની જરૂર પડી ત્યારે ત્યારે એ ગ્રંથો મેળવી આપ્યા. જુદા-જુદા જ્ઞાનભંડારોમાંથી હસ્તપ્રત-કોપી મેળવવામાં પણ અમૂલ્ય સહાયક બન્યા.
શ્રી જયશ્રીબેન મહેશભાઈ શાહ (સુરેન્દ્રનગર) જેમણે પોતાની આગવી સુઝ અને ખંતપૂર્વક પૂના, વડોદરા તથા અમદાવાદથી હસ્તપ્રત કોપીઓ મેળવી આપી.
શ્રાવકવર્ય શ્રી મધુકાન્તભાઈ વેલજીભાઈ છેડા જેમણે દીલ્હી તથા પૂનાથી ખૂબ મહેનત કરી હસ્તપ્રત કોપીઓ મેળવી આપી.
પૂ. દાદા ગુરુદેવ વિજય કનકસૂરીશ્વરજી મ.સા. ના ૫૦ માં સ્વર્ગારોહણ વર્ષના પ્રારંભનું ચાતુર્માસ એટલે વિ. સં. ૨૦૬૮ નું ચાતુર્માસ દાદા ગુરુદેવની અંતિમભૂમિ ભચાઉ નગરે નક્કી થયું. પૂ. દાદા ગુરુદેવની કાયમી સ્મૃતિ અર્થે “શ્રી વિજયકનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા"નો શુભારંભ કરવાની ભાવના જાગી. ચાતુર્માસના ઉપલક્ષમાં શ્રી ભચાઉ વીશા ઓશવાળ જૈ. મૂ.પૂ. જૈન સંઘે ગ્રંથમાળાના પ્રથમ પુસ્તક-“શ્રી અગડદત રાસમાળા'ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લઈ પૂજ્યશ્રીના ઉપકારોનું ઋણ અદા કરવાનો પ્રશસ્ત પ્રયત્ન કર્યો છે.
આ સર્વના અમો ઋણી રહેશે. સર્વની સહાયતા વિના આ સંપાદન કાર્ય થઈ શકે તેમ ન હતુ.
અગડદત્તરાસમાળા' નું સાંગોપાંગ અવલોકન કરીને વિદ્વર્જનો એમાં રહેલી ઉણપ અને ક્ષતિઓ માટે ટકોર કરશે તો ફરી વખતનું સંપાદન સમૃદ્ધ, સંપૂર્ણ અને સુંદર બનશે.
દેવ-ગુરૂની આજ્ઞા વિરૂદ્ધ કે ગ્રંથકારોના આશય વિરૂદ્ધ કોઈ પ્રરૂપણા થઈ ગઈ હોય તો તેની ક્ષમાયાચના કરૂ છું.
મુનિ તીર્થભદ્ર વિજય ગણિ. શ્રી તારંગા વિહાર ધામ- ચૂલી
૨૦૬૮ - વૈ.વ.૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org