________________
પ્રસ્તુત સંપાદન કરતી વેળાએ પૂજ્ય કનકસૂરિદાદાના દિવ્ય આશિષની અનુભૂતિ સતત થઈ રહી છે. ભદ્રમૂર્તિ પરમ પૂજ્ય આ.દે. શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા અધ્યાત્મયોગી પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આશિષ પણ નિરંતર વર્ષી રહ્યા છે.
વર્તમાનગચ્છનાયકપરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.તથા ગચ્છહિતચિંતક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ તથા અનુજ્ઞાથી પ્રસ્તુત સંપાદન થયું છે.
પૂજ્ય કનકસૂરિદાદાની સ્મરણાંજલિ નિમિત્તે આ વિષયમાં પ્રથમ વાર જ પ્રવેશવાનું થયું. જેમાં વિદ્વધર્મ પરમ પૂજ્ય આ.દે. શ્રીમદ્ વિજય શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પરમ પૂજ્ય આ.દે. શ્રીમદ્ વિજય મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. એ અમૂલ્ય માર્ગદર્શન આપ્યું.
વૈરાગ્યદેશના પરમ પૂજ્ય આ. કે. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા કલ્યાણબોધિસૂરીશ્વરજી મ. સા. જેઓએ અનેક ભંડારોની હસ્તપ્રત-ઝેરોક્ષ મેળવી આપી.
સહવર્તી સર્વ મુનિભગવંતો જેમની સહાય, ખંત અને ઉત્સાહથી સંપાદનની અભિલાષા સાકાર થઈ શકી.
પૂ. સાધ્વીજી શ્રી પ્રિયગુણાશ્રીજી મ.સા. જેઓએ કથા તથા ગુણવિનયજી કૃત રાસની પ્રેસકોપી લખી આપી.
વિદ્વર્ય શ્રી અમૃતભાઈ પટેલ કે જેઓ સંપૂર્ણ પથદર્શક બની વિશેષ સહાયક બન્યા છે. જ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ, (જિતુભાઈ) જેમણે ખૂબ ઉદારતા પૂર્વક હસ્તપ્રતની ઝેરોક્ષ કોપી મોકલી આપી. જ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા (મનોજભાઈ) જેમણે સંપાદનોપયોગી ગ્રંથો તથા હસ્તપ્રત કોપી સહૃદયી બનીને અવિલંબે પહોંચાડી. જ શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર-લીંબડી (ધનેશભાઈ). જ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણ. જ ઓરીએન્ટલ રીસર્ચ સેન્ટર-વડોદરા. જ બી.એલ. ઈન્સ્ટીટ્યુટ-દિલ્હી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org