________________
શ્રી અગડદત રાસમાલા
85
વ જડ પાકસંપાદન પદ્ધતિ
જે કૃતિની એકથી વધુ પ્રત મળી તેમાં યોગ્ય પ્રતને મુખ્ય બનાવી છે. સામાન્ય રીતે મુખ્ય બનાવેલ પ્રતના પાઠને જ જોડણી સહિત સ્વીકાર્યો છે. પરંતુ કેટલાક ફેરફારો આવશ્યક ગણ્યા છે જેમકે – ૧. “Y' નો અર્થને આધારે જરૂર જણાઈ ત્યાં “ખ કર્યો છે. ‘વ’ને બદલે ‘જ' અને “બાને બદલે
‘વ’ ઘણા લહિયાઓએ વાપર્યો છે. ત્યાં અભિપ્રેત અર્થને આધારે સુધારી લેવામાં આવ્યું છે. મધ્યકાલીન ગૂર્જર ભાષાની રૂઢિને જાળવી રાખવા લેખનના વૈકલ્પિક પ્રયોગો યથાવત્ રાખ્યા
છે. જેમ કે બેઠો, ચાલ્યો, કરતક, સંખપુર, મોનઈ ઈત્યાદિ. સર હુસ્વ-દીર્ઘ સ્વરોની જોડણી સુધારી નથી, યથાર્દષ્ટ જ રહેવા દીધી છે જેમ કે સામણિ,
વીનવીલ, લાડુ, અજૂઆ, જાણૂ વગેરે... અનુસ્વારો જ્યાં અર્થભ્રમ થાય એવી સ્થિતિ હોય કે સ્પષ્ટતયા લેખનદોષ જણાયો હોય ત્યાંથી કાઢી નાખવામાં આવ્યા છે તથા જરૂરી જણાય ત્યાં ઉમેરવામાં પણ આવ્યા છે ક્યારેક અનુનાસિક પૂર્વે અનુસ્વાર મૂકવાનું વલણ દેખાય છે. પરંતુ પાઠ એક સરખો રાખવા અનુસ્વાર
સુધારી લીધા છે. ૩. કૃતિમાં આવેલ અન્ય ગ્રંથોના સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાબદ્ધ સુભાષિતોમાં વ્યાકરણિક ક્ષતિઓ
દૂર કરવા શક્ય પ્રયત્ન કર્યો છે. જ્યાં પદ્ય ક્ષતિબહુલ હતું ત્યાં સુધારવું શક્ય ન હોવાથી
યથાવત્ રહેવા દીધું છે. ૪. ચરણાને એક દંડ અને કડીને અંતે બે દંડ એવી વિરામચિન્હની વ્યવસ્થા સામાન્ય રીતે જોવા
મળે છે. પણ એમાં નિયતતા મળતી નથી. તો ક્યારેક વિરામ ચિન્ડનો ઉપયોગ જ ન કર્યો હોય એવું પણ બને છે. અહીં પ્રથમ તથા તૃતીય ચરણાન્ત અલ્પવિરામ, પદ્યાર્થે અર્ધવિરામ અને
પદ્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામની નિયત વ્યવસ્થા રાખી છે. ૫. કવિએ કોઈના મુખમાં મૂકેલ વાક્ય દર્શાવવા અવતરણ ચિહ્ન ઉમેર્યા છે. ૬. કડીને અંતે આવતા ધ્રુવપંક્તિના સંકેતો બધે એકસરખા હોતા નથી, અહીં બધે જ ધ્રુવપંક્તિનો
પ્રથમશબ્દ મૂકવામાં આવ્યો છે. ૭. મૂળ પ્રતોમાં ઢાળ-ક્રમાંક અને ઉપયુક્ત દેશીના ક્રમમાં એકરૂપતા મળતી નથી. અહીં ઢાળ ક્રમાંક
પછી દેશીના ક્રમનું નિયત બંધારણ રાખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org