________________
१२१७ अनेकान्तजयपताका
(પ8: विरोधात् ।(६९) न चैकमेकस्वभावस्य कारणं कार्यस्य जनकम्, विश्वस्यान्धबधिरादिभावप्रसङ्गात्, चक्षुरादीनां सजातीयक्षणोत्पादकत्वे विज्ञानाजननात्, विज्ञानजनकत्वे वा सजातीयक्षणाप्रतिसन्धानादिति ।(७०) न चानेकरूपस्य, तदेकस्वभावतया केषाञ्चिद
.... ચાહ્યા છે
तदपि प्रत्युक्तम् । कुत इत्याह-एकस्य कार्यस्य अनेकस्वभावत्वविरोधादिति । न चैकंरूपादि एकस्वभावस्य-रूपादेरेव कारणं कार्यस्य जनकम् । कुत इत्याह-विश्वस्य-जगतः अन्धबधिरादिभावप्रसङ्गात् । प्रसङ्गश्च चक्षुरादीनां कारणानां सजातीयक्षणोत्पादकत्वे सति एकस्यैकस्वभावकार्यकारणतया विज्ञानाजननात्, विज्ञानजनकत्वे वा चक्षुरादीनां सजातीयक्षणाप्रतिसन्धानात् चक्षुराद्यजननात् एकस्यैकस्वभावकार्यकारणतया इति अन्धबधिरादि
- અનેકાંતરશ્મિ ... “અનેક કારણો અનેકસ્વભાવી કાર્યના જનક છે” – એ વાત પણ નિરાકૃત થઈ જાય છે. કારણ કે એકાંત-એકરૂપ કાર્યનું અનેક સ્વભાવપણું હોવામાં સ્પષ્ટ વિરોધ છે.
(ભાવ એ કે, રૂપાદિ અનેક કારણો વિજ્ઞાનરૂપ અનેકસ્વભાવી કાર્યના જનક બને એમાં કોઈ વિરોધ નથી. પણ એ માટે વિજ્ઞાનને કથંચિત્ અનેકરૂપ માનવું પડે, તો જ તેની અનેકસ્વભાવે ઉત્પત્તિ સંગત થાય. પણ તમે તો તેને એકાંત-એકરૂપ કહો છો, તો તેનું અનેકસ્વભાવપણું શી રીતે સંગત થાય ?)
એટલે અનેકથી અનેકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ થવાની વાત પણ તમારા મતે ઘટતી નથી. માટે આ પાંચમો વિકલ્પ પણ સંગત નથી.
ષષ્ઠ વિકલ્પની અસંગતિ : (૬૯) (૬) રૂપાદિરૂપ એક કારણ, એકસ્વભાવી એવા રૂપાદિનું જ જનક છે, એવું તો ન કહી શકાય, કારણ કે તેવું કહેવામાં તો જગતને અંધ-બધિર આદિ માનવાની આપત્તિ આવશે !
તેનું કારણ એ કે, ચક્ષુ-આદિ તમામ વસ્તુઓ એકસ્વભાવી છે અને એકસ્વભાવી – એક કાર્યને જ ઉત્પન્ન કરે છે. એટલે તે ચક્ષુ-શ્રોત્ર વગેરે, જો પોતાની સજાતીય (ચક્ષુ-આદિ) ક્ષણને ઉત્પન્ન કરે, તો - તેઓ એકજનનસ્વભાવી હોવાથી - તેમના થકી વિજ્ઞાનની ઉત્પત્તિ નહીં થઈ શકે. (અને ચક્ષજ્ઞાન-શ્રોત્રજ્ઞાન વિના તો જગત અંધ-બધિર બને જ.).
હવે જો તે ચક્ષુ વગેરે વિજ્ઞાનને ઉત્પન્ન કરે એવું માનો, તો - તેઓ માત્ર એકકાર્યજનનસ્વભાવી હોવાથી - તેમના થકી વિજ્ઞાનથી અતિરિક્ત પોતાની સજાતીય ક્ષણ પણ ઉત્પન્ન થાય નહીં (અને તો આંખ-કાન જ ન રહે. એટલે પણ જગત અંધ-બધિર બને.)
તેથી એક કારણ, એકસ્વભાવી કાર્યનું જનક બને – એ વાત પણ સંગત થતી નથી. એટલે છઠ્ઠો વિકલ્પ પણ અસંગત છે.
૨. ન વૈવામ' તિ -પાઠ:
૨. પૂર્વમુદ્રિતે “પ્રસઃ ' તિ પ4િ:, અa H-પ્રતપાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org