________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
११८० कार्योत्पादसमानकालता, निःस्वभावत्वेन कादाचित्कत्वायोगात्, तत्त्वे वा तस्य सहेतुत्ववस्तुत्वप्रसङ्गादिति ॥ (३२) स्यादेतद् द्वितीये क्षणे कार्यस्य सत्तोत्पादात्मिका । प्रथमे तु कारणं जातम् ।
-
વ્યારા .. अथ हेतुप्रत्यस्तमयः हेतुविनाशः न तस्य-हेतुप्रत्यस्तमयस्य कार्योत्पादसमानकालता। कुत इत्याह-निःस्वभावत्वेन हेतुना कादाचित्कत्वायोगात् तस्य तत्त्वे वाकादाचित्कत्वे वा तस्य सहेतुत्ववस्तुत्वादिप्रसङ्गादिति ॥ स्यादेतदिति पूर्वपक्षोपन्यासः । द्वितीये क्षणे-कारणानन्तरभाविनि कार्यस्य सत्ता ।
અનેકાંતરશ્મિ - એટલે હેતુવિનાશને હેતુસ્વભાવી કહેવો બિલકુલ યોગ્ય નથી.
(૨) જો હેતુવિનાશને હેતુના અભાવરૂપ કહો, તો તે હેતુઅભાવ રૂપ હેતુવિનાશ, કાર્યોત્પાદને સમાનકાલીન નહીં રહે. તેનું કારણ એ કે, તે અભાવ નિઃસ્વભાવ (તુચ્છરૂપ) હોવાથી તેનું કદાચિતપણું ન ઘટે... જો તેનું કદાચિપણું માનો, તો તેને સહેતુક-વસ્તુ આદિરૂપ માનવાનો પ્રસંગ આવે.
ભાવાર્થ : તમારે હેતુવિનાશ અને ફળોત્પાદને સમાનકાલીન કહેવા છે... પણ હતુવિનાશને જો અભાવરૂપ કહો, તો અભાવ તો તુચ્છ-નિઃસ્વભાવી હોવાથી, તેવા નિઃસ્વભાવી હતુવિનાશનું, અમુક પ્રતિનિયત કાળમાં જ અસ્તિત્વ ન ઘટે (શું નિઃસ્વભાવી શશવિષાણનું કદાચિત્ રહેવાપણું છે? નથી જ.)
એટલે કાર્યોત્પાદની સાથે તેનું (તુચ્છરૂપ હેતુવિનાશનું) નિયત અસ્તિત્વ ન રહેવાથી, તેની સમાનકાલીનતા; જે તમને અભિપ્રેત છે, તે ઘટે નહીં.
હવે સમાનકાલીનતા ઘટાવવા, જો તમે તેનું કદાચિ રહેવાપણું સિદ્ધ કરો, તો તો તે અભાવ રૂપ હતુવિનાશને સહેતુક-વસ્તુરૂપ માનવાનો પ્રસંગ આવશે ! (કારણ કે હેતુસહિતના વાસ્તવિક પદાર્થનું જ કદાચિત્ રહેવાપણું સિદ્ધ થાય... પણ બૌદ્ધમતે, તેવા નાશને સહેતુક કે વસ્તુરૂપ માનવો જરાય ઇષ્ટ નૅથી.)
એટલે હેતુવિનાશને, હેતુના નાશરૂપ કહેવો પણ બિલકુલ યોગ્ય નથી.
(આમ, બૌદ્ધમતે, હેતુવિનાશનું કોઈ સ્વરૂપ જ સંગત નથી, કે જેથી તે હેતુવિનાશ વખતે કાર્યોત્પાદ માની, પ્રતિનિયત કાર્ય-કારણભાવ સંગત થઈ શકે.)
બૌદ્ધકૃત બચાવનું નિરસન : (૩૨) પૂર્વપક્ષ : (બૌદ્ધ :) બીજી ક્ષણે કાર્યની ઉત્પન્ન થવારૂપે સત્તા થાય છે... અને કારણ
છે બૌદ્ધો, નાશને તુચ્છ-નિઃસ્વભાવ માને છે અને તેનો કોઈ હેતુ પણ માનતા નથી, અર્થાત્ તેને નિર્દેતુક કહે છે.
૨. “તત્ત્વ વા, સહેતુo' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org