________________
अनेकान्तजयपताका
(પષ્ટ:
છે
सिद्धेः । भावोऽपि नावगम्यत इति चेत्, को वा किमाह ? (१५) आत्मानुमानतः क्षणिकताधिगतिरिति चेत्, न, आत्माभावे तस्याप्यप्रवृत्तेः । इत्यलं प्रसङ्गेन विजृम्भितજ વ્યરહ્યા
છે अनित्यं वस्तु प्रतीत्य भवतो विज्ञानस्य तत्त्वतः-परमार्थेन तदुपकारानपेक्षिणोऽन्वयाभावेन तद्भावाभावाविशेषेण तस्य-वस्तुनो भावाभावाभ्यामविशेषः परमार्थतस्तेन हेतुना नित्यादपिवस्तुनः तद्भावसिद्धेः-अधिकृतविज्ञानभावसिद्धेः । भावोऽपि तस्य वस्तुनः क्षणस्थितिधर्मणा विज्ञानेने नावगम्यत इति चेत्, को वा किमाह ? एवमेवैतदित्यर्थः । आत्मानुमानतो ज्ञानेन
... અનેકાંતરશ્મિ છે અનિત્ય વસ્તુને આશ્રયીને થનારું વિજ્ઞાન, અન્વય ન હોવાથી, પરમાર્થથી વસ્તુના ઉપકારની અપેક્ષા રાખતું નથી. તેથી વસ્તુના ભાવ-અભાવને લઈને, પરમાર્થથી તેનો કોઈ વિશેષ થતો નથી.. અને એટલે તે નિત્ય વસ્તુથી પણ, તે ક્ષણિકજ્ઞાન થવું સિદ્ધ જ છે.
ભાવાર્થ જ્ઞાન-અર્થ તે ક્ષણિક છે, તેમનો બીજા ક્ષણે અન્વય થતો નથી. (જો અન્વય થતો હોય, તો તે બંને પરંપરાએ એકબીજાના ઉપકારક બની શકે, બાકી એકક્ષણકાલીન તે બે, ગોવિપાણદ્વયની જેમ ઉપકારક બને નહીં.) એટલે અનિત્યવસ્તુથી થનારું તે જ્ઞાન, પરમાર્થથી તો તે વસ્તુના ઉપકારની અપેક્ષા રાખતું જ નથી અને તો તેના ભાવ-અભાવને લઈને, વિજ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. (અર્થાત્ અનુપકારી એવી તે વસ્તુ હોય કે ન હોય, તેની સાથે વિજ્ઞાનને કંઈ લેવા-દેવા નથી.)
હવે જો કંઈ લેવાદેવા જ ન હોય, તો તે વિજ્ઞાન અનિત્યવસ્તુથી જ ઉત્પન્ન થાય છે, એવો આગ્રહ શા માટે ? તે વિજ્ઞાન નિત્ય વસ્તુથી પણ થઈ જ શકે છે, એમાં પણ કોઈ વિરોધ નથી.
(એટલે ક્ષણિકજ્ઞાન થવા માત્રથી વસ્તુને ક્ષણિક ન માની લેવું. તેનું જ્ઞાન તો અક્ષણિક-નિત્ય વસ્તુથી પણ સંભવિત છે. ફલતઃ નિત્યનું અસ્તિત્વ છે જ...)
બૌદ્ધઃ તમે નિત્ય વસ્તુ માનવાનો આગ્રહ કરો છો, પણ ક્ષણસ્થિતિક વિજ્ઞાન દ્વારા તો, બીજી ક્ષણે વસ્તુનો ભાવ પણ જણાતો નથી...
સ્યાદ્વાદી: હા, એકદમ સાચી વાત છે. બીજી ક્ષણે તેનો ભાવ, તે વિજ્ઞાનથી તો નથી જ જણાતો. (પણ આવું કહીને તમારે ફલિત શું કરવું છે?) (૧૫) બૌદ્ધ ઃ (અમારે ફલિત એ જ કરવું છે કે –) જો બીજી ક્ષણે તેનો ભાવ ન જણાય, તો
વિવરમ્
. 7. भावाभावाभ्यामविशेष इति । अन्वयाभावे हि ज्ञानस्य जायमानस्य विषयवस्तुन: सम्बन्धिभ्यां भावाभावाभ्यां न कश्चिद् विशेष इति ।।
૨. ‘માવો નાવાગત' તિ -પાટ: | ૨. ‘પ્રતીત્ય તતો' રૂતિ -પઢિ: રૂ. પૂર્વમુદ્રિત ‘વિજ્ઞાને' તિ પd:, મત્ર D-પ્રતિપાઠ: ૪. ‘ગાયમાનંદસ્થ વિષય ' રૂતિ પૂર્વમુદ્રિતપd:, સત્ર 1 g--પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org