________________
१४२९
अनेकान्तजयपताका
(પષ્ટ
न च शिष्टानामुचिते स्खलितं परिहितनिबद्धकक्षाणाम् । __ अभ्यर्थना पुनरियं तत्स्मृतये प्रकरणसमाप्तौ ॥९॥
વ્યાહ્યા इति । किमर्थमित्याह-जडजनहितार्थम् । कथमेतदालोचनात् तद्धितमित्याह-एते-जडा यस्मात् शिष्टादृतवल्लभाः प्रायः परप्रत्ययेन प्रवृत्तेः ॥८॥
__न चेत्यादि । न च शिष्टानां-महात्मनामुचिते कर्त्तव्ये स्खलितम्, भवति इति शेषः । किंविशिष्टानामित्याह-परहितनिबद्धकक्षाणाम् । वस्तुतः परहितनिबद्धकक्षत्वमेव शिष्टानां शिष्टत्वम् । यद्येवं किमर्थमेषां प्रकरणालोचनं प्रति प्रार्थना इत्याशङ्कापोहायाह-अभ्यर्थना पुनरियं-प्रकरणालोचनगोचरा तत्स्मृतये-शिष्टस्मृत्यर्थं मङ्गलबुद्ध्या प्रकरणसमाप्तौ अवसानमङ्गलार्थमिति योऽर्थः ॥९॥
- અનેકાંતરશ્મિ ... હિત માટે વિચારવું જોઈએ. તમારું સર્જન વિદ્વાનો ન વાંચે, કારણ કે હું જડ છું; પણ ગુરુકૃપાયુક્ત છે, એટલે વાંચવું જોઈએ.)
પ્રશ્ન : પણ વિદ્વાનો વિચારણા કરે, તેનાથી જડ જીવોનું હિત શી રીતે થાય?
ઉત્તર : જુઓ; પ્રાયઃ કરીને જડ પુરુષો શિષ્ટોએ આદરેલી વસ્તુ વિશે જ રૂચિ ધરાવનારા હોય છે... એટલે જો શિષ્ટ પુરુષો એ પ્રકરણનો આદર કરે, તો જડપુરુષો માટે પણ એ પ્રકરણ આદરનો વિષય બને અને તો જડ જીવો પણ તેનું અધ્યયન કરી સદ્બોધરૂપ હિતને પામે... (એટલે જડ જીવોના હિત માટે, હે શિષ્ટ પુરુષો ! આપ પણ આ સુંદર પ્રકરણને વિચારણાનો વિષય બનાવો એ જ એક અભ્યર્થના..)
શ્લોકાર્થ : પરહિતમાં બંધાયેલા ધ્યેયવાળા શિષ્ટપુરુષોની ઉચિત વિશે સ્મલના ન જ હોય, તો પણ પ્રકરણની સમાપ્તિમાં તેમની સ્મૃતિ માટે આ એક અભ્યર્થના છે. (૯)
- ભાવાર્થ ખરેખર તો પરહિત માટે કટિબદ્ધ રહેવું એ જ શિષ્ટ પુરુષોનું શિષ્ટપણું છે. એટલે તેઓ પરહિત માટે કટિબદ્ધ જ હોવાના અને તેથી તે મહાત્માઓની ઉચિત કર્તવ્યમાં સ્કૂલના ન જ થાય...
પ્રશ્ન : જો તમને આટલી બધી ખબર છે, તો તમે અભ્યર્થના કેમ કરો છો? (શિષ્ટપુરુષો પોતાના ઉચિત કર્તવ્ય તરીકે પ્રકરણ-આલોચના પણ કરી જ લેવાના, તો તેની અભ્યર્થના શા માટે ?)
ઉત્તર ઃ એ અભ્યર્થના, અમને પ્રકરણની સમાપ્તિમાં શિષ્ટપુરુષોની સ્મૃતિ થાય, તે માટે છે અને તેનું (=પ્રકરણની સમાપ્તિમાં શિષ્ટપુરુષોનું સ્મરણ કરવાનું) પ્રયોજન એ કે, ગ્રંથની સમાપ્તિમાં ચરમ મંગળ થાય... (શિષ્ટપુરુષોનું સ્મરણ એ મંગળરૂપ છે.)
૨. કાર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org