________________
થર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३९६ आत्मधर्मत्वात्, आवरणात् तदनभिव्यक्तेः, तदपगमादभिव्यक्तिभावादिति । ( २५१) आह-कः पुनरस्यावगमहेतुः ? परमगुरुवचनश्रवणादिः । तदावाप्तावपि क इति वाच्यम्,
कर्मक्षयोपशमतः प्रवृत्तेः कारणात् तत्त्वत आत्मधर्मत्वात् तपसः । आत्मधर्मत्वे कथं न सदाभाव इत्याह-आवरणात्-चारित्रमोहनीयलक्षणात् तदनभिव्यक्तेः तस्य-तपसोऽनभिव्यक्तेरिति । तदपगमात्-आवरणापगमात् अभिव्यक्तिभावादिति । आह परः-कः पुनरस्य-प्रस्तुतव्यतिकरस्य अवगमहेतुः-परिच्छेदहेतुरिति ? एतदाशङ्कयाह-परमगुरुवचनश्रवणादिः । 'आदि'शब्दात् समुत्थानादिग्रहः । आह-तदवाप्तावपि-परमगुरुवचनश्रवणाद्यवाप्तावपि क इति वाच्यम्-को हेतुरिति ? एतदाशयाह-तथाभव्यत्वसहकारिणः-अनादिपारिणामिकभाव
અનેકાંતરશ્મિ . કારણ કે એવો તપ તો કર્મના ક્ષયોપશમથી પ્રવર્તે છે. (કર્મના ક્ષયોપશમથી જ તેવો કુશળ-આત્મપરિણામ ઊભો થાય છે.) કારણ કે પરમાર્થથી તો એ તપ આત્માનો જ ધર્મ (=સ્વભાવ) છે.
(આવું કહેવાથી, પૂર્વપક્ષીએ પૂર્વે જે જણાવ્યું હતું કે - “કાયસંતાપરૂપ તપ તો કર્મના ઉદયજન્ય હોવાથી નારકાદિના કાયસંતાપની જેમ તે આદરણીય નથી.” - તે બધું નિરાકૃત થાય છે, કારણ કે તપ એ ઔદયિક ભાવરૂપ નહીં, પણ ક્ષાયોપશામિકભાવરૂપ છે.)
પ્રશ્નઃ જો કુશળપરિણામરૂપ તપ આત્માનો ધર્મ હોય, તો હંમેશા તેનું અસ્તિત્વ કેમ નથી? (આત્મા તો હંમેશા છે, તો તેનો ધર્મ પણ હંમેશ હોવો જોઈએ ને ?)
ઉત્તર : ચારિત્રમોહનીય કર્મરૂપ આવરણ રહ્યું છે અને એ આવરણને કારણે જ આપણામાં વિદ્યમાન પણ કુશળપરિણામરૂપ તપ અભિવ્યક્ત થતો નથી... એ આવરણ દૂર થઈ જાય, ત્યારે એ તપની અભિવ્યક્તિ થાય છે.
(ભાવ એ કે, આવરણ હોય તો કુશળ પરિણામ ન થાય અને આવરણ ન હોય તો કુશળ પરિણામ થાય - આમ, આવરણના કારણે જ કુશળપરિણામરૂપ તપનું હંમેશા અસ્તિત્વ નથી.)
- અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞવચનની પ્રમાણતા અનિવાર્ય (૨૫૧) પૂર્વપક્ષ આ વાતના અવગમનું કારણ શું? અર્થાત્ “આવરણ હોય તો તપ ન થાય ને આવરણ ન હોય તો તપ થાય' – એ બધું જ્ઞાન તમને શેના આધારે થયું?
સ્વાદાદીઃ પરમગુરુ સર્વજ્ઞના વચનનું શ્રવણ, સમુત્થાન (=સમ્ય ઉત્થાન; પ્રવ્રજયાદિ માટેનો સુંદરતમ પ્રયત્ન) વગેરેના આધારે જ અમને તેવું જ્ઞાન થયું છે. એટલે તેવા જ્ઞાનમાં પરમગુરુવચનશ્રવણ વગેરે જ કારણ છે...
પૂર્વપક્ષ: પણ એ પરમગુરુના વચનશ્રવણની પ્રાપ્તિમાં પણ કારણ શું? (અર્થાત્ તેઓની પ્રાપ્તિ પણ શેના આધારે થઈ ?).
૨. ‘શાત્મ' તિ
-પઢિ:.
૨. ‘શ્રવણાદ્રિ ત૮૦' તિ શ્વ-પ8િ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org