________________
१३५१
अनेकान्तजयपताका
धिकरणत्वेन मुक्त्युपपत्तेरिति । (२०५) न चानुभवसिद्धवस्तुतथाभावे विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यम्, अतथाभावे तदभावप्रसङ्गतो विरोधासिद्धेरिति निदर्शितं प्राक् ।( २०६) न च परैरपि स्वलक्षणेषु साधारणा प्रमेयता भ्रान्तौ वाऽभ्रान्ता
» વ્યાધ્યાં
... करणत्वेन हेतुना मुक्त्युपपत्तेरिति । न चेत्यादि । न च-नैव अनुभवसिद्धश्चासौ वस्तुतथाभावश्च-सदसद्रूपादिभावश्चेति विग्रहः, तस्मिन् सति विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यं वस्तुनः । न च कुत इत्याह-अतथाभाव इत्यादि । अतथाभावे-असदसद्रूपादिभावे तदभावप्रसङ्गतः-वस्त्वभावप्रसङ्गतः विरोधासिद्धेरिति-एवं निदर्शितं प्राक् । न चेत्यादि ।
- અનેકાંતરશ્મિ .. વળી, અનેકાંતવાદીમતે આત્મા કથંચિત્ અવસ્થિત હોવાથી, (૧) પીડા, (૨) નિર્વેદ, (૩) માર્ગજ્ઞાન, (૪) ભાવના વગેરે ક્રમથી થનારા જુદા જુદા વ્યવહારો આત્મારૂપ એક જ અધિકરણમાં નિબંધ ઘટી જાય અને તો એક જ આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ અવસ્થાઓ થવાથી તેની મુક્તિ પણ ઉપપન્ન થઈ જાય. નિષ્કર્ષ આમ, નિત્યાનિત્યાદિ વિરોધી - અનેકરૂપ વસ્તુમાં જ સર્વ વ્યવહારો સિદ્ધ થાય છે.
ન અનેકરૂપ વસ્તુમાં અવિરોધ, અન્યથા વ્યવહારવિરોધ * (૨૦૫) વસ્તુનું સદસદ્ આદિ અનેકરૂપે હોવું અનુભવસિદ્ધ છે, એટલે તે વિશે “વસ્તુનું સ્વરૂપ (૧) સદ્-અસતુ, (૨) નિત્ય-અનિત્ય વગેરે વિરોધી ધર્મોથી અધ્યાસિત શી રીતે ?' - એવું કહેવું ન્યાયસંગત નથી. * કારણ એ જ કે, જો વસ્તુ સદસદાદિ અનેકરૂપ ન માનો, તો તો વસ્તુનો જ વિલોપ થઈ જાય ! એટલે એક જ વસ્તુમાં સદસદાદિ જુદા જુદા ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી. એ બધું પૂર્વે અમે બતાવી જ દીધું છે.
વળી, હે બૌદ્ધો ! એક જ ધર્મમાં વિરોધી અનેક ધર્મોનું અસ્તિત્વ તમને પણ ઇષ્ટ જ છે. જુઓ - (૧) તમે સ્વલક્ષણરૂપ વસ્તુમાં સાધારણ એવી પ્રમેયત માનો છો, અને (૨) બ્રાન્તજ્ઞાનમાં પણ સ્વસંવેદનને અભ્રાન્ત માનો છો.
(તો અહીં (૧) સ્વલક્ષણમાં સાધારણ પ્રમેયતા માનવી, (૨) બ્રાન્તજ્ઞાનમાં અમુક અંશને અબ્રાંત માનવું – એમ વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત માનવી; એ તો તમને પણ ઇષ્ટ છે જ.)
વિશ્વવર્તી તમામ પદાર્થો પ્રમાણના વિષય છે, અર્થાત્ પ્રમેય છે. એટલે તે બધામાં પ્રમેયતા નામનો ધર્મ આવે. આમ, પ્રમેયતા સર્વ પદાર્થોમાં અનુગત હોવાથી સાધારણરૂપ છે, અહીં વિરોધી અનેક ધમ એ કે, સ્વલક્ષણ=અન્યથી અત્યંત ભિન્ન કરીને પછી પ્રમેયરૂપે સાધારણ કહેવા તે....
૨. ‘પ્રસાત્ વિરોધા' ત વ-પાઠ:
૨. “ભાવે સ0' તિ વ-પટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org