________________
१२९९
अनेकान्तजयपताका तदितरावगमाभावादिति तस्यैव तद्भावादावन्वयादिसिद्धिः । ( १५०) आह-अन्वय
જ વ્યારણ્યા છે चैवमपीत्यादि । न चैवमपि न्यायतुल्यतायां तस्य-धूममात्रस्य 'नालिकेर'द्वीपवासिसम्बन्धिनः तत्स्वभावतावगमः-अग्निजन्यस्वभावतावगमः । कुत इत्याह-तथाऽप्रतीते:-अग्निजन्यस्वभावत्वेनाप्रतीतेः । अप्रतीतिश्च तदितरावगमाभावात्-अग्न्यवगमाभावात् 'नालिकेर'द्वीपवासिनः । इति-एवं तस्यैव तद्भावादौ-केवलानलग्रहणस्यैव धूमग्रहणभावादौ । 'आदि'शब्दात् कथञ्चित् पर्यायव्यावृत्तिपरिग्रहः । किमित्याह-अन्वयादिसिद्धिः, अन्वयव्यतिरेकसिद्धिरित्यर्थः, सुवर्णद्रव्यवत् कटकस्यैव कुण्डलादित्वेन भवनात् । आहेत्यादि । आह परः-अन्वय
- અનેકાંતરશ્મિ છે (૧૪૯) તો પણ નાળિયેરીપવાસીને તો માત્ર ધૂમનું જ ગ્રહણ થાય છે, તેમાં રહેલ “વલિજન્યસ્વભાવનું નહીં. કારણ કે, વદ્વિજન્યસ્વભાવનું ગ્રહણ થતું હોય એવી પ્રતીતિ થતી નથી.
અને તેને પ્રતીતિ ન થવાનું કારણ પણ એ જ કે, તે નાળિયેરદીપવાસીને અગ્નિનું અનુમાન થતું નથી. (બાકી જો વદ્વિજન્યસ્વભાવરૂપે ધૂમની પ્રતીતિ થાય, તો ધૂમ એ વહિંથી જન્ય છે અને તો વહ્નિ પણ હશે જ, એમ વતિનું અનુમાન પણ થાય. જે થતું નથી.)
એટલે ફલિત થયું કે, નાળિયેરદ્વીપવાસીને માત્ર ધૂમનું જ ગ્રહણ થાય છે, તેમાં રહેલ વહ્નિજન્યસ્વભાવ'નું નૈહીં.
પ્રશ્ન : આર્યવ્યક્તિને થનાર પૂર્વક્ષણવર્તી કેવળ-અગ્નિગ્રહણનું ધૂમગ્રહણ રૂપે થવું... તે અગ્નિગ્રહણનો પર્યાય બદલાઈને જ્ઞાનનો ધૂમગ્રહણ પર્યાય થવો એવું બધું માની લઈએ તો ? (તો. તો તેનું ધૂમગ્રહણ, નાળિયેરદ્વીપવાસીના ધૂમગ્રહણથી વિલક્ષણ તરી આવે ને ?)
ઉત્તર ઃ તો તો અન્વય-વ્યતિરેકની સિદ્ધિ થશે ! જેમ સુવર્ણ, દ્રવ્યરૂપે અનુગત રહે છે અને કટ-કુંડલાદિ પર્યાયરૂપે બદલાતો રહે છે, તેમ જ્ઞાન પણ દ્રવ્યરૂપે અનુગત રહેશે અને અગ્નિગ્રહણધૂમગ્રહણાદિ પર્યાયરૂપે બદલાતો રહેશે. એટલે તો જૈનમાન્ય અન્વય-વ્યતિરેકવાદ જ સિદ્ધ થશે ! (તથી બૌદ્ધો ! તેવું માનીને પણ બંનેનાં વલિજ્ઞાનરૂપ સમનંતરની અતુલ્યતા સિદ્ધ ન કરી શકો... ફલતઃ ધૂમગ્રહણ બંનેને સદેશ થવાથી, આર્યવ્યક્તિની જેમ નાળિયેરદ્વીપવાસીને પણ વહ્નિનું અનુમાન થશે જ. એટલે બૌદ્ધના ઘણા ફટાટોપ પછી પણ એ આપત્તિ તદવસ્થ જ રહી.)
(હવે બૌદ્ધ, અન્વયવાદમાં એ આપત્તિનું આપાદન કરવા, પોતાનું મંતવ્ય રજૂ કરે છે ) (૧૫૦) બૌદ્ધ અન્વયપક્ષમાં પણ, નાળિયેરદ્વીપવાસીને કેવળ ધૂમનું ગ્રહણ થતાં જ અગ્નિનું
બૌદ્ધ, કાર્ય-કારણભાવનો નિશ્ચય સંગત કરવા પૂર્વે કહ્યું હતું કે, ધૂમના ગ્રહણ વખતે તેમાં રહેલ વહ્નિજન્યસ્વભાવ પણ ગૃહીત થઈ જાય અને એટલે વહ્નિ-ધૂમનો કાર્ય-કારણભાવ પણ જણાઈ જાય... વગેરે. પણ ગ્રંથકારશ્રીએ નાળિયેરદ્વીપવાસીનું ઉદાહરણ લઈને જણાવ્યું કે, ધૂમના ગ્રહણ સાથે વદ્વિજન્યસ્વભાવનું પણ ગ્રહણ થઈ જાય એવું જરૂરી નથી. ફલતઃ કાર્ય-કારણભાવના નિશ્ચયની અસંગતિ ઊભી જ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org