________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२५०
स्वभावजत्वे ह्यमीषां तदन्यतरवत् सर्वेषां तत्तुल्यतापत्तिः तत्स्वभाववैचित्र्यं वेत्यलङ्घनीया न्यायमुद्रा ॥
વ્યાર
... स्वभावजत्वे यस्मात् अमीषां-कार्याणां तदन्यतरवत्-रूपाद्यन्यतरवत् सर्वेषाम्-आलोकादीनां तुल्यतापत्तिः अभिन्नतावत्स्वभावजत्वादेव येभ्य एव स्वभावेभ्यो रूपमुत्पन्नं तेभ्य एवालोकादय इत्यपि कृत्वा । तत्स्वभाववैचित्र्यं वा तेषामेव-हेतुभेदानां रूपादीनां स्वभाववैचित्र्यं वा । एतेन 'तथाविधसर्वजननस्वभावाः' इत्यपि व्युदस्तम्, बलात् तद्वैचित्र्यापत्तेः । इति-एवमलङ्घनीया न्यायमुद्रा । एतल्लङ्घने न्यायभेद इति भावनीयम् ।।
... અનેકાંતરશ્મિ ............. આટલા બધા દોષો આવે છે, તે છતાં તમે કહો છો, કે અમારા મતે કંઈ દુસ્થિત નથી, તે બહુ સારું કહેવાય ! (અર્થાત્ તે વાત, તમારી મૂર્ખતાને જ સૂચવે છે.)
(૧૦૨) હવે ગ્રંથકારશ્રી ઉપરોક્ત ચર્ચાનો સારભૂત ભાવાર્થ કહે છે –
રૂપસ્વભાવ, આલોકસ્વભાવ, ઇન્દ્રિયસ્વભાવ... એમ જુદા જુદા સ્વભાવવાળા અનેક કારણો છે અને એ બધા કારણો સર્વજનન એકસ્વભાવી છે. હવે આવા કારણોથી રૂપ-આલોક વગેરે કાર્યોની ઉત્પત્તિ કહો. તો તો રૂપાદિ કોઈ એક કાર્યની જેમ તે બધા કાર્યો તુલ્ય માનવાની આપત્તિ આવશે ! કારણ કે જુદા જુદા અનેક કારણોનાં જે સ્વભાવે રૂપ ઉત્પન્ન થયું છે, તે જ સ્વભાવે આલોક વગેરે ઉત્પન્ન થાય છે. (આમ, તુલ્યસ્વભાવે થયા હોવાથી, તેમને તુલ્ય જ માનવા પડે.)
અથવા તો, જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરનાર રૂપ-આલોક વગેરે કારણોનો સ્વભાવવૈવિ8) જુદો જુદો સ્વભાવ માનવો પડે. (તો જ તેમના થકી જુદા જુદા સ્વભાવે જુદા જુદા કાર્યની ઉત્પત્તિ સંગત થાય.).
પણ (૧) કાર્યની તુલ્યતા, કે (૨) કારણસ્વભાવની વિચિત્રતા-બેમાંથી એકે તમને ઇષ્ટ નથી. એટલે તમે જે કહો છો કે - “રૂપાદિ કારણો, સર્વ કાર્યોને ઉત્પન્ન કરવાના એક સ્વભાવવાળા છે - તે વાત પણ નિરાકૃત થાય છે. કારણ કે જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરવા, તેમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે અને તો બલાત્ રૂપાદિની ચિત્રસ્વભાવતા (=અનેકસ્વભાવતા) માનવી પડે.. જે બિલકુલ ઈષ્ટ નથી.
નિષ્કર્ષ: કારણનું કાર્યરૂપે પરિણમન અને તેના આધારે જ હેતુ-ફલભાવની તર્કબદ્ધ વ્યવસ્થા એ સથાય (=ન્યાયમુદ્રા) છે, તેનું ઉલ્લંઘન થઈ શકે નહીં. જો તેનું ઉલ્લંઘન કરો, તો (ન્યાયભેદ) હેતુ-ફળભાવની પ્રતિનિયત વ્યવસ્થા વિલુપ્ત થશે !
આવું કહીને એ ફલિત કરવું છે કે, તે કારણો જુદા જુદા સ્વભાવે જુદા જુદા કાર્યની ઉત્પત્તિ કરે એવું પણ નથી, કારણ કે તેઓ એકસ્વભાવી હોવાથી એકરૂપે જ બધા કાર્યોને ઉત્પન્ન કરે છે.
૨. ‘ત્તે ન તથા ' ત -પઢિ: .
૨. “બાવની' રૂતિ ટુ-પત્ર:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org