________________
१२
धर्मसङ्ग्रहणी
परिशिष्ट - २ निःशङ्किताबाधितार्थप्रतिपत्तौ नातोऽस्ति नवेति विकल्पितार्थप्रतिपत्तिः, येन विकल्पितस्याभावात्तदप्रापयत् शाब्दं ज्ञानमविषयं भवेत् । (५) स्यादेतत्, यदि वास्तवः संबन्धोऽथैः सह शब्दानां तहि किमिदानीं संकेतेन ?, स हि संबन्धो यतोऽर्थप्रतीतिः, स चेद्वास्तवो निरर्थकः संकेतः, तमन्तरेणापि तत एवार्थप्रतीतिसिद्धेः । नहि प्रदीपः स्वप्रकाश्यप्रकाशने संकेतमपेक्षते इति । नैष दोषः, यतो न सम्बन्धो विद्यमान इत्येतावतैवार्थप्रतीतिनिबन्धनं, किंतु स्वात्मज्ञानसहकारी,स प्रदीपवदेव, तथाहि-यथा प्रदीपः, स्वात्मदर्शनसहकारी सन् रूपप्रकाशनस्वभावः, ततोऽसति चक्षुषि न प्रकाशयति, स्वात्मदर्शनसहकार्यभावात्, तथा संबन्धोऽपि स्वात्मज्ञानसापेक्षः सन् प्रतीतिजननस्वभाव इति न संकेताद्यभावेऽर्थप्रतीति जनयति, तदा स्वात्मज्ञानसहकार्यभावात् ।
સર્વથા અભાવ હોય, તો ઘટાદિશબ્દનો ઘટાદિબાહ્યર્થ વાચકસ્વભાવ અનુપપન્ન બને.) આમ, નિશ્ચિત શબ્દનો નિશ્ચિત અર્થ સાથે વાચ્યવાચકભાવ સંબંધ દ્વારા અવિનાભાવ છે. તેથી શબ્દથી નિઃશંકિત અને અબાધિત અર્થનો બોધ થાય જ છે. તેથી તમે (બૌદ્ધ) જે કહ્યું કે, “શબ્દથી “તે હશે કે નહિ તેવા વિકલ્પિત અર્થની જ પ્રતિપત્તિ થાય છે.” એ વાત ખોટી ઠરે છે અને “વિકલ્પિત અર્થનો અભાવ હોવાથી શાબ્દજ્ઞાન નિર્વિષય છે તેવી વાત પણ પોકળ ઠરે છે.
ને સંકેતની આવશ્યક્તા - (૫) શંકા - જો શબ્દોનો અર્થ સાથેનો આ વાચ્યવાચકસંબંધ વાસ્તવિક હોય અને તે સંબંધમાત્રથી અર્થની પ્રતીતિ થતી હોય, તો સંકેતથી સર્યું. કેમકે સંકેતના અભાવમાં પણ શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ રહ્યો જ છે. આ વાચ્યવાચકભાવ સંબંધ જ અર્થની પ્રતીતિમાં સમર્થ હોય, તો તેને અર્થની પ્રતીતિમાં સંકેતની કોઈ અપેક્ષા નથી. દીવો કંઈ પોતાના પ્રકાશ્ય (=પ્રકાશિત થવા યોગ્ય “ઘટ’ આદિ વસ્તુ)નો પ્રકાશ કરવામાં સંકેતની અપેક્ષા રાખતો નથી. પણ સંકેતથી નિરપેક્ષપણે જ સ્વપ્રકાશ્યને પ્રકાશે છે. પણ લોકમાં તે તે શબ્દના તે તે અર્થમાં સંકેતના જ્ઞાન વિના તે-તે શબ્દથી તે-તે અર્થનો બોધ થતો દેખાતો નથી અને સંકેતથી જ અર્થનો બોધ થતો હોય, તો નિરર્થક એવા વાચ્યવાચકભાવ સંબંધથી સર્યું.
સમાધાન - અહીં તમે બતાવી તેવી આપત્તિ નથી. સંબંધ પોતાની હાજરીમાત્રથી અર્થની પ્રતીતિમાં કારણ બનતો નથી. પરંતુ શ્રોતામાં રહેલા પોતાના=સંબંધના જ્ઞાનનો સહકાર રાખીને જ કારણ બને છે. જેમ દીવો દર્શકમાં રહેલા પોતાના દર્શનરૂપ સહકારીને સાથે રાખીને જ ઘટાદિ બાહ્યાર્થનો પ્રકાશ કરવાના સ્વભાવવાળો છે. તેથી દીવાની હાજરી હોવા છતાં આંખના અભાવમાં દીવો કોઈપણ વસ્તુ દેખાડી શકતો નથી. કેમકે ત્યાં દીવાના દર્શનરૂપ સહકારીની ગેરહાજરી છે. (જે દીવાને જોવા સમર્થ છે, તે જ દીવાથી પ્રકાશ્ય વસ્તુને જોઈ શકે છે.) તેમ જે વ્યક્તિને શબ્દ અને અર્થ વચ્ચેના નિશ્ચિત વાચ્યવાચકભાવ સંબંધનો ખ્યાલ હોય તે જ વ્યક્તિને એ સંબંધ નિશ્ચિત અર્થની પ્રતીતિમાં હેતુ બને. કેમકે સંબંધ પણ શ્રોતાગત સંબંધજ્ઞાનને સાપેક્ષ રહીને જ અર્થની પ્રતીતિ કરાવવા સમર્થ છે. તેથી આ સંબંધ વાસ્તવિક હોવા છતાં સંકેત વગેરેના અભાવમાં અર્થની પ્રતીતિ કરાવતો નથી. કેમકે સંકેત વગેરેના અભાવમાં આ વાચ્યવાચકસંબંધના સ્વરૂપના જ્ઞાનરૂપ સહકારીનો અભાવ હોય છે. ટૂંકમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org