________________
१०
धर्मसङ्ग्रहणी
परिशिष्ट - २
पाटनदहनपूरणादिदोषप्रसङ्गः, तन्नायमभ्युपगमः श्रेयान् । नापि तदुत्पत्त्यभ्युपगमः, वस्तुनः शब्दोत्पत्तावकृतसंकेतस्यापि पुंसः प्रथमपनसदर्शने सति तच्छब्दोच्चारणप्रसङ्गात् । शब्दाच्च वस्तूत्पत्तौ विश्वस्यादरिद्रताप्रसङ्गः, तत एव कटककुण्डलाद्युत्पत्तेः । ततः प्रतिबन्धाभावान्न शब्दस्यार्थेन सह नान्तरीयकतानिश्चयः । तदभावाच्च न शब्दान्निश्चितार्थप्रतिपत्तिर्युक्ताः अपि त्वनिवर्तितशङ्कत्वादस्ति नवेति विकल्पितार्थप्रतिपत्तिः । न च विकल्पितमुभयरूपं वस्त्वस्ति यत्प्राप्यं सत् शब्दस्य विषयः स्यात् । प्रवर्त्तमानस्य तु पुरुषस्यार्थस्य पृथिव्याममज्जना
અસિદ્ધ છે. તેથી તે સંબંધથી બે વચ્ચે અવિનાભાવ પણ અસિદ્ધ છે. વળી, જો શબ્દ અને અર્થ વચ્ચે તાદાભ્યનો સ્વીકાર કરવામાં આવે, તો છરી” શબ્દ બોલતાની સાથે જીભ કપાઈ જાય કે “અગ્નિ શબ્દના ઉચ્ચારમાત્રથી મુખ બળવા માંડે, અને “પર્વત” શબ્દ કહેતાની સાથે જ મુખ પૂરાઈ જાય. (કેમકે “છરી” વગેરે શબ્દો “છરી” વગેરે અર્થ સાથે તાદાભ્યથી જોડાયેલા છે, પરંતુ તેમ થતું નથી.) માટે શબ્દનો અર્થ સાથે તાદાભ્યસંબંધ સ્વીકારવો શ્રેયસ્કર નથી. તળેવ, શબ્દનો અર્થ સાથે તદુત્પત્તિ સંબંધ પણ સ્વીકાર્ય નથી. વસ્તુમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી. જો વસ્તુમાંથી શબ્દની ઉત્પત્તિ માનશો. તો જેને ફનસ (ફળવિશેષ)નો સંકેત ખબર નથી (“આને ફનસ કહેવાય” એવું જ્ઞાન નથી) એવી વ્યક્તિ પણ પ્રથમવાર ફનસના દર્શન કરવાની સાથે “ફનસ”શબ્દનો ઉચ્ચાર કરશે. તેમ માનવાનો પ્રસંગ આવશે. (જો વસ્તુના પ્રથમ દર્શનની સાથે જ વસ્તુના શબ્દનો ઉચ્ચાર સંભવિત હોય, તો વસ્તુ અને શબ્દ વચ્ચે તદુત્પત્તિસંબંધ માન્ય થાય.) અથવા જો શબ્દમાંથી વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો આ જગતની ગરીબી કાયમ માટે હટી જાય. કેમકે “સુવર્ણવલય”, “કુંડળ” વગેરે શબ્દો બોલતાની સાથે જ જાદુઈ ચિરાગની જેમ ટપોટપ તે તે સુવર્ણવલયાદિ વસ્તુ હાજર થઈ જાય, પણ આ પ્રમાણે થતું દેખાતું નથી. તેથી શબ્દમાંથી અર્થની ઉત્પત્તિ અસિદ્ધ છે. તેથી તે રૂપે પણ તદુત્પત્તિ સંબંધ અસિદ્ધ છે. આમ, તાદાત્મ કે તદુત્પત્તિ બેમાંથી એકપણ સંબંધ શબ્દ અને અર્થ વચ્ચે વિદ્યમાન નથી. તેથી શબ્દ અને અર્થ વચ્ચે અન્વય-વ્યતિરેક દ્વારા અવિનાભાવ નક્કી થઈ શકતો નથી અને આ અવિનાભાવના નિશ્ચયના અભાવમાં શબ્દથી નિશ્ચિત અર્થની પ્રતિપત્તિ (=બોધ) સંભવતી નથી. બલ્ક, શંકાનું નિવારણ થતું ન હોવાથી, “તે હશે કે નહિ” એવા વિકલ્પિત અર્થનું જ જ્ઞાન થાય છે. (‘ઘટ’ શબ્દોચ્ચારથી ‘ઘડો છે જ' એવો નિશ્ચય નથી થતો, પણ આ વક્તા ઘટ શબ્દ બોલે છે, તો “શું જગતમાં ઘટ જેવી કોઈ વસ્તુ હશે કે નહીં,” એવો શંકાસ્પદ બોધ જ થાય) અને જેમાં ઉભયરૂપ (અસ્તિત્વરૂપ અને નાસ્તિત્વરૂપ) વિકલ્પિત હોય તેવી કોઈ વસ્તુ વાસ્તવમાં છે જ નહીં. કેમકે વસ્તુમાત્ર સત્ હોવાથી એકમાત્ર અસ્તિત્વરૂપવાળી જ છે. આમ, શબ્દના વિષય તરીકે કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી.
શંકાઃ આમ તો, વક્તા જે જે વસ્તુનો શબ્દોચ્ચાર કરે, શ્રોતાને તે તે વસ્તુ ઉભયરૂપ વિકલ્પિત જ જ્ઞાત થશે અને તેવી વસ્તુ તો છે જ નહીં. તેથી શ્રોતાને તે તે વસ્તુના અભાવનો નિશ્ચય થશે. તેથી શ્રોતા ક્યારેય પણ સાંભળેલી વસ્તુ અંગે પ્રવૃત્તિ કરશે જ નહીં, કેમકે તેને માટે તો તે વસ્તુ અસતુ છે.
સમાધાનઃ અલબત્ત, શબ્દશ્રવણથી તો વિકલ્પિત ઉભયરૂપવાળી વસ્તુનો જ બોધ થાય, અને તે રૂપે વસ્તુનો અભાવ જ છે, છતાં પણ તે વસ્તુમાં પ્રવૃત્ત થતા પુરુષ માટે કંઈ તે વસ્તુ પૃથ્વીમાં ડૂબી જતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org