SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) 6 ।। શ્રી શદ્વેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નવઘોષ-હિતેન્દ્ર-ગુર-શિમરસૂરિસગુરુભ્યો નમ: ।। ૐ નમઃ ।। અનેકાંત : વ્યવહારતિર્વાહક (પ્રાસ્તાવિક) “Common Sense is not so common” ખૂબ જ સરસ સુવાક્ય છે આ ! તેનો અર્થ એ થાય કે, સામાન્ય વાતો સામાન્ય નથી હોતી.. આશય એ કે, ‘સામાન્ય' જણાતી વાતો પણ તે તે અવસ્થાઓમાં અત્યંત ઉપયોગી હોવાથી ‘વિશેષ’રૂપે ગણાય છે. અનેકાંતજયપતાકા, ભાગ બીજો ! અધિકાર ત્રીજો ! નામ છે ઃ સામાન્ય-વિશેષ અનેકાંતવાદ ! આમાં એ જ વાત જણાવી છે કે, વસ્તુના બે પ્રકારના ધર્મો હોય છે : (૧) સમાનપરિણામ, અને (૨) વિશેષપરિણામ.. સમાન દેખાતી વસ્તુ પણ કોઈક અપેક્ષાએ વિશેષપરિણામવાળી હોય છે.. આ વાતને આપણે કેટલાક સ્થૂળ દૃષ્ટાંતોથી સમજીએ - → પિતાજીના સુવર્ણમાંથી દીકરીને બુટ્ટી બનાવવાની ઇચ્છા હતી ! ને દીકરાને વીંટી બનાવવાની ઇચ્છા હતી ! પણ પિતાજીએ દીકરાની ઇચ્છાને પ્રાથમ્ય આપીને વીંટી બનાવી. . તેનાથી દીકરીને શોક અને દીકરાને હર્ષ થયો અને તેનું કારણ એ કે, તે બંને બુટ્ટી-વીંટીરૂપ બે વિશેષ પર્યાયને સામે રાખતા હતા ! જ્યારે પિતાજી મધ્યસ્થપણે જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ સુવર્ણદૃષ્ટિવાળા હતા ! તો અહીં દૃષ્ટિના વિષય તરીકે સમાન-અસમાનપરિણામ સ્પષ્ટપણે જણાય છે.. → જિનાજ્ઞાવિષયક સમાન પણ દેશના, જુદા-જુદા વ્યક્તિને જુદી-જુદી રીતે અપાય છે.. અન્યથા પરસ્થાન દેશના થવાથી ભયંકર દોષ લાગવાનું કહ્યું છે.. તો આનાથી પણ દેશનાની સમાનવિશેષરૂપતા જ સૂચિત થઈ ને ? → મનુષ્યોરૂપે સમાન પણ લોકો, રાજા-રંકરૂપે, આર્ય-અનાર્યરૂપે, ધર્મી-અધર્મીરૂપે એમ જુદાજુદા સ્વરૂપે જુદા-જુદા વિશેષપરિણામોને ધારણ કરે છે; આ પણ તેઓની સામાન્ય-વિશેષરૂપતા જ જણાવે છે... → સામાન્યથી “ઉપ્પન્નઇ વા વિગમેઇ વા ધુવેઇ વા’’ એ ત્રણ પદમાં જ સમસ્ત શ્રુત સમાઈ ગયું હોવા છતાં, વિશેષથી તેનું બાર અંગ - અંગબાહ્ય વગેરેરૂપે વિભાજન ને વિસ્તૃતીકરણ કરાયું છે.. તો અહીં પણ શ્રુતની સમાન-અસમાનરૂપતા નથી જણાતી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy