SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત ઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૨૧) મનને શુભભાવોમાં લાવતો, આગળ વધારતો ને સ્થિર કરતો આવ્યંતર તપ પણ છે.. ભાવના અને અને મન ધ્યાન પણ જૈનમતે તપ જ છે કે જે વીતરાગતા ને કેવળજ્ઞાનને ખેંચી લાવે છે.. તપ અંગે ખૂબ સુંદર વિચારણા રજુ થઈ છે. . તપ પ્રત્યેના અભિગમને બદલી નાંખે એવી વિચારણા છે.. આ વિચારણા વારંવાર પ્રકાશમાં લાવવા યોગ્ય છે.. અનેકાંતની જયપતાકા દસે દિશામાં આસૂર્યચંદ્ર લહેરાતી રહે એ જ વારંવાર અભિલાષા રહો ! દરેક વસ્તુ અનંત ધર્મમય છે, દરેક વસ્તુ જગતની બીજી તમામ વસ્તુઓ સાથે અસ્તિ-નાસ્તિ ધર્મ| સંબંધથી સંકળાયેલી છે ને તેથી જ એક પણ વસ્તુના સર્વધર્માત્મકરૂપે જ્ઞાનથી સર્વવસ્તુઓ સર્વધર્માત્મકરૂપે ♦ જ્ઞાત થાય છે ઇત્યાદિ વાતોને સિદ્ધ કરતા સ્યાદ્વાદના મહિમાને વર્ણવવા શબ્દો ટુંકા પડે ! સર્વ પદાર્થોના | સર્વ પર્યાયોના પ્રત્યેક સમયે સ્પષ્ટ જ્ઞાતા તીર્થંકર પરમાત્મા સિવાય આ પ્રરૂપણા બીજો કોણ કરી શકે ? હકીકતમાં તો અનેકાંતની બીજા એકાંતવાદો સાથે તુલના, સરખામણી પણ સિંધુને બિંદુ સાથે ♦ સરખાવવા સમાન હાસ્યાસ્પદ છે.. ચમચી તે સમુદ્રના પાણીનો તાગ કાઢવા સમર્થ નથી, એકાંતવાદથી ગ્રસ્ત થયેલી મતિવાળાઓ અનેકાંતની અમાપતાને કેવી રીતે સમજી શકે ? પોતાના ગામની ટેકરીને મેરુ કરતા ઊંચી ગણનારાઓની દયા જ ખવાય ! પોતાના કુવાની વિશાળતા આગળ સાગરને સાંકડો માનનારા દેડકા સાથે ચર્ચામાં ઉતરવામાં પણ મૂરખમાં ખપવાનું આવે ! અનેકાંતવાદને એકાંતવાદીઓ । આગળ સાચો ઠેરવવા તર્કો લગાડવા પડે એ કલિકાલની બલિહારી છે.. એ ત્રૈકાલિક સત્ય સિદ્ધાંત છે.. • અદ્ભુત છે અનેકાંતવાદ ! • અદ્ભુત છે જૈનશાસન ! ભાવાનુવાદ કરનારા મુનિવરે મને અનેકાંતજયપતાકા ગ્રંથની પ્રસ્તાવના લખવાનો અવસર આપ્યો એ બદલ હું એમને ધન્યવાદ પાઠવું છું. આ નિમિત્તે મને પણ અનેકાંતની મહત્તાના આત્મસંવેદનનો | અવસર મળ્યો.. અહીં જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.. સહુ અનેકાંતમય જૈનશાસનને આરાધી શમ-સંવેગના ભાગી બને, મોક્ષયાત્રી બને એવી શુભેચ્છા.. દ. Jain Education International આચાર્ય અજીતશેખરસૂરિ.. શ્રાવણ સુદ-૧ ૨૦૬૮ રત્નાગિરિ.. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy