________________
૫૫
ભાવતીર્થ - રત્નત્રયી મધ્યસ્થતાનો પરિણામ જ ખરી શાંત-પ્રશાંતતા આપે છે. જે મોક્ષમાં જાય તેનો આત્મા શાંતપ્રશાંત છે, સર્વ ક્લેશ, સર્વ બંધન, સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત છે. આત્માના નિર્મળ જ્ઞાન આદિ ગુણોમાં રમ્યા કરે, મોક્ષમાં ગુણનો ખજાનો માતો નથી. સિદ્ધ ભગવંત ચોવીસે કલાક આત્મગુણોના ભોગ-ઉપભોગમાં પરોવાયેલા રહે છે. તેઓ નિષ્ક્રિય બેઠા નથી, સતત એક જ પ્રવૃત્તિ છે કે મેળવેલું માણો. જે સિદ્ધ કર્યું છે તેને સતત ભોગવ્યા કરો. આત્માના અપાર ઐશ્વર્યનો ભોગવિલાસ તેમના આત્મામાં અવિરત વહ્યા કરે છે. આ નિર્વિકારી ચેતનની અવસ્થામાં કોઈપણ સંતાપનો અવકાશ જ નથી; કેમ કે સંતાપદાયક તમામ ભાવો આત્મામાંથી બહાર નીકળી ગયા છે. હવે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનો તેમનામાં કણિયો પણ નથી.
સભા : સિદ્ધો કેવું સુખ ભોગવે છે, તે દષ્ટાંત દ્વારા સમજાવો.
સાહેબજી : શાસ્ત્રમાં આવતું દૃષ્ટાંત લાંબું છે. વર્ણન કરતાં દિવસો વીતી જાય. સાંભળતાં આશ્ચર્ય થાય એવું વોલ્યુમોનાં વોલ્યુમો (ગ્રંથોનાં ગ્રંથો) ભરાય એટલું વર્ણન છે. ભૌતિક સુખની એકાંતે દુઃખરૂપતા :
સભા : દુઃખ હોય તોં જ સુખ થાય, એવો નિયમ ભૌતિક ક્ષેત્રમાં જ છે ? કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ છે ?
સાહેબજી : ના, અધ્યાત્મના ક્ષેત્રમાં દુઃખસાપેક્ષ સુખનો નિયમ નથી; કેમ કે તે સ્વાધીન ૧. અક્ષયદાન અચિંત્યના, લાભ અયને ભોગ હો જિનજી, વીર્યશક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વરૂપ ઉપભોગ હો જિનાજી ||૪|| એમ અનંત ગુણનો ધણી, ગુણગણનો આનંદ હો જિનજી, ભોગરમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાણંદ હો જિનજી ૭
(દેવચંદ્રજી કૃત સુપાર્શ્વનાથ જિન સ્તવન ગાથા-૪, ૭) ૨. માવાનાजत्तो च्चिय पच्चक्खं सोम्म! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं तो पुण्णफलं ति दुक्खं ति।।२००५।। सौम्य! प्रभास! यत एव दुःखेऽनुभूयमाने कस्याप्यविपर्यस्तमतेः सुखं प्रत्यक्षं नास्ति, सुखानुभवः स्वसंविदितो न (निवेद्यते) विद्यते, अत एवास्माभिरुच्यते-"दुक्खमेवेदं" इति, यत् किमप्यत्र संसारचक्रे सक्-चन्दना-ऽङ्गनासंभोगादिसमुत्थमपि विद्यते तत् सर्वं दुःखमेवेत्यर्थः, केवलं तस्याङ्गनासंभोगादिविषयौत्सुक्यजनितारतिरूपस्य दुःखस्य प्रतीकारोऽङ्गनासंभोगादिकस्तत्प्रतीकारस्तेन तत्प्रतीकारेण दुःखमपि सद् विभक्तं मूढै देन व्यवस्थापितम्-तत्प्रतीकाररूपं कामिनीसंभोगादिकं पामाकण्डूयनादिवत् सुखमध्यवसितम्, शूलारोपण-शूल-शिरोबाधादिव्याधि-बन्ध-वधादिजनितं तु दुःखमिति। रमणीसंभोगचक्रवर्तिपदलाभादि सुखं स्वसंविदितं "दुःखम्" इति वदतां प्रत्यक्षविरोध इति चेत्। तदयुक्तम्, मोहमूढप्रत्यक्षत्वात्, तस्य तल्लाभौत्सुक्यजनितारतिरूपदुःखप्रतीकाररूपत्वाद् दुःखेऽपि तत्र सुखाध्यवसायः, पामाकण्डूयना-ऽपथ्याहारपरिभोगादिवत्; तथाचोक्तम्-"नग्नः प्रेत इवाविष्टः क्वणन्तीमुपगृह्य ताम्। गाढायासितसर्वाङ्गः स सुखी रमते किल।।१।। औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव। नातिश्रमापगमनाय यथा श्रमाय राज्यं स्वहस्तगतदण्डमिवातपत्रम्।।२।। भुक्ताः श्रियः सकलकामदुधास्ततः किं संप्रीणिताः प्रणयिनः स्वधनैस्ततः किम्? । दत्तं पदं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org