________________
૫૪
ભાવતીર્થ - રત્નત્રયી
રાખો, રક્ષક છે તેને જ રક્ષક માનો, જે હિતકારી છે તેમાં જ હિતકારીની બુદ્ધિ કેળવો. આટલું કરશો તો સમ્યગ્દર્શન સરળતાથી પ્રગટશે. મિથ્યાશ્રદ્ધા અંતે નક્કી દુઃખ આપનારી નીવડે છે. અમારે તમને મૃત્યુ યાદ કરાવી દુઃખી નથી કરવા, પણ સત્યનો નિર્ણય કરાવી, સારાંશરૂપે બોધપાઠ લઈ, પ્રસન્નતાથી જીવન જીવો, વધારે દુઃખી ન થાઓ તે માટે આ સલાહ છે. વાસ્તવિકતાની અનુભૂતિ કરાવવી છે. જેટલા વાસ્તવવાદી બનીને જીવશો તેટલા દુઃખી નહીં થાઓ.
સમ્યગ્દર્શનનો શાંતિદાયક પરિણામ :
સમ્યગ્દર્શનમાં એક જ અટલ શ્રદ્ધા છે કે મારા આત્માને ચોવીસે કલાક સાચી સુખ-શાંતિ આપનાર મારા આત્માના ગુણો છે, તે સિવાયના તમામ સંક્લિષ્ટ ભાવો ત્રાસ-સંતાપ આપનાર છે. તત્ત્વચિંતનથી આવો અડગ વિશ્વાસ સમ્યગ્દષ્ટિને હોય છે. ભૌતિક વસ્તુઓ જરૂરિયાત પ્રમાણે કામચલાઉ ધોરણે મેળવવી પડે, સાચવવી પડે, પરંતુ વાસ્તવમાં તેમાં મારા આત્માને ખરી સુખ-શાંતિ આપવાની શક્તિ નથી. તમે જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરતા હો, પરંતુ શાંતિ-અશાંતિનો અનુભવ તો તમારા મનોભાવોના આધારે થાય છે. જો મનમાં સંક્લિષ્ટ ભાવો હશે તો દુઃખનો અનુભવ થશે જ, અને મનમાં શુભ ભાવો હશે તો શાંતિનો અનુભવ કરવામાં ઇન્દ્ર પણ દખલગીરી નહીં કરી શકે. આ સંસારનું એકાંતે પરમ સત્ય આટલું જ છે કે જીવમાત્રને તેના વિશુદ્ધ ગુણ સુખ-શાંતિ આપે છે, અને તેના દોષો જ તેને ત્રાસ-અશાંતિ-દુઃખ આપે છે. તેના વિના આ દુનિયામાં તમને સીધું સુખ આપનાર કે દુઃખ આપનાર કોઈ નથી. તમે શુભ ભાવમાં રહો છતાં અશાંતિનો અનુભવ થાય તે ત્રણ કાળમાં બને નહીં. તમારા મનમાં વાસના પ્રદીપ્ત થાય અને તમે શાંતિથી રહી શકો તે પણ ત્રણ કાળમાં શક્ય નથી. તેથી જ જેના મનમાં નિર્મળ બ્રહ્મચર્યનો ભાવ છે તેને અશાંતિ છે જ નહીં. આ વાત અનુભવ આધારિત સત્ય છે, પ્રયોગસિદ્ધ છે, નાસ્તિક પણ આનાકાની કે અસ્વીકાર કરી શકે તેમ નથી.
સભા : બીજાનાં દુઃખોને જોઈને દુઃખી થાય તો ?
સાહેબજી : તે કરુણાનો પરિણામ છે, જે પ્રશસ્ત દ્વેષમાંથી પેદા થાય છે. તે પણ એક કષાયનો પરિણામ છે. શુભ હોવા છતાં કષાયરૂપ છે, માટે આવેગજન્ય થોડી પીડા રહેવાની. સિદ્ધ ભગવંત પૂર્ણ સુખી છે, કેમ કે તેમને કષાય જ નથી. સમગ્ર વિશ્વને જોવાની શક્તિ એમનામાં છે, તેઓ સતત આખું જગત જુએ છે, જાણે છે, સમજે છે; તોપણ તેમને કોઈ અશાંતિ, વ્યગ્રતા નથી, કેમ કે બીજાના દુઃખની અસર નથી, સર્વથા નિર્લેપ છે. તેમનો પૂર્ણ
૧. રાષમહામહોપનામતના મેળંશજાદા, યે વાગ્યે દુ:દેતવ: રૂTI દુષ્ટતયા નિત્ય, लोकसन्तापकारिणः। ... ज्ञानवैराग्यसंतोषत्यागसौजन्यलक्षणाः। ये चान्ये जनताऽऽह्लादकारिणः शिष्टसंमताः ।।५।।
(उपमिति० प्रस्ताव-३, शुभपरिणामराजा वर्णन)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org