________________
પ૦
ભાવતીર્થ – રત્નત્રયી rationalisation છે. આજના બુદ્ધિજીવીઓ ધર્મમાં rationale approachની અપેક્ષા રાખે છે, પણ એમને જૈન ધર્મની રત્નત્રયીની ઓળખ-જાણકારી નથી. આમાં કોઈ ધર્મની monopoly (ઇજારો) નથી. દરેક ધર્મવાળાને સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ સાથે કોઈ વાંધો ન હોઈ શકે, માત્ર મિથ્થા સાથે જ વિરોધ હોવો જરૂરી છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની વાત દરેક ધર્મોમાં છે, પરંતુ સમ્યગૂ અને મિથ્યાના વિભાગીકરણમાં ગોટાળો છે. આત્માના દાહને વધારે, તૃષ્ણાને પ્રજ્વલિત કરે અને મલનો સંચય કરે તેવી વિચારધારા કે પ્રવૃત્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રમાં કદી સમાવેશ ન પામે; છતાં અન્ય ધર્મમાં તેનો શંભુમેળો છે, અર્થાત્ સંસાર અને મોક્ષના કારણોને ઉપદેશમાં મિશ્રણ છે, જે પૂર્ણસુખના માર્ગે ન લઈ જઈ શકે.
જૈનદર્શનમાં માત્ર દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રશંસા કે ઉપદેશ નથી, પણ તેના સમ્યપણાનો ભારપૂર્વક આગ્રહ છે; કેમ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર ઊલટા થાય તો સંસાર વધારે, અને સમ્યક થાય તો સંસારનો નાશ કરે. આ સંસારની કોઈપણ ભૌતિક પ્રવૃત્તિ હોય, કે ધર્મના ક્ષેત્રની આધ્યાત્મિક પ્રવૃત્તિ હોય, દરેકમાં શ્રદ્ધા, જ્ઞાન, આચરણ જોઈશે જ. તે વિના ફળ પેદા નહીં થાય. આ વિશ્વમાં કાર્યમાત્ર પ્રત્યે ઇચ્છા, જ્ઞાન, પ્રયત્ન કારણ છે. દર્શન, જ્ઞાન, ચારિત્રને ભગવાને મોક્ષના ઉપાયો કહ્યા તે આશ્ચર્યકારી નથી, પરંતુ તેમાં જે સમ્યગુ-મિથ્યાનો વિભાગ દર્શાવ્યો, તે જ આશ્ચર્યકારી છે. તમારી પાસે અત્યારે પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે જ. તમે શ્રદ્ધા વિનાના નથી. સંસારમાં અડગ શ્રદ્ધા છે, અથાગ વિશ્વાસ છે. દા.ત. તમે ડૉક્ટર, વકીલ, સી.એ. આદિ પર કેટલો વિશ્વાસ રાખી ચાલો છો !
સભા : રાખવો પડે છે, ત્યાં તાત્કાલિક ફળ મળે છે.
સાહેબજી : ડૉક્ટર ઇજેક્ષન આપે અને વાગે તે તાત્કાલિક ફળ છે. તમને ઇન્વેક્ષન લેતાં ગલગલિયાં થાય છે ? અરે ! ઘણીવાર તો જોરથી અપાઈ ગયું હોય તો કેટલાય દિવસ સુધી દુઃખે. તત્કાળ ફળ તો ત્યાં પણ નથી મળતું. ફળ તો પછી જ મળે છે, છતાં ત્યાં શ્રદ્ધા છે.
સભા : સારું થઈ જાય છે.
સાહેબજી : ઇજેક્ષન આપ્યું અને reactionથી તત્કાલ પરલોકમાં ઊપડી ગયા એવા પણ દાખલા છે.
સભા : જવલ્લે જ બને. સાહેબજી : જવલ્લેમાં તમારો નંબર નહીં લાગે તેની ખાતરી છે ? સભા : અખતરો છે, જોખમ છે.
સાહેબજી : છતાં ત્યાં વિશ્વાસ છે. અહીં તો ફળની guarantee કહીએ છીએ, છતાં વિશ્વાસ નથી. તમારો સંસારનો વિશ્વાસ કડવા અનુભવો પછી પણ અડગ છે. તમે બધા દઢ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org