________________
ભાવતીર્થ - રત્નત્રયી
પામે છે. ગમે તે ક્ષેત્ર, ગમે તે કાળમાં કોઈપણ મોક્ષે જાય તેના માટે રસ્તો આ જ છે. નિસર્ગથી કે અધિગમથી આ ચોથું તીર્થ તો પામવું જ પડે.
આ જ કારણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રને મોક્ષનો રાજમાર્ગ કહ્યો. આ રત્નત્રયીમાં અજોડ તારક શક્તિ છે. તીર્થકરો, ગણધરો, કેવલીઓ, ૧૪ પૂર્વધરો કે જેટલા પણ વિશેષ આત્માઓ થયા તે બધાને પણ આ જ તારક બન્યું છે. રત્નત્રયી વગર તીર્થકરો પણ તરી શક્યા નથી કે કોઈને તારી શક્યા નથી. બીજાં બધાં તીર્થો આ તીર્થ વગર નકામાં છે. આ તીર્થમાં ભવસાગરને પાર પાડવાની અદ્દભુત શક્તિ શેના કારણે છે ? એવી શું વિશેષતા છે કે તે જીવમાત્રને અવલંબન લેવાથી તારે ? મારે તમારા મગજમાં સળવળાટ કરીને પછી ખુલાસો કરવો છે. જૈનશાસ્ત્ર એમ ને એમ કોઈ પણ statement (વિધાન) નહીં કરે, જે કહેશે તે તર્કબદ્ધ કહેશે. આ સમ્યગ્દર્શનાદિ ત્રણના સમૂહમાં જ સંસારથી પાર પાડવાની સ્વતંત્ર શક્તિ છે. આ ત્રણ પરિપૂર્ણ પામ્યો હોય તે તત્કાલ તરે, ત્રણમાંથી કોઈપણ અધૂરું-ઓછું હોય ત્યાં સુધી સંપૂર્ણ તરે નહીં. સમ્યગ્દર્શનાદિ માટે શાસ્ત્રમાં “રત્નત્રયી' શબ્દ વાપર્યો. આ જગતમાં અમૂલ્યમાં અમૂલ્ય આત્માના ગુણરૂપ આ ત્રણ રત્નો છે, આ ત્રણને જે પરિપૂર્ણ પામ્યો હોય તેના ચરણમાં સર્વ ઐશ્વર્ય આળોટે. આ ગુણોમાં એટલી પ્રચંડ તાકાત છે કે આત્મા પર અનંત જથ્થામાં લાગેલાં અનંત કાળનાં કર્મોને એક સાથે બાળીને રાખ કરી દે, ભસ્મસાત્ કરી દે. રત્નત્રયી અને સંસારનો પરસ્પરનો સંબંધ સમજવા જેવો છે. પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે કે “સંસાર એટલે બીજું કાંઈ નહીં પણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ, આ જ સે
‘તમે કુટુંબ-કબીલો, પૈસા-ટકા, ધંધો-ધાપો, સગાં-વહાલાં વગેરેને સંસાર માનો. ખરેખર, १. यदुत - यदिदं ज्ञानादित्रयमशेषकल्याणपरम्परासंपादकमतिदुर्लभम् ।
(3પતિ ભવપ્રપંથથા પૂર્વાર્થ પ્રસ્તાવ-૨) २. भगवताऽभिहितं-इह सर्वेषां जीवानां प्रत्येकं त्रीणि त्रीणि कुटुम्बकानि, तद्यथा-क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपःसन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम्। तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम्। तथा शरीरं तदुत्पादकौ स्त्रीपुरुषावन्ये च तथाविधा लोका यत्र सम्बन्धिनः तदिदं तृतीयं कुटुम्बकं, कुटुम्बत्रितयद्वारेण चाऽसंख्याताः स्वजनवर्गा भवन्ति, तत्र यदिदमाद्यं कुटुम्बकमेतज्जीवानां स्वाभाविकमनाद्यपर्यवसितं, हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति। यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थजन्तुभिर्गृहीतं तद्गाढतरं स्वाभाविकमिति। तदनाद्यपर्यवसितमभव्यानां, अनादि सपर्यवसितं केषाञ्चिद्भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति।
(૩મતિપ્રસ્તાવ-૩) - રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણખોજ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદની મોજ. ૩૭ રાગાદિક પરિણામયુત, મનહિ અનંત સંસાર; તેહિજ રાગાદિક રહિત, જાને પરમ પદ સાર. ૩૮
(ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સમાધિશતક)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org