________________
૩૦
ભાવતીર્થ - રત્નત્રયી સભા ઃ ગૌતમ મહારાજા પાછળ છે તેમ કહેવાય ?
સાહેબજી : કહેવું જ પડે. ગૌતમ મહારાજા છઠ્ઠા ગુણસ્થાનકે છે, આ પંદરસો તેરમે ગુણસ્થાનકે પહોંચ્યા છે. તીર્થંકરનો આત્મા પણ ગૃહસ્થાવસ્થામાં હોય તો ચોથા ગુણસ્થાનકે છે, જ્યારે ભાવચારિત્ર પાળનાર સાધુ છા ગુણસ્થાનકે છે. તે અવસરે શાસ્ત્ર કહે છે કે “ભૂમિકામાં સાધુ આગળ અને તીર્થંકર પાછળ'. એટલે જ આગળ રહેલા સાધુ ગૃહસ્થતીર્થકરને વંદન ન કરે. પંદરસો તાપસી કેવલી થયા, તેથી ભૂમિકામાં આગળ નીકળી ગયા.
સભા : કેવલી અને ગણધરમાં કોણ ઊંચું ?
સાહેબજી : ભૂમિકાની દૃષ્ટિએ કેવલી ઊંચા અને પ્રભાવક તારકતાની અપેક્ષાએ ગણધર ઊંચા. વ્યવહારનય પ્રભાવક ગુણોને અધિક મહત્ત્વ આપે છે.
સભા : એટલે વ્યવહારનયથી ગણધર આગળ છે ?
સાહેબજી : હા, તેથી જ સમવસરણમાં કેવલી “નમો હિન્દુસ્સ” કહીને ગણધરોને નમસ્કાર કરી તેમની પાછળ બેસે છે. શાસન વ્યવહારનયથી જ સ્થપાયું છે; કેમ કે નિશ્ચયનય વ્યવસ્થામાં માનતો નથી. વ્યવસ્થા વ્યવહારનયથી ચાલે છે. જે એકલા નિશ્ચયનયને માને છે તે તીર્થનો ઉચ્છેદ કરે છે અને જે એકલા વ્યવહારનયને માને છે તે તત્ત્વનો ઉચ્છેદ કરે છે. આ વાત દિગંબરોના શાસ્ત્રમાં પણ આવે છે. તેમના “સમયસાર” નામના ગ્રંથમાં લખ્યું છે કે જે નિશ્ચયનો વિરોધ કરે છે તે તત્ત્વનો વિરોધ કરે છે, અને જે વ્યવહારનો વિરોધ કરે છે તે તીર્થનો વિરોધ કરે છે'. રત્નત્રયી એક જ અનન્ય મોક્ષમાર્ગ :
અહીંયાં વાત એટલી જ છે કે અધિગમથી મોક્ષે જનારાને આગળનાં ત્રણ તીર્થો કામ લાગે, તે ત્રણ તેને ચોથું પમાડે, પણ જે અધિગમ વગર મોક્ષે જાય છે તે આ ચોથું તીર્થ સીધું
१. तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात्। उक्तं च। "जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयए। एकेण विणा छिज्जड़ तित्थं अण्णेण उण तच्चं।।"
(સમયસાર, કન્નોર-૧૨, ટી) ૨. "જ્ઞાનાવીન' પારમાર્થિરૂપાળા
(કૃદન્યસૂત્ર માન-૨, સ્નો-૨૩૨૨, ટીer) * तथाहि-सम्यग्दर्शन-ज्ञान-चारित्राण्येव कर्मक्षयकारणम्, कर्मक्षयाच्च सिद्धिसुखसम्प्राप्तिः, अतः सिद्धिसुखं त्रिरत्नसारम्। एतेन किमुक्तं भवति?-इत्थम्भूतं सिद्धिसुखमभिलषताऽवश्यं रत्नत्रये प्रेक्षावता यत्न आस्थेयः, उपायमन्तरेणोपेयसिद्ध्यसंभवात्। उपायभूतं च सिद्धिसुखस्य रत्नत्रयम्, कर्मक्षयकारणत्वात्। तथाहि-अज्ञानादिनिमित्तं कर्म, अज्ञानादिप्रतिपन्थि च ज्ञानादि, ततोऽवश्यं ज्ञानाद्यासेवायां कर्मक्षय इति।
(सप्ततिका नाम षष्ठ कर्मग्रन्थ श्लोक-७०, आ. मलयगिरिसूरिजी कृता टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org