SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - રત્નત્રયી ૨૩ સભા : જરા પણ રાગ નહીં ? સાહેબજી : તમારી દૃષ્ટિએ લુખા માણસ. સામા માણસને આટલો બધો સ્નેહ હોય કે અડધા અડધા થઈ જાય છતાં તેને કોઈ અસર ન થાય તે તમને ન સમજાય. તીર્થકરો જન્મથી કેવા હોય તેની પણ તમને કલ્પના નથી. તે અવસરે તેમના આત્મા પર મોહનીયકર્મનો ઉદય ચાલુ છે, આત્મામાં કષાયો હાજર છે, છતાં પ્રભુનો મનોવિજય એટલો છે, મનોબળ એવું દઢ છે કે મનમાં અંશમાત્ર પણ અશુભ રાગ તો ન જ થાય. તમારા પ્રત્યે કોઈ સહેજ પ્રશંસા કરે, લાગણી બતાવે એટલે તમે લેવાઈ જાઓ, તેના પ્રત્યે રાગ ચાલુ થાય; અને સહેજ પ્રતિકૂળ વર્તન થાય એટલે temperament (મિજાજ) બદલાઈ જાય. તમને રીઝવવા અને ખીજવવા તે બંને સરળ કામ છે. ઘડીકમાં પાણી-પાણી થઈ જાઓ અને ઘડીકમાં લાલ-પીળા થઈ જાઓ. તમારું મન જ આવેશોથી ભરેલું છે. પ્રભુ તો કોઈ સ્નેહ બતાવે તો રાગ ન કરે અને કોઈ દ્વેષધૃણા બતાવે તો શ્વેષ ન કરે. જોકે ઋષભદેવ તો એટલી પુણ્યાઈ લઈને આવ્યા છે કે આખો જનસમુદાય તેમના પ્રત્યે લાગણીવાળો છે, છતાં કોઈને તેમના પર દ્વેષ-તિરસ્કાર થાય તોપણ પ્રભુને કોઈ અસર ન થાય; કેમ કે બંને પ્રસંગોમાં નિર્લેપ રહી શકે એવી સ્થિતપ્રજ્ઞ' અવસ્થા લઈને તેઓ જન્મ્યા છે. શાસ્ત્રમાં લખ્યું કે “પ્રાયઃ કરીને તીર્થકરો ત્રીજા ભવથી જ સ્થિતપ્રજ્ઞ હોય છે. વળી તીર્થંકરો મોટે ભાગે આગલા ભવમાં દેવલોકમાં હોય, કોઈક તીર્થંકરનો આત્મા જ નરકમાંથી આવે. દેવલોકમાં પણ ઊંચામાં ઊંચા દેવલોક હોય કે જ્યાં ભૌતિક ભોગોની છોળો ઊડતી હોય; છતાં ત્યાં પણ પ્રભુ સ્થિતપ્રજ્ઞ છે, અનાસક્ત ભોગી છે; કારણ કે તેમને ભોગો ભોગવવા છતાં ભોગમાં આસક્તિ નથી, સુખની અપેક્ષા નથી કે દુ:ખનો વિરોધ નથી. જે ભૌતિક સુખ-દુઃખની અસરથી મુક્ત છે તેવાને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. ઋષભદેવ પરમાત્મા ગૃહસ્થઅવસ્થામાં પણ આવા હોવાથી માતાનો રાગ એકપક્ષી છે. વળી આટલાં વર્ષો સાથે રહ્યા તોપણ આશ્ચર્ય એ છે કે “માને ખબર જ નથી પડી કે મને દીકરા પર અનહદ રાગ છે, પણ દીકરાને મારા પર કોઈ રાગ નથી'. વિચારો, ઋષભદેવ પરમાત્માનો પોતાની માતા પ્રત્યેનો વ્યવહાર કેવો ઉચિત હશે ! સભા : સ્થિતપ્રજ્ઞ જીવ કર્મના કારણે જ સંસારની પ્રવૃત્તિ કરે ? સાહેબજી : એવું એકાંતે નથી. હિતબુદ્ધિથી પણ પ્રવૃત્તિ કરે, પ્રશસ્ત કષાયથી સર્વ કર્તવ્ય કરે, કોઈનું ભલું કરવા પ્રશસ્ત રાગ-દ્વેષ પણ કરે, સ્થિતપ્રજ્ઞ જીવ સમતાની ભૂમિકામાં નથી. ઋષભદેવ પ્રભુ બાળપણમાં રમતાં, તોફાન-મસ્તી પણ કરતાં. હા, તમારા છોકરાઓની જેમ અવળચંડાઈ ન કરે. માત્ર એવી મસ્તી કરે કે જેનાથી બધાને શુભ ભાવ થાય. સ્થિતપ્રજ્ઞનો અર્થ એ નથી કે બધું કર્મથી જ કરે; ઇચ્છાથી પણ કરે, પણ તેની બધી ઇચ્છાઓ શુભ જ હોય. જેમને ઇચ્છા જ નથી તે તો સમતામાં છે. જેણે માત્ર અશુભ કામનાનો ત્યાગ કર્યો અને મનમાં १. दुःखेष्वनुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ।।६५ ।। (અધ્યાત્મિસાર, fથાર-૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy