________________
ભાવતીર્થ - રત્નત્રયી
સાંનિધ્ય-નિશ્રા નથી, શાસ્ત્રનું એક પાનું પણ હાથમાં લીધું નથી, સંઘ સાથે પણ કોઈ સંપર્ક કે પરિચય થયો નથી; છતાં તેઓ અત્યંત હળુકર્મી હોવાથી તેમને સ્વયં અંદરથી મોક્ષમાર્ગ સ્ફુરવાનો ચાલુ થાય. આમાં ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માનાં માતા ‘મરુદેવામાતા’ છે. તીર્થંકરોની માતાને શાસ્ત્રમાં જગતની માતા કહેલ છે. ઘણા પુણ્યનો સંચય કર્યો હોય અને ઘણા ગુણોથી આત્મા વાસિત થયો હોય તેવો ગુણિયલ જીવ ‘તીર્થંકરની માતા' બને છે. આ જીવ ગુણિયલ છે, તેમાં શંકાને સ્થાન નથી. બીજા તીર્થંકરોની માતા પણ ગુણિયલ જીવો જ છે, છતાં ઘણા તીર્થંકરોની માતા કાળ કરીને સ્વર્ગે ગયાં છે, તે જ ભવમાં મોક્ષે ગયાં નથી. પાછું તેમને તો આગલા તીર્થંકરોનું તીર્થ પણ મળ્યું હોય. દા.ત. ત્રિશલામાતા અને સિદ્ધાર્થરાજાને પાર્શ્વનાથ ભગવાનનું શાસન મળ્યું છે. કલ્પસૂત્રમાં આવે છે કે ‘તેઓ પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા છે'. એટલે તેમને આરાધવા શાસન મળ્યું છે,
ધર્મસામગ્રી મળી છે.
૨૨
પણ 'મરુદેવામાતા તીર્થંકરની માતા થયાં, છતાં જન્મથી કદી ધર્મનો યોગ થયો નથી; કારણ કે તે યુગલિકનો કાળ હતો, તે કાળમાં આ ભરતક્ષેત્ર ભોગભૂમિ હતી, અને ભોગભૂમિમાં કોઈ ધર્મ-કર્મ હોતાં નથી. હજુ ઋષભદેવ ભગવાન જન્મ્યા છે. તે મોટા થશે, યુવાવસ્થા પામશે, રાજ્ય ભોગવશે, અંતે દીક્ષા લઈ સાધના કરી કેવલી થઈ ધર્મતીર્થની સ્થાપના કરશે; ત્યાં સુધી આ ભરતભૂમિમાં લોકોને ધર્મનું અજ્ઞાન છે, એટલે મરુદેવામાતાનું આખું જીવન પણ ધર્મની દૃષ્ટિએ શૂન્ય છે, માત્ર ગુણિયલ ભદ્રકપ્રકૃતિનાં છે, તેમના પ્રકૃતિસૌંદર્યનો પાર નથી. એટલી સુંદર પ્રકૃતિ છે કે જે તેમના પરિચયમાં આવે તેને થાય કે કેટલો સજ્જન અને ગુણિયલ જીવ છે ! તેમની અંદરમાં રહેલું સાહજિક પ્રકૃતિસૌંદર્ય કપરા નિમિત્તમાં પણ શુભ ભાવ કરવા પ્રેરે છે. આ નિમિત્ત એવું હતું કે મનોવૃત્તિ સંક્લેશવાળી હોય તો તરત જ અશુભ ભાવમાં ફેંકાઈ જાય. માએ ધાર્યું નથી કે દીકરાને મારા માટે કોઈ સ્નેહ જ નથી, તેમણે ઋષભદેવ પરમાત્માને અતિશય રાગથી ઉછેર્યા છે, તેમની આખી દુનિયા ઋષભમાં સમાયેલી છે. હવે જે ‘મા'ને આટલો રાગ હોય તેને આવું બને તો કેવો shock (આઘાત) લાગે ? અહીં રાગ એકપક્ષી છે; કેમ કે ભગવાનને રાગ નથી, તીર્થંકરો જન્મથી મહાવિરાગી અને અનાસક્ત હોય છે. ઋષભદેવ જન્મ્યા ત્યારે પણ તેમને મા પ્રત્યે અશુભ રાગ નહોતો, જન્મ્યા પછી બાલ્યાવસ્થામાં માએ પાલન-પોષણ કર્યું તોપણ સ્નેહ નહોતો, છતાં આખી જિંદગી મા પ્રત્યે ખૂબ જ વિનયયુક્ત ઉચિત વ્યવહાર કર્યો હતો, પણ અંતરમાં કોઈ મમત્વ-અનુરાગ નથી. ૧. અવવવિ પુર્વ્ય, મફ્તેવી સાળિ વ તળાત। સુ૪માવળાવસેળ, નીવા પાતિ નિબ્બાળ।।૨૦।। (થર્મરત્નપ્રામ્ માગ-૨, શ્લો-૭૦, વેવેન્દ્રસૂરિષ્કૃત ટીવા) * पूर्वमप्राप्तधर्मापि परमानन्दनन्दिता । योगप्रभावतः प्राप मरुदेवा परं पदम् । । ११ । ।
(થોળશાસ્ત્ર પ્રજાશ-o મૂલ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org