SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભાવતીર્થ - રત્નત્રયી કયું ? તેનો વિચાર તો કરવો જ પડે. વળી નિશ્ચયનય તો ૧૦૦ ટકા guaranteed કારણની વાત કરે છે, વ્યવહારનયની જેમ તેની ૯૯ ટકાની વાત નથી. તેથી અન્યલિંગે સિદ્ધ થનાર પણ રત્નત્રયીથી જ તરે છે. મરુદેવામાતાની જેમ તીર્થ વિના સિદ્ધ થનાર પણ રત્નત્રયીથી જ સિદ્ધ થાય છે. માત્ર વ્યવહારનયના તીર્થોનું અવલંબન મરુદેવામાતાએ નથી લીધું, એ અપેક્ષાએ જ તેમને અતીર્થસિદ્ધ કહ્યા છે; નહીં કે “રત્નત્રયીરૂપ ભાવતીર્થને સ્વીકાર્યા વિના મોક્ષે ગયા છે', તેવો તે વિધાનનો અર્થ છે. સંસારસાગરથી જીવમાત્રને તારનારું તત્ત્વ આ જ છે. રત્નત્રયી વિના મોક્ષ પ્રતિ પ્રયાણ કર્યાનો એક દાખલો નથી. આ રત્નત્રયીરૂપ તીર્થની અનિવાર્યતા સમજાય તો તેનું શરણ નિશ્ચિતપણે લેવાનું મન થાય. સભા : મરુદેવામાતાને કેવલજ્ઞાન કેવી રીતે પ્રગટ્યું તેનું સ્પષ્ટીકરણ કરો તો ખ્યાલ આવે. સાહેબજી : સંક્ષેપમાં અંદરના ઉઘાડની વાત કહી, છતાં થોડું સ્પષ્ટતાથી વિચારીએ : સંસારી જીવોમાં કોઈ જીવ એવો હોય કે જેના આત્મા પર કર્મોનાં પડેલ ઓછાં હોય, જ્યારે મોટા ભાગના જીવોને અંદરમાં કર્મોનાં ગૂંચડાં અપાર હોય છે. આ સૃષ્ટિમાં જીવો ભાતભાતના અને જાત-જાતના છે, તમામ જીવદળ સરખાં નથી, પ્રત્યેક જીવનું તથાભવ્યત્વ પણ જુદું હોય છે. અહીં મરુદેવામાતાનું જીવદળ-ઉપાદાન એવું છે કે તેમના આત્મા ઉપર કર્મનાં અસંખ્ય પડલો છે, છતાં તે અત્યંત નબળાં-ઢીલાં છે. તેથી જરાક ધક્કો લાગે તો તૂટવા લાગે. સભા : ઘાતિકર્મો ઓછાં હતાં ? સાહેબજી ઃ માત્ર ઓછાં નહીં, અત્યંત નબળાં હતાં. છદ્મઠ તમારા શરીર પર સુતરના હજાર તાંતણા વીંટાળીએ તો તે તોડવા સહેલા અને એક મોટું જાડું મજબૂત દોરડું લઈને વીંટી દઈએ તો તેને તોડવામાં કેટલી મહેનત પડે ? હાથે ચકામા-કાપા પડી જાય. તેમ મરુદેવામાતાના આત્મા પર આવરણો સુતરના તાંતણા જેવાં નબળાં છે હતાં, માટે મરુદેવામાતાનો જીવ હળુકર્મી હોવાથી જરાક વૈરાગ્યની વિશેષ ભાવના કરે એટલે અવરોધક કર્મો તૂટે, અને અંતરમાં શુદ્ધિજન્ય પ્રકાશ પ્રગટે, જે આગળ આગળના કલ્યાણની દિશા બતાવે. વળી તેના પર સ્વયં પુરુષાર્થ કરીને તેમનો આત્મા ચાલે, એટલે બીજાં સત્તામાં રહેલાં કર્મોને ધક્કો લાગે, તે તૂટતાં નવો પ્રકાશ પથરાય, એમ આગળ-આગળનું અંધારું કપાતું જ જાય, અને જીવ પુરુષાર્થ દ્વારા માર્ગ પર શીધ્ર ચડતો જ જાય. મરુદેવામાતાના આત્મામાં આવી પ્રક્રિયાના પ્રારંભ માટે એક નિમિત્ત મળી ગયું. જોકે આવું નિમિત્ત તમને મળે તો તમે તેને પામીને ગાઢ-ચીકણાં કર્મો બાંધીને દુર્ગતિમાં જાઓ; કારણ કે જે પાત્ર માટે તમે આખી જિંદગી ઝૂરી ઝૂરીને વરસો કાઢ્યાં હોય, અરે ! તેને ખાતર દુઃખી-દુઃખી થઈ ગયા હો, અને આકસ્મિક તમને ખ્યાલ આવે કે તે પાત્રને તમારી જરાય પડી નથી, એ તો તમને યાદ પણ કર્યા વિના મસ્તીથી જીવે છે; સાચું કહો, આવા નિમિત્તમાં તમને પહેલાં વૈરાગ્ય થાય ? કે તેના પર સખત ઠેષ થાય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy