________________
४४८
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ જ સર્વત્ર ઉચિત વર્તનની આજ્ઞા છે. ધર્મના બંધારણનો પાયો અને ઉદ્દેશ કાયમી છે. તેથી જ તીર્થકરોની તેને અનુરૂપ આજ્ઞા પણ એક જ આવવાની. અનંતી ચોવીશી પહેલાંના તીર્થકર કે વર્તમાન તીર્થંકર, સૌની આજ્ઞામાં પણ સારભૂત ભાગ એક જ છે; તે કારણથી “ઉચિત વર્તન કરવું' એને અપેક્ષાએ શાશ્વત આજ્ઞા કહી શકાય.
વર્તમાન રાજ્યશાસનનાં બંધારણો પણ સંપૂર્ણ unchangeable (સુધરી ન શકે તેવાં) નથી. દેશમાં અત્યાર સુધીમાં સોએક જેટલા બંધારણીય સુધારા ભારતની પાર્લામેન્ટ કર્યા છે, અને કાયદા-કાનૂનો તો જાણે નિતનવા બદલાય છે, અનેક ફેરફારો કરાય છે. માત્ર બંધારણનું core feature (મૂળભૂત માળખું) ન બદલી શકાય તેટલી જ અપરિવર્તનશીલતા છે. અરે preambleરૂપ (આમુખરૂપ) આદર્શ કે ઉદ્દેશના વિભાગમાં પણ સુધારા-વધારા કરાય છે. દા. ત. secular stateની (બિનસાંપ્રદાયિક રાજ્યની) policy (નીતિ) preambleમાં (આમુખમાં) પાછળથી ઉમેરાઈ છે, જ્યારે અહીં ધર્મશાસનમાં તો બંધારણ સંપૂર્ણ અપરિવર્તનશીલ છે. ગમે તે દેશ-કાળ આવે, ગમે તે સંયોગો નિર્માણ થાય, તીર્થકરો બદલાય, તીર્થકરોનાં ધર્મશાસન બદલાય, ચતુર્વિધ શ્રીસંઘ નવો સ્થપાય, શાસ્ત્રો રચાય, પરંતુ સિદ્ધાંતરૂપ બંધારણીય વિભાગ શાસ્ત્રમાં સદા તેનો તે જ રહે છે. તેમાં લકીરમાત્ર પણ ફેરફાર સંભવિત નથી, absolute rigidity (સંપૂર્ણ અપરિવર્તનશીલતા) છે. આ ગૌરવ લેવા જેવી વાત છે. ધર્મનો સ્વયંસિદ્ધ મહિમા છે, કારણ કે તેનો પાયો-આધાર સનાતન-શાશ્વત છે. વળી ધર્મશાસનના આદર્શો પણ ક્યારેય અંશમાત્ર ફેરફાર પામતા નથી. માત્ર તેને પ્રાપ્ત કરવાનાં સાધનોરૂપ આચારમાં સમયસંયોગો પ્રમાણે પરિવર્તન આવી શકે, છતાં મૂળભૂત આચાર તો એ જ રહે છે. દા. ત. બાવીશ તીર્થકરના સાધુઓનો આચાર અને પ્રભુ મહાવીરસ્વામીના સાધુઓનો આચાર, બંનેમાં અહિંસાસત્ય-અપરિગ્રહ આદિ મૂળભૂત પાલન તો સમાન જ છે, માત્ર તેના અમલીકરણ અંગે વિશેષ નીતિ-નિયમોમાં કાળ, જીવો અનુસાર મામૂલી ફેરફાર છે. બસ, આવા by-lawsમાં (પેટાનિયમોમાં) સમયે-સમયે ફેરફાર એટલો જ ધર્મશાસનનો flexible (પરિવર્તનશીલ) વિભાગ છે. આ વાત જેને સમજાય તેને ધર્મશાસનની સ્વાભાવિક શાશ્વતતા અને સ્વયંપ્રતિષ્ઠિતતાનું ભાન થાય.
સભા : By-laws (પેટાનિયમો) બદલે કોણ ?
સાહેબજી : ગીતાર્થો ભેગા થઈ દેશકાળ પ્રમાણે લાભાલાભ દેખાય તો by-laws બદલી શકે છે. ઘણા by-laws ભૂતકાળમાં બદલ્યા છે, અને અત્યારે પણ બદલીએ છીએ. જે રીતે હિતાહિત થાય તે વિચારી by-lawsમાં ગીતાર્થ ફેરફાર કરી શકે છે.
4. The words "SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC" in the Preamble of The Indian Constitution are substituted for "SOVERIEGN DEMOCRATIC REPUBLIC" by the Constitution [Forty-second Amendment) Act, 1976, Sec. 2 (w. e. f. 3-1-1977).
(Preamble of the Constitution of India)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org