________________
રૂ
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૪૨૩ કોઈપણ સંયોગોમાં હિંસા કરવી તે પાપ જ છે તેવું બોલનાર ધર્મ સમજ્યો નથી. ધર્મ-અધર્મનાં અનુષ્ઠાનો સમજો, નહીં તો ખોટા ચકરાવે ચડશો.
તમારે જીવનમાં નાની પણ અહિંસા ન થાય, અન્યાય ન બને તે રીતે જીવવું હોય તો મનમાં નક્કી કરવું પડે કે હું જીવીને મારો કોઈ સ્વાર્થ સાધીશ નહીં. આખું જીવન કૌટુંબિક, સામાજિક, નૈતિક, ધાર્મિક કર્તવ્યોમાં સમર્પિત કરે તેવો માણસ કોઈ કપરા સંયોગોમાં સાપને મારીને પણ જીવે તોપણ તેમાં તેની જાતનું અને આખી દુનિયાનું ભલું જ છે; કારણ કે તે જીવીને દુનિયામાં લોકોત્તર ન્યાય જ ફેલાવશે. તેવામાં જીવન સૃષ્ટિ માટે આશીર્વાદરૂપ છે. તીર્થકરો ધર્મતીર્થ સ્થાપી એવા પ્રજાજનો પકવવા માંગે છે કે જે જીવીને આખા જગત માટે લાભદાયી-હિતકારી બને. તમને સાપ ખાય (ડંશ દે) તેની સામે વાંધો છે, તમારે સાપના જીવનના ભોગે તમારું જીવન બચાવવું છે, પરંતુ જીવનનો ઉપયોગ તો પાછો વિકારપૂર્તિ માટે જ કરવો છે; એ જ દુરુપયોગ છે. તેથી પાપ લાગવાનું.
સભા ઃ સાપ બચીને કેટલાયને મારશે.
સાહેબજીઃ સાપ લોકોને વધારે કરડે છે કે તમે વધારે કરડો છો ? જાણે તમે નિર્દોષ સંત હો તેવી વાત કરો છો. તમને આખું ગામ ગુનેગાર દેખાય છે, તમારી જાત ગુનેગાર નથી દેખાતી. સાપને તો ખાલી મોઢામાં જ ઝેર છે, તમારે તો માથાથી પગ સુધી ઝેર છે. આ દુનિયામાં મનુષ્યો જેટલાં કુકર્મો કરે છે એટલાં કુકર્મો બીજું કોઈ નથી કરતું. પશુસૃષ્ટિ તો અનાથ છે, કોઈ માલિક નથી, રક્ષક નથી, એટલે તમે ગમે તેમ પકડી રહેંસી નાંખો છો. પશુપંખી કે શુદ્ર જીવજંતુઓએ તમારું કાંઈ બગાડ્યું નથી. છતાં વાતવાતમાં જે રીતે મનુષ્યો તેમનો ભોગ લે છે, તેનું વર્ણન થાય તેમ નથી. ન્યાયના ત્રાજવામાં તોલવામાં આવે તો કહેવું પડે કે વાઘ-સિંહ તમારા કરતાં સારા છે. તે તો રાડ પાડી, સાવચેત કરી સામા પર હુમલો કરે છે. તમે તો છૂપી રીતે સાફ કરો તેમ છો. માણસજાત દુનિયામાં ભલી, સારી, સજ્જન જાત છે એમ કોઈ નહીં કહી શકે. આ દુનિયામાં હેવાનમાં હેવાન માણસ છે. તેણે જેટલો કાળો કેર વર્તાવ્યો છે, બીજી જીવસૃષ્ટિ ઉપર જેવા અત્યાચારો ગુજાર્યા છે તેનો counter record નથી.
સભા : આ સભામાં તો એવા હેવાન ભેગા નથી જ થયા ને ?
સાહેબજી : તમારા પણ vested interests (સ્થાપિત હિતો) ઓછા નથી. અત્યારના વૈજ્ઞાનિકો research workના (સંશોધન કાર્યના) નામથી પશુસૃષ્ટિ ઉપર જે કાળો કેર વર્તાવે છે, તેમાંથી જે output (નીપજ-ઉત્પાદન) આવશે તેનો ભૌતિક લાભ લેવા તમે બધા પણ હોંશે હોંશે તૈયાર છો. તેથી તમારો દૂર કર્મોમાં પણ via (આડકતરો) હિસ્સો છે જ. આજની કહેવાતી આધુનિક શોધખોળો પાછળ ક્રૂરતાનું મોટું તાંડવ છે. તમે દાવા સાથે એવું નહીં કહી શકો કે સાપ જીવે તો વધારે નુકસાન છે, અને તમે જીવો તો સૃષ્ટિમાં ઓછું નુકસાન છે. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org