________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૪૨૧
બંધાવો, તેમાં જેટલા જીવો બાંધકામ, maintenance (જાળવણી), repairing (મરામત) કે renovationમાં (નવિનીકરણમાં) મર્યા, તે બધાને તમે તમારા આવેગ, ઇચ્છાપૂર્તિ માટે અન્યાય કર્યો. તેના બદલે નિઃસ્વાર્થ ભાવે ધર્મના પવિત્ર ઉદ્દેશથી, જયણાપૂર્વક ઉપાશ્રય બંધાવો, તેમાં પણ બાંધકામ વગેરેમાં ઘણા જીવો મર્યા; પરંતુ ત્યાં આરાધના કરનાર અનેકગણી અહિંસા અનેકના જીવનમાં ફેલાવશે, અનેકના જીવનમાં દયા-મૈત્રી-કરુણાપૂર્વકના જયણાના ઉન્નત આચારો વિકસશે. દુનિયામાં અહિંસા-સત્યનો સંદેશ રેલાશે. તેથી લાભાલાભની દૃષ્ટિએ જેટલા જીવો મર્યા તેના કરતાં અનેકગણી (લાખો-કરોડો .. અનંતગણી) અહિંસા વળતરમાં મળી. તેથી તે અન્યાય નહિ ગણાય. શાસ્ત્રમાં અન્યાયનો અર્થ એવો છે કે જ્યાં તમે કોઈ જીવનું ભલું કરતા નથી, માત્ર તમારો સ્વાર્થ કે તમારી તૃષ્ણાપૂર્તિ માટે બીજાને રહેંસી નાંખો છો, ત્યાં જ અન્યાય છે; સ્વના કે અનેક આત્માના ભલા માટે કોઈ અલ્પ જીવોને પીડા આપવી પડે તે અન્યાય નથી. લોકોત્તરન્યાયમાં ઘણી સમતુલા અને વિવેક છે. જેમ રાષ્ટ્રના રક્ષણ ખાતર કદાચ કોઈ વ્યક્તિ કે કુટુંબનું બલિદાન લેવું પડે તો તેને સમાજમાં પણ અન્યાય નથી કહેવાતો, પરંતુ રાષ્ટ્રભક્તિ કે દેશભક્તિનું કાર્ય કહેવાય છે.
સભા : વિકાર એટલે ?
સાહેબજી : જે તમારા મનને અશાંત, સંતપ્ત, દુઃખી કરે છે તે જ વિકૃતિ હોવાથી વિકાર છે. વિકાર એનું નામ કે જે પહેલાં માલિકને દુઃખી કરે, પછી દુનિયાને દુઃખી કરે. ગુસ્સો કરવાથી પહેલું તમારું લોહી બળે, માનની ભૂખ જાગે એટલે અંતરમાં પહેલાં તમે શેકાઓ. માયાના ભાવમાત્રથી અંદરમાં ખુલ્લા ન પડી જવાની સતત ચિંતા તમને વ્યથિત કરે. લોભ અંતરમાં પ્રગટ્યો નથી ને અજંપો અનુભવાયો નથી. વિકારો સેવનારને દુઃખી ન કરતા હોય તો સાચા અર્થમાં વિકાર કહેવાય જ નહીં. જેના આત્મામાં વિકાર જન્મે તે દુઃખી, સંતપ્ત, પીડિત નક્કી થવાનો. તેને અંદરમાં કન્ટ્રોલ ન કરે અને વર્તનમાં લાવે તો બીજા પણ દુઃખી થવાના. પરંતુ તમને વિકારો ગમી ગયા છે.
સભા : વિકારો પીડા આપે છે, છતાં કેમ ગમે છે ?
સાહેબ ? એ જ ખૂબી છે. પોતાને પીડા આપે, છતાં પોતાને જ ગમે છે. ઘણા ગાંડા એવા હોય છે કે ભીંત પર જોરથી મુક્કો મારે અને પછી ખડખડાટ હસે. તમને પાગલખાનામાં એવા અનેક માણસો જોવા મળશે. અહીં તમારી પણ તે જ સ્થિતિ છે. ભગવાને કહ્યું કે આખી દુનિયા મોહથી ઉન્મત્ત થઈને ફરે છે. મોહની પ્રેરણા જ અંદરમાં એવી હોય છે જે અનુસરવામાત્રથી તમને દુઃખી કરે, બીજાને પણ દુઃખ અપાવે. વિકારોથી પ્રેરાઈને દુનિયા દુઃખથી ગ્રસ્ત ફરે છે. આ ધર્મસત્તાના અનુયાયી બનવું હોય તો પહેલાં મનમાંથી મોહનો અધિકાર, મોહનું વર્ચસ્વ તોડવું પડશે.
१. एकं हत्वा यदि कुले, शिष्टानां स्यादनामयम् । कुलं हत्वा च राष्ट्र च, न तद् वृत्तोपघातकम् ।।३१।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-३३)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org