________________
૪૨૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તમારા માનસિક તરંગો, આવેગ કે તુચ્છ કામનાઓની પૂર્તિ માટે વેડફી નાંખવાની ન હોય, અને વેડફવું વાજબી હોય તો જીવનનો કોઈ સાચો મતલબ નથી. હું કરોડપતિ બને એવા અહંકારની પૂર્તિ માટે ૨૫ વર્ષ મજૂરી કરી પુણ્યથી સફળતા મળી એટલે મૂછે હાથ દઈ ફરો, તો આ ૨૫ વર્ષ જીવનનાં વેડફીને વ્યવસાયમાં કેટલાને અન્યાય કર્યો ? અને અંતે શું મેળવ્યું ? આવેગની પૂર્તિ જ કે બીજું કાંઈ ? ઘણા તો મેળવેલું ભોગવી શકવાના પણ નથી. જેઓ વિકારોની પૂર્તિ માટે જીવે છે, વિકારપૂર્તિમાં જીવનની સફળતા માને છે, તેઓને કદી જિનાજ્ઞા ગળે ઊતરવાની નથી. તમારા જીવનનું ધ્યેય તો પવિત્ર હોવું જોઈએ, મલિન નહીં. વિકારપૂર્તિ તો મલિન ધ્યેય છે. કામ-ક્રોધ-વાસના-વિકારોની પૂર્તિ જીવનનું યોગ્ય ધ્યેય કહેવાતું હોય તો ગુંડાઓ તમારા કરતાં વધારે વખાણવા લાયક છે. તેઓ વિકાર-આવેગપૂર્તિમાં કદાચ તમારા કરતાં વધારે સફળ હોય.
સભા : ગુંડાઓ અન્યાય કરીને વિકારપૂર્તિ કરે છે.
સાહેબજી : મનુષ્યને અન્યાય કરે તે જ અન્યાય, જ્યારે તમે બીજા જીવોને અન્યાય કરો તે અન્યાય નહીં ? પેલો માનવસમૂહને અનુલક્ષીને સામાજિક અન્યાય છે, જ્યારે તમારો જીવસૃષ્ટિને અનુલક્ષીને વૈશ્વિક અન્યાય છે. અન્યાય તો બંનેમાં છે જ, માત્ર ક્વોલિટીનો ફેર છે. વળી ધ્યેય પણ બંનેનાં સમાન જ છે. તેથી ખોટો બચાવ શક્ય નથી.
સભા : નીતિનું કમાઈને જયણાપૂર્વક રસોઈ કરી ટેસથી ખાય તેમાં ક્યાં કોઈને અન્યાય
કર્યો ?
સાહેબજી : તે જીવોને આખેઆખા ચૂલે ચડાવ્યા, રાંધ્યા, કાપ્યા, શેક્યા, મસાલા ભર્યા, વળી તેમાં ટેસ લો છો, છતાં કહો કે ક્યાં અન્યાય કર્યો ? તમારી એક નાની આંગળી ખદબદતા ગરમ પાણીમાં માત્ર બોળો તો પણ તમને કેટલી વેદના થાય છે ? તમને આવું કોઈ કરે તો ઘોર અન્યાય ગણાય, તો બીજા જીવોને અન્યાય નહિ, તેવું કેમ કહેવાય ? પ્રવૃત્તિનું ધ્યેય પવિત્ર નક્કી કરો તો જ બીજા જીવોને અપાતો ત્રાસ યોગ્ય બની શકે. બાકી તમારા કષાયના તરંગો અને તે ઇંદ્રિયોની વાસના પૂરી કરવા બીજાને ત્રાસ આપો અને અન્યાય કે અનુચિત વર્તન ન કહેવાય, તેવું ત્રણ કાળમાં બને નહીં. વ્યક્તિ કે સમષ્ટિના હિતના ઉદ્દેશથી કોઈ જીવને પીડા આપવી પડે તો તેમાં લાભાલાભનો વિચાર કરવો પડે તેવી જિનાજ્ઞા છે.
સભા : ન્યાયસંપન્ન વૈભવ ભોગવે તોપણ મત્સ્યગલાગલ ન્યાય કહેવાય ?
સાહેબજી : હા, ચોક્કસ. સંસારનું વિષચક્ર આ મત્સ્યગલાગલ ન્યાયથી જ ચાલે છે. (મસ્યગલાગલ ન્યાય એટલે દરિયામાં મોટું માછલું નાના માછલાને ગળી જાય, તેનાથી મોટું તેને ગળી જાય, તે ક્રમથી ચાલતી નીતિ.) તમે જીવનમાં તમારો ભૌતિક સ્વાર્થ સાધવા નાના જીવોને હડપ કરીને ટેસ ભોગવો છો, ત્યાં ન્યાયસંપન્નવૈભવ હોય તોપણ મત્સ્યગલાગલ ન્યાય જ છે. ધર્મ લોકોત્તર ન્યાય સૂચવે છે. તમે એશ-આરામ-સગવડ-status (મોભા) માટે બંગલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org