________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૪૯ ધર્મ ન બન્યો. કારણ એક જ કે તેમણે બંધારણને ન માન્યું. શાસ્ત્રોરૂપી બંધારણ પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરવો તે મહાન દોષ, મહાન અપરાધ છે. તરવું હોય તો જીવનમાં સાવધાન થઈ જાઓ. અત્યારે ઘણા જૈનો ધર્મ કરે છે, પણ મગજમાં એટલી બધી રાઈ ભરાઈ ગઈ હોય કે તેમને ધર્મશાસનના મૂળભૂત બંધારણ કે નીતિ-નિયમોની કોઈ પરવા નથી. ગમે ત્યાંથી આડા ફાટે, કહે કે અમારે શાસ્ત્ર સાથે લેવા-દેવા નથી. પરંતુ આ બરાબર નથી. જિનવચન પ્રત્યેનો મૂળભૂત અવિશ્વાસ ધર્મશાસનના પાયામાં પ્રહાર છે. તે કરવાથી આખું તંત્ર વિખેરાય. હા, બંધારણમાં જ નીતિ-નિયમોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કે વ્યક્તિ આધારે જેટલી flexibility છે અર્થાત્ કાયદા-કાનૂનમાં જે પરિવર્તનશીલતા છે, જિનાજ્ઞામાં જ ભિન્નતા છે, તે પણ ન સ્વીકારે, અને સંદર્ભ વિના કોઈ એક જ જિનાજ્ઞાને જડની જેમ એકાંતે પકડે, તો તે પણ શાસ્ત્રના નામથી દાવો કરવા જતાં વાસ્તવમાં તે શાસ્ત્રનો શ્રદ્ધાળુ નથી જ. ટૂંકમાં, બંધારણના અપરિવર્તનશીલ વિભાગરૂપ આદર્શો, તત્ત્વ, સિદ્ધાંતો as it is (જેવાં છે તે જ સ્વરૂપે) સ્વીકારવા રહ્યા, તેમાં અશ્રદ્ધા કે અવિશ્વાસ ચાલે નહીં. નિહ્નવોએ કોઈ ને કોઈ સિદ્ધાંતોમાં જ અવિશ્વાસ વ્યક્ત કર્યો. તેથી જ તેમની બધી લાયકાત, ગુણો નિષ્ફળ ગયા. જ્યારે બંધારણના પરિવર્તનશીલ વિભાગરૂપ આચાર, સામાચારી કે પૂરક નીતિ-નિયમો, તેમાં ગેરસમજ, પાલનનો અભાવ કે મતભેદ, તેવો અપરાધ નથી કે બધી આરાધના વ્યર્થ કરે; કારણ કે મૂળભૂત તત્ત્વની શ્રદ્ધાવાળો અપરાધી પણ હોય તોપણ તે શાસનને વફાદાર છે, તેથી તે ધર્મના શરણે છે, રક્ષણપાત્ર છે.
ભૂમિકા અનુસાર જિનાજ્ઞા જુદી-જુદી :
તીર્થકરોએ સમસ્ત જીવસૃષ્ટિના હિતને લક્ષ્યમાં રાખી ઉન્નત આદર્શાવાળું ધર્મતીર્થ સ્થાપ્યું, જેમાં સમાનતાના સિદ્ધાંત અનુસાર અનુયાયી ન્યાય-સુરક્ષા પાસે, તેનાથી કોઈનું શોષણ ન થાય કે તેનો કોઈ શોષક ન બને, તેવો ઉદ્દેશ દર્શાવ્યો. આ પવિત્ર ધ્યેયને સુસંગત કરવા સર્વ જીવોના ન્યાયી, સમાન અધિકાર સ્વીકાર્યા અને તેની રૂએ જીવવું હોય તો જીવવા માટેની આદર્શ જીવનપદ્ધતિ દર્શાવી. તે માટેના નીતિ-નિયમો, કાયદા-કાનૂન તે જ જિનાજ્ઞા છે, તે એવા હોય કે જે મૂળભૂત ઉદ્દેશોને અમલીકરણરૂપે ચરિતાર્થ કરે, ફલદાયી કરે. તે માટે દરેકની કક્ષા અનુસાર આગવી જીવનપદ્ધતિઓ દર્શાવવી પડે. આ જ જિનાજ્ઞાની અજોડતા છે કે १. एवमेतानभिधाय सर्वेष्वेवैतेषु प्रकृतयोजनामाहएएसिं णियणियभूमियाए उचियं जमेत्थऽणुट्ठाणं । आणामयसंयुत्तं तं सव्वं चेव योगो त्ति ।।२१।। 'एतेषाम्'-अपुनर्बन्धकादीनां वीतरागान्तानां 'निजनिजभूमिकाया:'-तथाविधदशाया: 'उचितं' यदत्रानुष्ठानं तीव्रभावेन पापाकरणादिवीतरागकल्पान्तम्। किंविशिष्टम्? इत्याह-आज्ञामृतसंयुक्तम्, तथाविधकर्मपरिणतेरेव भावतस्तत्सिद्धेः। "तथाविधकर्मपरिणतिरेवाज्ञामृतसंयोगेऽन्तरङ्गमङ्गम्, बाह्याज्ञायोगस्यापि तन्निबन्धनत्वात्" इति विद्वत्प्रवादः। ततः किम्? इत्यत आह-तदनुष्ठानं सर्वमेव परमार्थमधिकृत्य योगः। इति गाथार्थः।।२१।।
(યોગાસત, સ્તોત્ર-ર મૂન-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org