________________
૪૦૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ નથી, ધર્મમાં બુદ્ધિના દરવાજા બંધ નથી રાખવાના, પણ ઉદ્ધતાઈથી કહો કે હું આ બધું માનતો નથી, મારે શાસ્ત્ર સાથે કોઈ લેવા-દેવા નથી, તમારાં શાસ્ત્ર તમને મુબારક. અરે ! એમ પણ કહે કે શાસ્ત્રો તો outdated (જૂનવાણી) થઈ ગયાં, આ જમાનો modern (આધુનિક) છે, તેમાં શાસ્ત્રની વાત ન ચાલે. આવું કહેનાર જૈનને એટલી ખબર નથી કે “મારા અભિપ્રાય પ્રમાણે “તીર્થકરો આ યુગમાં outdated ગણાય;” અને જેને તીર્થકરો outdated લાગતા હોય તેણે તેમના ધર્મશાસનમાં રહેવાની શું જરૂર છે ? અત્યારે નહીં સમજનારા છતાં ડહોળનારા ઘણા છે, પણ તે યોગ્ય નથી. દેશના દરેક નાગરિકે બંધારણ કે બંધારણ અનુસારી કાયદા-કાનૂનને માન આપવું જ પડે. અરે ! કોર્ટમાં ગમે તેટલો સીનીયર વકીલ દલીલ કરતાં જે કહે તેને સ્થાપિત કરવા તેને પણ કાયદાની કલમ ટાંકવી પડે. તેના બદલે એમ કહે કે હું આ કાયદાને માનતો નથી, તેની સામે આ મારી સ્વતંત્ર દલીલ છે, તો જજ પણ તેને કોર્ટમાં ઊભો ન રાખે. અરે ! જજને જજમેન્ટ આપતી વખતે પણ બંધારણ અને કાયદાની કલમો ટાંકીને જ ઓર્ડર આપવો પડે છે. ટૂંકમાં સૌને બંધારણ મંજૂર કરવું પડે છે. તેમ તીર્થકરના ધર્મશાસનમાં રહેનાર તીર્થકરોનાં ઉપદેશેલાં શાસ્ત્રો મંજૂર કરવાં જ પડે, નહીં તો તેણે જૈનધર્મમાંથી રાજીનામું જ આપવું પડે. તમારે જૈનશાસન સ્વીકારવું ન સ્વીકારવું તે તમારી મરજીની વાત છે, ધર્મપસંદગી એ હરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે. જેને બીજો ધર્મ સાચો લાગે તો દિલથી તેને સ્વીકારી શકે છે. તેમાં રોક-ટોક નથી. પરંતુ જે ધર્મ સાચો લાગે તેને શ્રદ્ધાપ્રામાણિકતાથી સ્વીકારવો જરૂરી છે. અડુકિયા-દડુકિયા બનવાની જરૂર નથી. ધર્મને શરણે આવવું હોય તો આવો, ન આવવું હોય તો ન આવો, પરંતુ આવો તો વફાદારી સાથે આવો.
આખા વિશ્વનો ઉદ્ધાર કરવા તીર્થકરોએ પૂર્ણજ્ઞાનની સાધના કરી આ ધર્મશાસન સ્થાપ્યું છે. તેમના ઉપદેશેલા શાસ્ત્રમાં મૂળભૂત અવિશ્વાસ તે તેમના વ્યક્તિત્વ કે પૂર્ણજ્ઞાનમાં જ અવિશ્વાસ સૂચવે છે. તેથી આ મહાન દોષ-અપરાધના કારણે તેનો કરેલો ધર્મ પણ ફોગટ છે. પૂ. હરિભદ્રસૂરિજીએ યોગબિંદુ ગ્રંથમાં લખ્યું કે “જેને શાસ્ત્રો પર શ્રદ્ધા નથી તેનું ધર્મઅનુષ્ઠાન પણ અંધpક્ષા તુલ્ય વ્યર્થ છે, ફોગટ પુરુષાર્થરૂપ છે.” તમારી પણ શ્રદ્ધા જે દિવસે શાસ્ત્રમાંથી ખસી તે દિવસે તમારો પણ બધો ધર્મ પાણીમાં છે, ફોક છે. કદાચ તમને આ વાત વધારે પડતી લાગશે, પણ આમાં કોઈ અતિરેક નથી. નિહ્નવોએ અખંડ મહાવ્રતો પાળ્યાં, આજીવન તપત્યાગ કર્યો, હજારો ગુણો કેળવ્યા, નિર્મળ બ્રહ્મચર્ય-સદાચાર સેવ્યા, પરંતુ તે બધું તેમના આત્મા માટે ફોગટ ગયું, માત્ર હલકા પુણ્યબંધનું કારણ બન્યું. આત્માના ઉત્થાનમાં સહાયક તેમનો १. न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि। अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला।।२२६ । ।
(વિવું, નો-રર૬ મૂન) २. व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ।।८।।
(મધ્યાત્મસાર, થર-૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org