________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
પ્રસ્તુતમાં પાત્રતાનું ધોરણ સમજવા જેવું છે. તમે ઉપદેશ સાંભળો અને થોડો ધર્મ ક૨વાની ભાવના થાય તે પાત્રતા નથી. અહીં તો પાત્રતા એટલે કોઈ પણ જીવ બોધિબીજ કે સમકિત પામે તો પાત્ર કહેવાય, અને તો જ તીર્થંક૨ની દેશના સફળ કહેવાય. જો એક પણ જીવ નવું સમકિત ન પામે તો દેશના નિષ્ફળ કહેવાય. પ્રભુ વીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ તે વાત જુદા સંદર્ભમાં છે. ત્યાં પ્રથમ સમવસરણમાં ધર્મતીર્થ સ્થાપવા માટે ગણધ૨૫દને યોગ્ય શ્રોતા ન મળ્યા તે અર્થમાં નિષ્ફળ છે. પછીની દેશનાઓમાં હંમેશાં નવા-નવા ગણધરો સ્થાપવાના નથી.
૩૫૬
તીર્થંકરો નિષ્ફળ દેશના ન આપે એવી વાતના ખુલાસામાં શિષ્યે પ્રશ્ન કર્યો કે દેવતાઓએ સમવસરણ રચ્યું, બાર પર્ષદા ભેગી થઈ, છતાં ભગવાન દેશના ન આપે તેવું ક્યારેય બને ? તો જવાબમાં કહ્યું કે બીજા કેવલી માટે બને, પણ તીર્થંકર માટે આવું ન બને; કેમ કે 'તીર્થંક૨ પરમાત્માનું એટલું ઉત્કૃષ્ટ પુણ્ય છે કે તેમને ઓછામાં ઓછો એક નવો પાત્ર શ્રોતા દરેક દેશનામાં અવશ્ય મળે. તેમની દેશનામાં ભેગા થયેલા મનુષ્યો-તિર્યંચો અને દૈવોમાંથી કોઈક જીવ કાં તો સર્વવરિત કાં તો દેશિવતિ કાં તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે જ. તેમાં પણ એક વિશેષતા છે કે કદાચ ક્યારેક મનુષ્ય અને તિર્યંચની પર્ષદામાં કોઈ પાત્ર જીવ ન હોય તો દેવની પર્ષદામાંથી એક નવો દેવ સમ્યક્ત્વ નિયમા પ્રાપ્ત કરે તેવું શાસ્ત્રવિધાન છે. ટૂંકમાં, રોજ એમના થકી એક નવો જીવ તો minimum (ઓછામાં ઓછો) સમકિત પામે જ. જૂના પામી ગયેલાની અહીં વાત નથી.
-
સભા (શિષ્ય) : રોજ નવા ન પામે, છતાં દેશના આપવાથી જે સમકિત પામ્યા છે તે તો આગળ વધે ને ?
સાહેબજી ઃ આ મહારાજને ખબર નથી. શાસ્ત્રમાં લખ્યું છે કે ઉપદેશની જરૂ૨ મિથ્યાદષ્ટિ
१. आह यद्येवं तर्हि कियन्ति सामायिकानि मनुष्यादयः प्रतिपद्यन्ते? इत्याह
।
मणुए चउमन्नयरं, तिरिए तिन्नि व दुवे व पडिवज्जे । जइ नत्थि नियमसो च्चिय, सुरेसु सम्मत्त- पडिवत्ती ।।११९२ ।। मनुष्यश्चतुर्णां सामायिकानां सम्यक्त्व - श्रुत- देशविरति - सर्वविरतिरूपाणामन्यतरत् प्रतिपद्यते । तिर्यञ्चः "त्रीणि वा" सम्यक्त्वश्रुत-देशविरतिरूपाणि द्वे वा सम्यक्त्व श्रुतसामायिके प्रतिपद्यन्ते । यदि मनुष्य तिरश्चां मध्ये कश्चित् प्रतिपत्ता नास्ति ततो नियमत एव "सुरेषु" देवेषु कस्यापि सम्यक्त्वप्रतिपत्तिर्भवति । । ११९२ । ।
(વૃદ્ઘલ્પસૂત્ર૦ સ્નો-૧૨, મૂલ-ટીવા)
२. ननु यद्येवं ग्रन्थिभेदादूर्ध्वं स्वपरिणामादेवोचितप्रवृत्तिसिद्धिस्तदोपदेशवैयर्थ्यं स्यादित्यत आहउपदेशस्त्वनेकान्तो हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य पततो वा स्थितस्य न ।। २८ ।। उपदेशस्त्विति-उपदेशस्त्वत्र भिन्नग्रन्थेरुचितप्रवृत्तौ अनेकान्तो जलोत्पत्तौ भूमिसरसभावनिबन्धनायां पवनखननादिरिवानियतहेतुभावः सन्नुपयुज्यते । अनियतत्वेऽपि विशेषे नैयत्यमभिधित्सुराह - गुणमुपरितनगुणस्थानमारभमाणस्य पततो वोपरितनगुणस्थानादधस्तनमागच्छतो न पुनः स्थितस्य तद्भावमात्रविश्रान्तस्य || २८ । ।
( उपा. यशोविजयजी कृत द्वात्रिंशद्वात्रिंशिका बत्रीसी-१७, श्लोक-२८ मूल - टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org