________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૪૭
અને સમવસરણની રચના કરે. 'સમવસરણની કલા-કારીગરી એવી અજોડ હોય છે કે તેવી ઇમારત બાંધવાની કોઈ નિપુણ કારીગરોને સોંપણી કરી હોય તોપણ વર્ષોનાં વર્ષો થાય, છતાં એ કક્ષાનું કામ તો ન જ બને. જ્યારે દેવતાઓ તે અંતર્મુહૂર્તમાં ૨ચે છે. દેવોમાં ભૌતિક જગતમાં ઝડપથી પરિવર્તન કરવાની તીવ્ર શક્તિ હોય છે. જડ વસ્તુને ક્ષણમાં નવા સ્વરૂપે પરિવર્તન કરી આપે. દા. ત. એક પત્થરનો ટુકડો હોય તેને એક સેકન્ડમાં સોનાની કમનીય કલાકૃતિ બનાવી શકે. જડ જગતમાં દેવોની શક્તિ નાનીસૂની નથી. તેમાં પણ જેમ જેમ ઊંચા દેવલોકનો દેવ, તેમ તેમ શક્તિ વધારે. વળી અહીં તો ઇન્દ્રો પણ શક્તિ ફોરવે છે. તેથી પ્રયત્નમાં સહેજ પણ અધૂરાપણું નથી. બધા દેવતા રચના કરવાનું ચાલુ કરે એટલે અંતર્મુહૂર્તમાં સમવસરણ રચાઈ જાય. મનુષ્યલોકના મોટા-મોટા મહાલયો પણ તેની પાસે વિશાળતામાં સાવ નાના લાગે, અને ઐશ્વર્યમાં તો બધી ભૌતિક રચનાઓ વામણી લાગે. વળી રચનામાં ક્રમિક વ્યવસ્થા એવી હોય કે અત્યંત અલ્પ સમયમાં જેટલા સુશોભન-શણગાર કરવાના હોય તે પણ થઈ જાય. ભાવતીર્થંકરના પ્રાતિહાર્યો અને ઋદ્ધિ :
-દેવતાઓ ઠેર-ઠેર સુગંધી વાતાવરણ રચે, ચારે બાજુ પુષ્પવૃષ્ટિ કરે. પુષ્પો અચિત્ત મૂકે છે. વૃષ્ટિ વખતે તે પણ સીધાં પડે છે, ઊંધાં ન પડે; કારણ કે ઊંધાં પડે તો ડીંટિયાં પગમાં વાગે. ચાલનાર કોઈને જરા પણ પીડા કે ત્રાસ ન થાય તે રીતની ભક્તિ છે. છએ ઋતુનાં
१. ननु महदाश्चर्यमेतत् यत्सर्वमपीदं सद्य एव व्यधायीत्याशङ्क्याह
सकलमपि निमेषमात्रमेव, प्रभवति कर्तुमिदं यदेककोऽपि । तदिह सुरवराश्चतुर्निकाया, युगपददो रचयन्तु વિવિત્ર?||રૂe I f
यदि एककोऽपि देवः सकलमपीदं कर्त्तव्यजातं निमेषमात्रमेव निमेषमात्रेणैव कालेन कर्तुं विधातुं प्रभवति समर्थो भवति, तत्तर्हि इह प्रस्तावे चतुर्निकायाः सुरवराश्चतुर्जातीया देवा युगपत् समकालमदः समवसरणं रचयन्तु, किं नु चित्रं किमत्राऽऽश्चर्यं ? न किमपीति भावः । निमेषेत्यादि । निमेषो पक्ष्मस्पन्दनप्रमाणः काल उच्यते । स एव मात्रा प्रमाणं यत्र कर्म्मणि, तदिति क्रियाविशेषणमिदम्। चतुरित्यादि । चत्वारो निकाया निवासा उत्पत्तिस्थानानि येषां ते इति विग्रहः । नुशब्दोऽत्र વિતર્ત।।૩૭।।
।
(रूपचन्द्रगणि कृत गौतमीयकाव्यम्, श्लोक-३७ मूल- टीका)
૧. સુ ંષ્ણુવવર્ષેળ, વિવ્યપુષ્પો૨ે ૬।... ||૧૦||
Jain Education International
* પાણી સુગંધ સુરુ કુસુમની ||અરિા વૃષ્ટિ હોય સુરસાલ IIભગી lign
(વીતરાવસ્તોત્ર, પ્રાજ્ઞ-૪ મૂત્ર)
(પંડિત શ્રી પદ્મવિજયજી વિરચિત નેમિનાથ જિન સ્તવન)
For Personal & Private Use Only
www.jainelibrary.org