________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૪૩ અતિ ઉત્તમ, પવિત્ર કાર્ય છે, તેથી ઇશાન ખૂણામાં રચે છે. એક યોજન જેટલી વિશાળ ભૂમિમાં સૌ પ્રથમ વાયુકુમાર દેવતાઓ સંવર્તક નામના વાયુથી આખી જમીનનો કચરો દૂર કરી તે ભૂમિ વ્યવસ્થિત, સ્વચ્છ, સમતલ કરી આપે. ત્યારબાદ મેઘકુમાર દેવતાઓ જલવૃષ્ટિ કરી ભૂમિને સ્થિર કરે; એટલે કે રજ વગેરે ન ઊડે તેવી ભૂમિ કરે. પછી અગ્નિકુમાર દેવતાઓ ચારે બાજુ ધૂપ પ્રગટાવી તે સ્થળને સુગંધથી વાસિત કરે. બીજા દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ આદિ ક્રમિક કાર્યો કરે. આ બધું કરવામાં આરંભ-સમારંભ થવાનો જ. જમીન સમતલ કરે તો પૃથ્વીકાય, વનસ્પતિકાય આદિની વિરાધના થવાની જ. व्याख्या-तत्रोत्कृष्टिसिंहनादं तीर्थकरपादमूले कुर्वन्ति देवा निपतमानाः, उत्कृष्टिः-हर्षविशेषप्रेरितो ध्वनिविशेषः, किंविशिष्टम्?कलकलशब्देन 'सर्वतः' सर्वासु दिक्षु युक्तं 'सर्वम्' अशेषमिति गाथार्थः । ।५५२।। चेइदुमपेढछंदय आसणछत्तं च चामराओ य। जं चऽण्णं करणिज्जं करेंति तं वाणमंतरिया ।।५५३।। व्याख्या-चैत्यद्रुमम्-अशोकवृक्षं भगवतः प्रमाणात् द्वादशगुणं तथा पीठं तदधो रत्नमयं तस्योपरि देवच्छन्दकं तन्मध्ये सिंहासनं तदुपरि छत्रातिच्छत्रं च, चः समुच्चये, चामरे च यक्षहस्तगते, चशब्दात् पद्मसंस्थितं धर्मचक्रं च, यच्चान्यद्वातोदकादि 'करणीयं' कर्त्तव्यं कुर्वन्ति तद् व्यन्तरा देवा इति गाथार्थः । ।५५३।।
(आवश्यक नियुक्ति एवं भाष्य भाग-१ श्लोक ५४५ थी ५५३ मूल-टीका ) * ત્રિશલાનંદન વંદીયે રે, લહીયે આનંદ કંદ, મનોહર લૂંબખડું, જંબખડા જૂબી રહ્યા રે, શ્રી વીર તણે દરબાર; મનો૦ સમોસરણ વિરાજતા રે, સેવિત સુરનરવંદ. મનો૦ ૧ જોજન વાયુ વૃષ્ટિ કરે રે, ફૂલ ભરે જાનુ માન; મનો૦ મણિ રયણે ભૂતલ રચે રે, વ્યંતરના રાજાન. મનો૦ ૨ કનક કોશીસાં રૂપા ગઢે રે, રચે ભુવનપતિ ઈસ; મનો૦ રતન કનક ગઢ જ્યોતિષી રે, મણિ રયણે સુર ઈસ. મનો૦ ૩ ભીતિ પૃથુલ તેત્રીસ ધનુ રે, એક કર અંગુલ આઠ; મનો, વૃત્તે તેરસેં ધનુ આંતરું રે, ઉંચી પણસેં ધન ઠાઠ. મનો૦ ૪ પાવડી આરા સહસ દશ રે, પંચ પંચ પરિમાણ; મનો૦ એક કર પીઠું ઉચ પણે રે, પ્રતર પચાસ ધન માન. મનો૦ ૫ ચઉ બારા ત્રણ તોરણા રે, નીલ રતનમય રંગ; મનો૦ મઝું મણિમય પીઠિકા રે, ભૂઈથી અઢી ગાઉ તંગ. મનો૦ ૬ દીર્ઘ પૃથુલ બાઁ ધનુ રે, જિન તનુ માને ઉંચ; મનો૦ ચૈત્ય સહિત અશોક તરુ રે, જિનથી બાર ગુણ ઉંચ. મનો) ૭ ચઉ દિસે ચઉ સિંહાસને રે, આઠ ચામર છત્ર બાર; મનોઇ ધર્મચક્ર સ્ફટિક રત્નનું રે, સહસ જોજન ધ્વજ ચાર. મનો૦ ૮ દેવછંદો ઈશાન કૂણે રે, પ્રભુને વિસામા ઠામ; મનો, ચિહું મુખે દીયે દેશના રે, ભામંડલ અભિરામ. મનો૦ ૯ મુનિ વૈમાનિક સાધવી રે, રહે અગ્નિ કૂણ મોઝાર; મનો) જ્યોતિષી ભુવનપતિ વ્યંતરા રે, નૈઋત કૂણે તસ નાર. મનો) ૧૦ વાયુ કૂણે દેવતા રે, સુણે જિનવરની વાણ; મનો૦ વૈમાનિક શ્રાવક શ્રાવિકા રે, ઈશાન કૂણે સુજાણ. મનો૦ ૧૧ ચિહું દેવી ને સાધવી રે, ઉભી સૂણે ઉપદેશ; મનો, તિર્યંચ સહુ બીજે ગઢ રે, ત્રીજે વાહન વિશેષ. મનો૦ ૧૨ વૃત્તાકારે ચિહું વાવડી રે, ચરિંસી આઠ વાવ; મનો૦ પ્રથમ પનરસેં ધન આંતરું રે, બીજે સહસ ધનુ ભાવ. મનો૦ ૧૩ રયણ ભીત ગઢ આંતરું રે, વૃત્તે ધનુ શત છવ્વીશ; મનો) ચરિંસે ત્રણસેં ધનુ રે, ઈમ શાખ દીયે જગદીશ મનો૦ ૧૪ તુંબરુ પ્રમુખ તિહાં પોલીયા રે; ધૂપ ઘટી ઠામઠામ. મનો) દ્વારે મંગલ પુતલી રે, દુંદુભી વાજે તામ. મનો) ૧૫ દિવ્યધ્વની સમજે સહુ રે, મીઠી યોજન વિસ્તાર; મનો૦ સુણતાં સમતા સહુ જીવને રે, નહીય વિરોધ લગાર. મનો૦ ૧૬ ચઉતીસ અતિશય વિરાજતા રે, દોષ રહિત ભગવંત; મનો૦ શ્રી જશવિજય ગુરુ શિષ્યને રે, જિનપદસેવા ખંત મનો૦ ૧૭ '
(યશોવિજયજી કૃત સમવસરણ વર્ણનાત્મક મહાવીર જિન સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org