________________
૩૪૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ દોષ નથી, એમ કહો તો તે તે ભૂમિકામાં છે તે આરંભયુક્ત પ્રવૃત્તિ પણ ધર્મકર્તવ્ય બને. ઇન્દ્રો ભગવાન માટે જે સમવસરણની રચના કરે છે તે આરંભ-સમારંભની પ્રવૃત્તિ છે. વળી, પ્રભુના નિમિત્તની છે. પ્રભુ જાણે છે, તોપણ ભક્ત એવા દેવોને નિર્માણમાં ના નથી પાડતા. ઊલટું પોતાના નિમિત્તે રચાયેલા સમવસરણમાં પ્રવેશીને ધર્મદેશના આપે છે, દેશના બાદ દેવજીંદામાં વાસ પણ કરે છે; કારણ કે વીતરાગ એવા તીર્થકરોને તેમાં દોષ નથી. દેવતાઓ શુદ્ધ આશયથી કરે છે. ધર્મપ્રભાવનાનો ઉદ્દેશ છે, જે દેવતાઓ માટે યોગ્ય જ છે. પ્રભુ નિર્લેપભાવે બેસે છે. જેને જરાપણ આસક્તિ-અપેક્ષા-રાગ નથી, તેને કદી કોઈ પણ વસ્તુથી પાપનો બંધ થાય નહીં. જોકે આ વાત વીતરાગ માટે સમજવી. તેમની ભૂમિકા અને અમારી ભૂમિકા એક નથી. અમારા નિયમો એમને લાગુ ન પડે. એમના આચાર અમે ન અનુસરી શકીએ. કક્ષા પ્રમાણે આચાર આવે. સંક્ષેપમાં વાત એટલી છે કે સમવસરણનિર્માણમાં અથથી ઇતિ સુધી આરંભસમારંભ પ્રભુ માટે જ થયો છે, છતાં તીર્થકરો સમવસરણનો ઉપભોગ કરે છે. આ દાખલો લઈને કોઈ સાધુ કહે કે અમારા માટે બનેલું અમે વાપરીએ તો શું વાંધો ? તો તે યોગ્ય નથી. અપવાદ સિવાય સાધુથી પોતાના નિમિત્તે હિંસા આદિ પાપથી બનેલ વસ્તુનો ભોગ-ઉપભોગ ન કરાય.
સભા : શાસનપ્રભાવના માટે કરે તો ?
સાહેબજી ઃ તે પણ સાધના ભોગ-ઉપભોગમાં આવે તેવી વસ્તુ હોય તો ન ચાલે. અત્યારે કોઈ ધર્માચાર્ય વિચરતા આવે અને સંઘને ઉલ્લાસ થાય તો સામે ચાલીને સામૈયાપૂર્વક સત્કાર કરે, ઠાઠથી સ્વાગતનો વરઘોડો કરે, વાજિંત્રોના નાદપૂર્વક અનેક શોભામય રચનાઓ, દશ્યો કરે; પરંતુ તેમાં આચાર્ય કાંઈ ભોગવે છે ? અમે તો પગપાળા ચાલીએ છીએ. અહીં તીર્થકર સ્વયં ભોગવે છે એટલે ચર્ચા છે. આચાર્ય પોતાના નિમિત્તનું કરેલું ભોગવે તો તે ઉત્સર્ગથી ન ચાલે, અપવાદથી કારણે સંભવે. અહીં તો પ્રભુ માટે બનાવ્યું છે અને પ્રભુ પોતે વાસ કરે છે. સામૈયામાં ગમે તેટલા માણસો લઈ આવે, ગહુંલીઓ કરે, બેન્ડવાજાં, વાહનો વાપરે; પરંતુ તેમાં ધર્માચાર્યે શું ભોગવવાનું ? ઊલટું સીધા ઉપાશ્રયે આવી જઈએ તો વધારે શાંતિ રહે, કષ્ટ-શ્રમ ઓછાં પડે.
સભા : માન-સન્માન ભોગવે છે ને ?
સાહેબજી : તે તો માન-પાનનો ભૂખ્યો હોય તો ભોગવે. ધર્મ પામેલા માનના ભૂખ્યા ન હોય. જેને માનની માનસિક ભૂખ જ નથી, તે ભૂખ વિના માનપાનમાં શું ભોગવે ? “જેને મારી પ્રશંસા કરો' તેવી લાલસા હોય તેને પ્રશંસા કરો તો આનંદ થાય, પરંતુ મારે તમારો અભિપ્રાય જોઈતો જ ન હોય, તેની અપેક્ષા જ ન હોય તો તમે મારાં વખાણ કરો કે ન કરો મને શું લેવા-દેવા ?
સભા : ભગવાન પણ નથી ભોગવતા ને ? સાહેબજી : પ્રભુ તો દેવતાઓ નિર્મિત સુવર્ણકમળો પર પગ મૂકે છે, રત્નના સિંહાસન પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org