________________
ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ
૩૩૯ બનાવવું તે નાનું-સૂનું કામ નથી. દુનિયામાં આના જેવી કોઈ અદ્ભુત રચના નથી. નાના દેવતાઓ તો કરોડો ભેગા થાય તોપણ ન બનાવી શકે, તેવું મહાન નિર્માણ છે. ઇન્દ્ર આદિ દેવતાઓ પણ આ નિર્માણ તીર્થકરોના નિમિત્તથી-ઉદ્દેશથી જ કરે છે; છતાં પ્રભુ તેમાં જઈને બેસે છે, વાસ પણ કરે છે, તો પ્રભુને સાધુ તરીકે તે નિમિત્તનું પાપ લાગે કે ન લાગે ?
જૈનશાસ્ત્રમાં આનો સ્પષ્ટ ખુલાસો એ છે કે ઇન્દ્રો સમવસરણ બનાવે કે ન બનાવે, તેની સાથે પ્રભુને કોઈ લેવા-દેવા નથી. જે દિવસે ઇન્દ્ર કે મહદ્ધિક દેવતાએ સમવસરણ બનાવ્યું, તે દિવસે પ્રભુ જે રીતે દેશના આપે છે, તે જ રીતે સમવસરણ ન હોય ત્યારે પણ સુવર્ણકમળ પર બેસીને તેવા જ સમાન ભાવથી પ્રભુ દેશના આપશે, તેમાં સહેજ પણ ફેરફાર નહીં થાય, ભગવાનનો મૂડ જતો નહીં રહે. ઉત્કૃષ્ટ ભક્તિ કરે તો પણ કોઈ અસર નહીં, અને જરાય ભક્તિ ન થાય તો પણ કોઈ અસર નહીં. મનમાં કોઈ અપેક્ષા જ નથી. સંપૂર્ણ વિતરાગ, નિર્લેપ છે. ભોગવતાં પહેલાં પણ નિર્લેપ, ભોગવતી વખતે પણ નિર્લેપ અને ભોગવ્યા પછી પણ નિર્લેપ છે. આગળ-પાછળ-વચ્ચે ક્યાંય પણ આસક્તિનું નામ-નિશાન જ નથી. વળી, દેવો રચના કરે છે તેમાં તીર્થપ્રભાવના, ધર્મપ્રભાવનાનો આશય છે, એટલે આશય શુદ્ધ છે. બનાવતી વખતે પણ ભક્તિ આદિના શુભપ્રરિણામો છે. સમવસરણ નિર્માણ વખતે દેવો આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે તે એકલા શુભભાવપ્રેરિત કરે છે. ઇન્દ્રો આદિ દેવતાઓ તો આરંભ-સમારંભમાં બેઠેલા જ છે, તેઓ વિરતિધર નથી. જેમને દેરાસરમાં પૂજા કરવામાં હિંસા દેખાતી હોય તેમને એ ખબર નથી કે જો હિંસા વિચારો તો આખા સમવસરણનો જ ઉચ્છેદ કરવો પડશે. અરે ! કદાચ ભગવાન સાદગીથી દેશના આપે, જયણાથી વિહાર કરે, તોપણ ઉપદેશ, બિહાર આદિમાં હિંસા તો થશે જ. આવા અહિંસાવાદીઓ આખા ધર્મનો ઉચ્છેદ કરી દેશે.
સભા : વિહાર કરતાં સમવસરણના નિર્માણમાં વધારે આરંભ-સમારંભ થાય ને ?
સાહેબજી : પાપ હોય તો નાનું પણ ન કરાય અને મોટું પણ ન કરાય. અવિરતિમાં રહેલાને આવા ધર્મકાર્યના આરંભ-સમારંભમાં પાપ છે કે નહીં તે પહેલાં નક્કી કરો. નાની પણ હિંસા ખરાબ છે અને મોટી પણ હિંસા ખરાબ છે. જે ખરાબ હોય તેને શક્તિ અનુસાર છોડવું જ જોઈએ. સિદ્ધાંતથી વાત કરો. વ્યવહારમાં પણ એમ કહેશો કે નાની ચોરી કરાય, પણ મોટી ચોરી ન કરાય તો લોકો બદમાશ કહેશે.
સભા : વિહાર વગર તો ચાલે નહીં ને ?
સાહેબજી : વિહાર ન કરે તો પ્રભુને કોઈ બાધ નથી. અરે ! ઉપદેશ ન આપે તોપણ ભગવાન સંસારમાં ડૂબવાના નથી. જેમ પ્રભુ જગતના કલ્યાણ માટે ઉપદેશ આપે છે, તેમ વિહાર પણ જગતના કલ્યાણ માટે જ કરે છે. તમારા સિદ્ધાંતમાં કાંઈ સ્પષ્ટતા જ નથી. “હિંસા હોય તો પાપ જ' તેવો સિદ્ધાંત હોય તો ઉપદેશ વગેરે કલ્યાણકારી પ્રવૃત્તિનો પણ ત્યાગ જ કરવો પડે; અને જો નિર્લેપભાવે, જયણાથી પ્રવૃત્તિ કરનારને કલ્યાણકારી પ્રવૃત્તિમાં હિંસાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org