________________
૩૨૨
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ગચ્છાચાર્યો, કુલાચાર્યો કે ગણાચાર્યો જે વ્યક્તિને સ્વીકારવા તૈયાર હોય, તેવી સમર્થ, પુણ્યશાળી, ગુણિયલ વ્યક્તિને ગુરુ સર્વસંમતિથી સ્થાપવાની વિધિ કરાવી શકે; પરંતુ એકલા એક ગીતાર્થ ગચ્છાચાર્યના નિર્ણયથી સંઘાચાર્ય ન બની શકે. આ માટે પ્રચંડ શક્તિ, પ્રચંડ પુણ્ય અને શ્રેષ્ઠ ગુણો જોઈએ. અત્યારે જે વ્યક્તિ પોતાના જ નાના ગ્રુપ કે ગચ્છમાં માન્ય ન થઈ શકે તો તે સર્વમાન્ય તો ક્યાંથી બને ? આ જાહેર ક્ષેત્ર છે. અહીં વિશાળ ફલક પર અને ઉચ્ચ પદસ્થોને પણ માન્ય બનવું તે નાનીસૂની વાત નથી. તમે તમારા ટચૂકડા ઘરમાં પણ માન્ય થઈ શકતા નથી. તેમાં તો તમારા પેટના જણેલા દીકરાઓ છે. તોય રોજ ફરિયાદ કરો છો કે સંતાન માનતાં નથી. કુટુંબમાં માન્ય થવા એવી કોઈ વિશેષ પ્રચંડ પ્રતિભા નથી જોઈતી, તોપણ તમારી હાલત કફોડી છે. અહીં તો સકલ સંઘમાન્ય બનવું તે ઘણી ઊંચી વાત છે. સંચાલન માટેની, નેતૃત્વ માટેની અનેક શક્તિઓ, દીર્ધદષ્ટિ, દઢ નિર્ણાયકશક્તિ, શાસ્ત્રાનુસારી ઊંડી ગુરુલાઘવચિંતા, ગંભીરતા, ધૈર્ય, સત્ત્વ, સૌભાગ્ય, યશ, આદેયતા, અમોઘવચનશક્તિ, કુનેહ, નીતિજ્ઞપણું આદિ અગણિત શ્રેષ્ઠ ગુણોનો ભંડાર હોય એવી વ્યક્તિ અને શ્રુતજ્ઞાનની સાક્ષાત્
१ तत्र केनेति कथम्भूतेन?, यथाभूतेन च सूरिणा व्याख्या कर्त्तव्या तथा प्रदर्श्यते- . "देसकुलजाइरूवी संघयणी धिइजुओ अणासंसी। अविकत्थणो अमाई थिरपरिवाडी गहियवक्को।।१।। जियपरिसो जियनिद्दो मज्झत्थो देसकालभावनू। आसनलद्धपइभो णाणाविहदेसभासण्णू।।२।। पंचविहे आयारे जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू। आहरणहेउकारणणयणिउणो गाहणाकुसलो।।३।। ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सोमो। गुणसयकलिओ નુત્તો પવથસારું પરિકn૪ " आर्यदेशोद्भूतः सुखावबोधवचनो भवतीत्यतो देशग्रहणं, पैतृकं कुलमिक्ष्वाक्वादि, ज्ञातकुलश्च यथोत्क्षिप्तभारवहने न श्राम्यतीति, मातृकी जातिस्तत्संपन्नो विनयादिगुणवान् भवति, "यत्राकृतिस्तत्र गुणा वसन्तीति रूपग्रहणं, संहननधृतियुतो व्याख्यानादिषु न खेदमेति, अनाशंसी श्रोतृभ्यो न वस्त्राद्याकाङ्क्षति, अविकत्थनो हितमितभाषी, अमायी सर्वत्र विश्वास्यः, स्थिरपरिपाटिः परिचितग्रन्थस्य सूत्रार्थगलनासंभवात्, ग्राह्यवाक्यः सर्वत्रास्खलिताज्ञः, जितपर्षद् राजादिसदसि न क्षोभमुपयाति, जितनिद्रोऽप्रमत्तत्वान्निद्राप्रमादिनः शिष्यान् सुखेनैव प्रबोधयति, मध्यस्थः शिष्येषु समचित्तो भवति, देशकालभावज्ञः सुखेनैव गुणवद्देशादौ विहरिष्यति, आसन्नलब्धप्रतिभो द्राक् परवाद्युत्तरदानसमर्थो भवति, नानाविधदेशभाषाविधिज्ञस्य नानादेशजाः शिष्याः सुखं व्याख्यामवभोत्स्यन्ते, ज्ञानाद्याचारपञ्चकयुक्तः श्रद्धेयवचनो भवति, सूत्रार्थतदुभयविधिज्ञ उत्सर्गापवादप्रपञ्चं यथावद् ज्ञापयिष्यति, हेतूदाहरणनिमित्तनयप्रपञ्चज्ञः अनाकुलो हेत्वादीनाचष्टे, ग्राहणाकुशलो बह्वीभिर्युक्तिभिः शिष्यान् बोधयति, स्वसमयपरसमयज्ञः सुखेनैव तत्स्थापनोच्छेदौ करिष्यति, गम्भीरः खेदसहः, दीप्तिमान् पराधृष्यः, शिवहेतुत्वात् शिवः, तदधिष्ठितदेशे मार्याद्युपशमनात्, सौम्यः सर्वजनमनोनयनरमणीयः, गुणशतकलितः प्रश्रयादिगुणोपेतः, एवंविधः सूरिः प्रवचनानुयोगे योग्यो भवति।।
(કાવારસૂત્ર શ્રુત-૨, દેશ-૨, ૨-૨, શીતાગાર્યા ટા) પ્રતિરૂપ તેજે સુરૂપી, તેજસ્વી બહુ તેજ યુગપ્રધાન તતકાલઈ, વર્તના સૂત્રસ્યું હેજ; મધુર-વાક્ય મધુભાષી, તુચ્છ નહીં ગંભીર,ધૃતિમંત તે સંતોષી, ઉપદેશક શ્રુતવીર. ૭૬ (દુહા) નવિ ઝરે મર્મ તે અપરિશ્રાવી, સૌમ્ય સંગ્રહ કરે યુક્તિ ભાવી; અકલ અવિકલ્થ ને અચલશાંત, ચૌદ ગુણ એ ધરે સૂરિ દાંત. ૭૭
(પંચપરમેષ્ઠિ ગીતા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org