________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૨૧
દૃષ્ટિવાદનો વિચ્છેદ છે, જ્યારે ભૂતકાળમાં દૃષ્ટિવાદ અને ચૌદપૂર્વની અનુજ્ઞા અંતિમમાં આવતી. આચારાંગસૂત્રની અનુજ્ઞાથી આચારિકપદ મળે, ભગવતીસૂત્રની અનુજ્ઞાથી ગણિપદ મળે, એમ પદવીઓ પણ શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન સાથે connected (જોડાયેલી) છે. જેમ જેમ આગળ જાય તેમ તેમ rights (અધિકાર) ક્રમશઃ વધતા જાય. સર્વ શાસ્ત્ર ભણવા-ભણાવવાનો અધિકાર પંન્યાસને મળે. તેથી પંન્યાસ સર્વ શાસ્ત્રનું અધ્યયન કરેલા અને અધ્યાપન કરાવવા સક્ષમ હોય, છતાં તેમને સૂત્રના અનુયોગ કે જે સ્વતંત્ર ગંભી૨ વ્યાખ્યાન છે, તે કરવાનો અધિકાર મળતો નથી. તે અધિકાર તેમના પછીના ઉપાધ્યાયપદમાં મળે. ઉપાધ્યાયને પણ આગમોના અર્થનો અનુયોગ ક૨વાનો અધિકાર હોતો નથી. તે અધિકાર આચાર્યને મળે છે. તેથી જ શાસ્ત્રમાં આચાર્યપદવીનું બીજું નામ અનુયોગઅનુજ્ઞા કહ્યું છે. આચાર્યપદ સાથે સર્વ શાસ્ત્રોના સૂત્ર અને અર્થોના અનુયોગનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે, છતાં જ્યાં સુધી ગુરુ આખા ગચ્છના સંચાલનની અનુજ્ઞા આપી ગચ્છાધિપતિ ન નીમે ત્યાં સુધી ગચ્છના સર્વાધિકારો પ્રાપ્ત થતા નથી. ત્યારબાદ કુલાચાર્ય બને તો કુલના સર્વ અધિકારોરૂપ અનુજ્ઞા પ્રાપ્ત થાય. તેનાથી આગળ ગણાચાર્ય બને તો ગણના સંચાલનના સર્વ અધિકારો પ્રાપ્ત થાય. અંતે સંઘાચાર્ય બને તો સમગ્ર તીર્થના સંચાલનના સર્વાધિકારોની અનુજ્ઞા પ્રાપ્ત થાય.
સભા : છેલ્લા સંઘાચાર્ય કોણ હતા ?
સાહેબજી : નજીકના ઇતિહાસ પ્રમાણે જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા તથા સેનસૂરીશ્વરજી મહારાજા થયા. તેમનું તપગચ્છમાં કે જે અનેક ગચ્છોના સમૂહરૂપ કહી શકાય, તેમાં એકછત્રી સામ્રાજ્ય હતું; છતાં ખરતરગચ્છ આદિ ગચ્છોના તે કાળે પણ નાયકો જુદા હતા. સમગ્ર સંઘ કે જેમાં તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છ આદિ તમામ ગચ્છ કે ગચ્છોના સમૂહનો કુલ-ગણરૂપે શ્રીસંઘમાં સમાવેશ થાય, તેવા શ્રીસંઘના સર્વમાન્ય વ્યક્તિ સંઘાચાર્ય તો ત્યારેય કોઈ ન હતા.
સભા : યોગ્ય વ્યક્તિ મળે, પરંતુ તેના ગુરુ પદવી આપે તો સંઘાચાર્ય બને ને ?
સાહેબજી : આ કોઈ એક ગચ્છના ગુરુનો અધિકાર નથી કે તે સંઘાચાર્ય સ્થાપી શકે. યોગ્યને પણ પહેલાં સર્વમાન્ય બનવું જ પડે, સર્વમાન્ય બન્યા વિના ગુરુથી પણ ન નીમાય. સર્વ
૧. જિમિત્યયં પ્રસ્તાવ ફત્યાહ -
जम्हा वयसंपन्ना कालोचिअगहिअसयलसुत्तत्था । अणुओगाणुन्नाए जोगा भणिआ जिणिदेहिं । । ९३२ ।। यस्माद्व्रतसम्पन्नाः साधवः कालोचितगृहीतसकलसूत्रार्थाः, तदात्वानुयोगवन्त इत्यर्थः, 'अनुयोगाज्ञायाः' आचार्यस्थापनारूपायाः योग्या भणिता जिनेन्द्रैः, नान्य इति गाथार्थः । । ९३२ ।।
..
Jain Education International
* વ્રતસમ્પન્ના વૈવ, વાત્તેન ગૃહીતસતસૂત્રાર્યા:। અનુયોગાનુસાયા, ચોળ્યા મળિતા બિનવરેન્દ્ર:।।૩૦ ||
(પંચવસ્તુ, řો-૧૨૨, મૂલ-ટીવા)
For Personal & Private Use Only
(માર્ગપરિશુદ્ધિ)
www.jainelibrary.org