________________
૩૧૮
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ઉદ્દેશથી સત્તાનો અધિપતિ થવાને લાયક છે. ધર્મના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ આત્મિક ઐશ્વર્ય, બળ ધર્મસત્તાના સ્વામી બનાવે છે, જ્યારે રાજ્યના ક્ષેત્રમાં બાહ્ય ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, બળ સત્તાના સ્વામી બનાવે છે. તેથી જ રાજનીતિમાં પણ સૂત્ર આપ્યું કે ‘વીરભોજ્યા વસુંધરા'. કારણ કે લૌકિક ન્યાય પ્રવર્તાવવો હોય કે લોકોત્તર ન્યાય પ્રવર્તાવવો હોય, પણ શરણે રહેલાનું રક્ષણ તો કરવાનું હોય જ છે, જે આવી સમર્થ વ્યક્તિ જ કરી શકે. તેથી તીર્થંકરોને ધર્મસત્તાના સ્વામી જ કહીએ છીએ. નમુન્થુણં સૂત્રમાં બોલીએ છીએ કે ધમ્મનાયગાણું. પ્રભુએ પોતાના સામર્થ્ય અને અધિકારની રૂએ જ ગણધરોને સંચાલનના સર્વાધિકાર સોંપ્યા છે. તેમ તે કાળમાં યુગલિક મનુષ્યોમાં શ્રેષ્ઠ તરીકે સ્થાપિત થયેલ, સ્વીકૃત થયેલ નાભિકુલકર જ હતા. નાભિ તેમનું નામ છે, કુલક તેમની post (પદવી) છે. તેથી લૌકિક દૃષ્ટિએ તે કાળના મનુષ્યો પરની સત્તાના સ્વામી તરીકે તેમણે ઋષભદેવને નિયુક્ત કર્યા છે. વળી ત્યારે રાજ્યસંચાલન માટે ઋષભદેવ જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ છે જ નહીં.
વીરપ્રભુએ દરેક ગણધરને સમગ્રતાથી તીર્થની અનુજ્ઞા આપી છે, વાસક્ષેપ નાંખી પ્રત્યેકને આશીર્વાદપૂર્વક કહ્યું છે. પ્રભુ સીધું એમ નથી બોલતા કે ‘આ ગૌતમે જે દ્વાદશાંગી રચી છે તે સાચી છે.' સાચી છે, અને ખોટી નથી, તે તો આપમેળે અર્થાપત્તિથી સાબિત થાય છે; કેમ કે જાહે૨માં સ્વયં પ્રભુ વિધિપૂર્વક કહે કે ‘આને હું ધર્મસત્તાનો સંચાલક બનાવું છું અને તે માટેના સર્વ અધિકારો સોંપું છું', એટલે આપમેળે તેમણે રચેલાં શાસ્ત્રો, ઉપદેશ કે અનુશાસન સાચાં, સૌને માન્ય, આદરણીય અને શિરોમાન્ય છે, તે નિશ્ચિત થાય છે. આ રીતે શાસનની સ્થાપના કરી અને ભાવિહિતને લક્ષ્યમાં રાખી ગણની અનુજ્ઞા ત્યારે જ સુધર્માસ્વામીને આપી. આ ગણધરો અત્યારે છદ્મસ્થ છે, છતાં સુધર્માસ્વામીને અનુજ્ઞા આપી તેથી કોઈએ એવું નથી વિચાર્યું કે અમને અન્યાય થયો. ‘પ્રભુ જે કરે તે સાચું અને હિતકારી' તેવું તેમનું પૂર્ણ સમર્પણ છે. તે અવસરે પર્ષદામાં બેઠેલા દેવ-મનુષ્યો અગિયારે ગણધરોને અક્ષત, વાસક્ષેપ અને સોના-રૂપાનાં ફૂલોથી વધાવે છે. સહુ પ્રભુના ફરમાનને સહર્ષપણે સ્વીકારે છે. ધર્મસત્તાનું શરણું સ્વીકારવાની ઇચ્છાવાળા સૌ પાત્ર જીવોને તીર્થસ્થાપનાનો અપૂર્વ હર્ષ છે. આ ક્રિયા તીર્થસ્થાપનાની વિધિરૂપ છે.
શ્રી જિનશાસનનું સુબદ્ધ આજ્ઞાતંત્ર :
-
હવે ગણધરોને સર્વાધિકારો મળ્યા છે, તેથી તીર્થના સંચાલન, ઉત્તરોત્તર વહન અને રક્ષા માટે જે પણ કાર્ય કરવું પડે, તે તમામ કાર્ય ઉત્સર્ગ કે અપવાદને યથાસ્થાને વિચારીને સ્વયં કરી શકે છે. સર્વ પાત્રજીવોને અનુશાસન પણ સ્વપ્રજ્ઞાથી આપી શકે છે. હવે તેમને તે કાર્ય ક૨વા કોઈની પાસે અધિકાર માંગવાની જરૂર નથી. જેમ ઋષભદેવને રાજા તરીકે નાભિકુલકરે
१. गतायां जन्मतः पूर्वलक्षाणां विंशतौ तदा । तस्यां नगर्यां राजाऽभूत्, प्रभुः पालयितुं प्रजाः । । ९२४ ।। ॐकार मन्त्राणां, नृपाणां प्रथमो नृपः । अपत्यानि निजानीव, पालयामास स प्रजाः । । ९२५ ।। असाधुशासने साधुपालने कृतकर्मणः । प्रत्यङ्गानि स्वकानीव, मन्त्रिणो विदधे विभुः । । ९२६ ।। चौर्यादिरक्षणे दक्षानारक्षानप्यसूत्रयत् । सुत्रामेव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org